મોદી સરકારની આ યોજના અંતર્ગત મફત ગેસ સીલીન્ડર મળશે- બસ ગૃહિણીએ કરવું પડશે આ કામ

Share post

દેશમાં કોરોનાના કાળમાં ઉજ્જવલા યોજના ધારકોને તા. 1 એપ્રિલથી 30 જૂન સુધી 3 સીલીન્ડર ફ્રી આપવાની યોજના જાહેર કરવામાં આવી હતી, તેમાં હવે અંદાજે 8 કરોડ કુટુંબો માટેની યોજનામાં ઓચિંતા ફેરફાર કરીને આ યોજનામાં સામેલ લોકોએ પ્રથમ બે સીલીન્ડરનો લાભ મેળવ્યો હોય તો તેના માટે ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ એક નવા આદેશમાં વધારાના ત્રીજા ફ્રી સીલીન્ડરનો લાભ લેવા માટે એડવાન્સ રકમ બુકીંગ સાથે જ જે તે ડીલર પાસે જમા કરાવવાની રહેશે અને બાદમાં ઉજ્જવલા ધારકને આ રકમ તેના ખાતામાં પાછી આપવામાં આવશે.

ઓઇલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા આ અંગે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં જેઓએ એપ્રિલ અને મે માસનો ફ્રી સીલીન્ડર ક્વોટા ઉપયોગ કર્યો છે, તેઓને હવે જૂનમાં અથવા તો આગામી માર્ચ-2021 સુધીમાં ત્રીજા મફત સીલીન્ડરનો લાભ મળશે પરંતુ આ માટે જે તે ગ્રાહકે પહેલા પોતાના ઓર્ડર સાથે સીલીન્ડરના નાણાં જે તે ડીલર પાસે જમા કરાવવાના રહેશે અને એકવાર ડીલીવરી કન્ફર્મ થાય પછી ગ્રાહકને ઓઇલ માર્કેટીંગ કંપનીઓ આ નાણા પરત આપશે.  અગાઉ પ્રથમ બે સીલીન્ડરમાં એટલે કે એપ્રિલ અને મે મહિનામાં સરકારે ઓઇલ કંપનીઓને એડવાન્સ પેમેન્ટ આપી દીધું હતું પરંતુ એ ધ્યાનમાં આવ્યું છે કે જે કાંઇ રકમ એડવાન્સ આપવામાં આવી હતી તેમાં યોજનાના પ્રથમ 76 દિવસમાં ફક્ત 42 ટકા ગ્રાહકોએ પોતાના ફ્રી સીલીન્ડર મેળવ્યા છે. ઓઇલ કંપનીઓએ જે સીલીન્ડરની ડીલીવરી કરી નથી તે સીલીન્ડરના નાણા પણ તેને સરકારે ચૂકવી દીધા હોવાનું જાહેર થયું છે.

ઓઇલ કંપનીના પરિપત્ર મુજબ જેઓએ પ્રથમ બે ફ્રી સીલીન્ડરનો લાભ લીધો છે તેઓએ હવે ત્રીજા ફ્રી સીલીન્ડરનો લાભ લેવા માટે જૂન મહિનામાં તેના નાણા જમા કરાવવાના રહેશે અને બાદમાં તે નાણા ગ્રાહકને પરત આપવામાં આવશે.  હાલની સ્થિતિમાં ત્રીજા સીલીન્ડર મફત આપવા માટે સરકારે રૂપિયા 13,500 કરોડની વધારાની રકમ ઓઇલ માર્કેટીંગ કંપનીઓને ચૂકવવી પડે તેમ છે અને તે એકીસાથે ન ચૂકવવી પડે તે માટે હવે પહેલા ફ્રી સીલીન્ડરના બદલે પેમેન્ટ આપવાનું રહેશે અને ત્યારબાદ તેના ખાતામાં રકમ જમા થશે.

અગાઉ સરકારે તેની સાથે પ્રથમ બે ફ્રી સીલીન્ડરનો લાભ લીધો નથી. તેઓને માર્ચ 2021 સુધી તે ઉપયોગ કરી શકવાની મંજુરી આપી છે. ગ્રાહક પોતે પ્રથમ સીલીન્ડર ખરીદે પછી જ બીજા મફત સીલીન્ડરનો લાભ અપાશે અને આ રીતે સરકારે હવે ગ્રાહક ચૂકવે અને બાદમાં તેના ખાતામાં નાણા જમા થાય તે શરત રાખી છે. અહિયાં ખાસ વાત તો એ છે કે, સરકારે નોનસબસીડાઈઝ ભાવમાં છેલ્લા બે માસમાં રૂપિયા 11.50 થી 37 સુધીનો વધારો કર્યો છે. સરકારે આ નવી સુધારાની યોજનાની વ્યાપક જાહેરાત કરી નથી અને તેથી બીપીએલ મહિલાઓ કે જેઓ જૂન માસ માટે તેના એકાઉન્ટમાં ત્રીજા મફત સીલીન્ડર માટેની એડવાન્સ રકમ જમા થાય તેની રાહ જોશે તે કદી આ રકમ જમા નહીં થાય અને તેમને ત્રીજુ મફત સીલીન્ડર ગુમાવવું પડે તેવી સ્થિતિ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post