સુરતની ફક્ત અઢી વર્ષીય દીકરીનાં અંગદાનથી બે વિદેશી બાળકોને મળશે નવજીવન -ઇતિહાસમાં સૌપ્રથમવાર ગુજરાતમાં બની આ ઘટના

ગુજરાતમાં અંગદાનમાં સૌથી અગ્રેસર સુરત શહેર છે. આવું આ પરથી કહી શકાય કારણ કે, જ્યાં ફક્ત અઢી વર્ષના બાળકના અંગોનું સૌ પ્રથમવખત દાન કરવામાં આવ્યું છે. ફક્ત અઢી વર્ષીય જશ સંજીવ ઓઝા બ્રેઈનડેડ જાહેર થયા બાદ ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરવામાં આવ્યાં છે. પત્રકાર પિતાએ મંજુરી આપતાની સાથે જશનું હ્રદય હવે રશિયામાં ધબકતું થશે અને ફેફસાં યુક્રેનમાં શ્વાસ લેશે. કારણ કે, રશિયાના માત્ર 4 વર્ષીય બાળકને જશના હ્રદયનું તેમજ યુક્રેનના 4 વર્ષીય બાળકને ફેફસાંનું દાન કરી સફળતાપૂર્વક ચેન્નાઈમાં આવેલ MGM હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં છે.
ઘરે રમતી વખતે પડી જતા બ્રેઈનડેડ થયો:
અઢી વર્ષની જશ સંજીવભાઈ ઓઝા બુધવાર 9 ડીસેમ્બરે જશ પડોશીના ઘરે રમતાં સમયે બીજા માળેથી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક ભટાર વિસ્તારમાં આવેલ અમૃતા હોસ્પિટલમાં ડૉ.સ્નેહલ દેસાઈએ દાખલ કરી સારવાર કરી હતી. નિદાન માટે સીટી સ્કેન, MRI કરતા બ્રેઈન હેમરેજ હોવાનું હોવાનું જાણવા મળ્યું હતું.
પિતા અંગદાન માટે રાજી થયા:
14 ડિસેમ્બરે જશની સારવાર કરતા પીડીયાટ્રીક ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.સ્નેહલ દેસાઈ, ન્યુરોસર્જન ડૉ.હસમુખ સોજીત્રા, ડૉ.જયેશ કોઠારી તેમજ ડૉ.કમલેશ પારેખે જશની તપાસ કરી બ્રેઈનડેડ હોવાનું કહ્યું હતું. જશના પિતા સંજીવ કે, જેઓ એક પત્રકાર તરીકે વર્ષોથી ડોનેટ લાઈફની અંગદાનની પ્રવૃત્તિ અંગે અખબારોમાં લખીને સમાજમાં અંગદાન અંગેની જનજાગૃતિ ફેલાવવામાં પોતાનું યોગદાન આપી રહ્યાં હતા.
તેઓએ હૃદય પર પથ્થર મૂકીને જણાવ્યું હતું કે, નિલેશભાઈ આજે જશ ભલે નથી રહ્યો પણ તમે તેના અંગોનું દાન કરીને અમદાવાદ, મુંબઈ, દિલ્હી,ચેન્નાઈ જેવા શહેરોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલ તેના જેવા બાળકોને નવજીવન આપવા માટે આગળ વધીએ છીએ. મારા પુત્રના અંગદાનથી મારો પુત્ર અન્ય બાળકોમાં જીવિત રહેશે. ત્યારબાદ પિતા સંજીવે ડોનેટ લાઈફના નીલેશ માંડલેવાલા અને ડૉ.સ્નેહલ દેસાઈની સાથે રહીને પોતાની પત્નીને જશના અંગદાન કરાવવા માટે રાજી કરી હતી.
બે વિદેશી બાળકોને અંગોની જરૂર હતી:
ઓઝા પરિવાર તરફથી અંગદાન મળતા નિલેશ માંડલેવાલાએ ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરીને હૃદય, ફેફસા, કિડની તથા લિવરના દાન માટેનું સૂચન કર્યું હતું. ગુજરાતમાં નાના બાળકના હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ન હોવાને લીધે મુંબઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ROTTO મુંબઈમાં પણ આ બ્લડગ્રુપનું કોઈ દર્દી ન હોવાને લીધે NOTTO નો સંપર્ક કરવામાં આવ્યો હતો. NOTTO દ્વારા દેશની વિવિધ ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલમાં B+ve બ્લડગ્રૂપનું કોઈ ભારતીય પીડીયાટ્રીક દર્દી ન હોવાને લીધે ચેન્નાઈમાં આવેલ MGM હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ રશિયા તેમજ યુક્રેનની નાગરિકતા ધરાવતા 4 વર્ષના કુલ 2 વિદેશી બાળકને હૃદય અને ફેફસાંની ફાળવણી કરવામાં આવી હતી.
કિડનીનું દાન ગુજરાતમાં કરવામાં આવ્યું:
સુરતમાં આવેલ અમૃતા હોસ્પિટલથી અમદાવાદમાં આવેલ IKDRC હોસ્પિટલ સુધીનું કુલ 265 કિમિનું અંતર 3 કલાકમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલ કુલ 2 કિડની પૈકીની એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરની રહેવાસી 13 વર્ષની બાળકીમાં અને બીજી કિડની સુરતની રહેવાસી માત્ર 17 વર્ષની બાળકીમાં જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરની રહેવાસી માત્ર 2 વર્ષની બાળકીમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.જમાલ રીઝવી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…