ખાલીખમ પડેલી ગુજરાતની અનેક નદીઓમાં પુર જેવી સ્થિતિ- જાણો વિગતવાર

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આની સાથે જ સમગ્ર રાજ્યમાં થોડાં દિવસથી મેઘરાજાએ ખુબ જ મહેરબાની કરી છે. સૌરાષ્ટ્રની તમામ નદીઓમાં નવાં નીરનું આગમન પણ થયું છે. આની સાથે જ ઘણી જગ્યાએ ઘોડાપુર પણ આવ્યાં છે. હાલમાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

સમગ્ર રાજ્યમાં છેલ્લા કુલ 3-4 દિવસથી સતત અતિભારે વરસાદ પડી રહ્યો છે. એક બાજુ જ્યાં વરસાદને લીધે વનરાજી પણ ખીલી ઉઠી છે તો બીજી બાજુ અતિભારે વરસાદનાં કારણે સમગ્ર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ઘણી નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

જેને લીધે ઘણાં ગામો સંપર્ક વિહોણા પણ બન્યા છે, તો બીજી બાજુ સુરત, વડોદરા સહિતનાં શહેર તેમજ જિલ્લામાં લોકોનું સુરક્ષિત સ્થળ પર સ્થળાંતર પણ કરી દેવામાં આવી રહ્યું છે. રાજ્યની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં તેમજ સૌરાષ્ટ્ર પંથકમાં ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ સહિત ઘણાં જિલ્લામાં ઘણી નદીઓ બંને કાંઠે વહી રહી છે. વડોદરા જિલ્લામાં પણ ઢાઢર તેમજ વિશ્વામિત્રી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ તથા ઉપરવાસમાંથી પાણીની આવકને લીધે ઘણી નદીઓ બંને કાંઠે વહી રહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ તાપી, અંબિકા, પૂર્ણા, મિંઢોળા, ઝાખરી, ખરેરા, કાવેરી, દમણગંગા, ઔરંગા, સ્વર્ગવાહિની, કોલક તેમજ કીમ નદી પણ બે કાંઠે વહી રહી છે. નદીમાં પાણીનું સ્તર સતત વધવાને લીધે નદી વિસ્તારનાં તથા નિચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

સમગ્ર સૌરાષ્ટ્ર પંથકની ઘણી નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીઓમાં ધમસસતા પ્રવાહમાં તણાઈ જવાનાં ઘણાં બનાવો સૌરાષ્ટ્રમાં છેલ્લા કુલ 2 દિવસમાં બન્યા છે. તુલસીશ્યામમાં પણ સરસ્વતી નદી, ઉપલેટાની મોજ નદી, રાજકોટની ભાદર તેમજ આજી નદી, ગીરની હિરણ નદી, ઉનાની મછુન્દ્રી નદીમાં ધસમસતા પ્રવાહને લીધે ઘણાં લોકોને સાવચેત રહેવા માટે પણ જણાવ્યું છે. ઘણી નદીઓમાં પૂર જેવી સ્થિતિ જણાઈ આવતાં આજુબાજુનાં વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદ તથા ઉપરવાસથી પાણીની આવક વધી જતાં જ વલ્લભીપુરમાં આવેલ નશીતપુર ગામની કેરી નદી છેલ્લા કુલ 5 દિવસથી બંને કાંઠે વહી રહી છે. નદીમાં પ્રવાહ વધુ હોવાથી આજુબાજુનાં વિસ્તારો તથા નિચાણવાળા ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. લોકોને નદી કિનારે ન જવા પર તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી રહી છે.

વડોદરામાં પૂરનું સંકટ રહેલું છે. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી બંને કાંઠે વહી રહી છે તથા પાણીમાં સતત વધવાને લીધે નિચાણવાળા વિસ્તારોમાં પણ પૂરનો ખતરો જણાઈ રહ્યો છે. વડોદરાની પાસેથી પસાર થતી જાંબુવા નદી, પાદરાની ઢાઢર નદીમાં પણ પાણીની આવક વધુ હોવાથી નદી બંને કાંઠે વહી રહી છે તેમજ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

ઉપરવાસમાં અતિભારે વરસાદને લીધે ભરૂચ તથા નર્મદા જિલ્લામાં પણ નદીઓ ગાંડીતૂર બની ગઈ છે. ભરૂચ જિલ્લામાં આવેલ નેત્રંગ નદી પણ બે કાંઠે વહી રહી છે. તો નર્મદા જિલ્લામાં આવેલ કરજણની નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીનાં પાણીમાં વધારો થવાથી આજુબાજુનાં ગામો તેમજ નિચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post