જેણે હનુમાન ચાલીસાના આ પાંચ ચોપાઈનો જાપ કર્યો છે, તેને ક્યારેય જીવનમાં માંગવાનો વારો નથી આવ્યો!

Share post

ભારતમાં હજારો મંદિરોની સાથે જ વિવિધ દેવી-દેવતાઓનું પૂજન કરવામાં આવે છે. એમાંના એક છે હનુમાનજી. હનુમાનજી એક એવા દેવ છે કે, જે તમામ દેવી- દેવતાઓમાં પ્રિય છે. એમને તમામ દેવગણ તેમજ કુલ 9 ગ્રહના આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે. તેઓ એમના ભક્તોને તમામ સંકટમાંથી મુક્ત કરે છે. હનુમાનજીને શનિવારનાં રોજ તમામ લોકો એની એમની પૂજા-અર્ચના કરતાં હોય છે. ઘણાં લોકો તો હનુમાન ચાલીસાનાં પાઠ પણ કરતાં હોય છે.

હનુમાન ચાલીસાની ગુપ્ત ચોપાઈઓ :
આપ હનુમાનજીનાં ભક્ત હશો તો હનુમાન ચાલીસાનો પાઠ તો કરતા જ હશો પરંતુ આજે અમે આપને હનુમાન ચાલીસાની એવી ગુપ્ત ચોપાઈઓ વિશે જણાવવા માટે જઈ રહ્યા છીએ કે, જેનો જાપ કરવાથી આપની તમામ આર્થિક સમસ્યા દૂર થઈ થશે તથા તમારા પર ધનવર્ષા થશે. હનુમાન ચાલીસાની આ ચોપાઈઓ ખરેખર ખુબ જ ચમત્કારી છે.

1. ભૂત પીશાચ નિકટ નહી આવે :
‘ભૂત પિશાચ નિકટ નહિં આવે, મહાવીર જબ નામ સુનાવે’. આ ચોપાઈનો સૂર્યોદય થયા પહેલા અથવા તો સૂર્યાસ્ત થયા બાદ કુલ 108 વખત જાપ કરવો જોઈએ. એ આપને તમામ પ્રકારના ભયમાંથી મુક્ત કરીને તમારામાં આત્મવિશ્વાસનો સંચાર કરશે. જેના લીધે આપ જીવનના તમામ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.

2.નાસે હરે રોગ સબ પીડા :
‘નાસે રોગ હરે સબ પીડા જપત નિરંતર હનુમત બીરા’. લાંબી બીમારીની માટે આ પંક્તિ રામબાણ ઈલાજ રહેલો છે. કોઈપણ કાર્યમાં અડચણ આવતી હોય તો એ પણ આ ચોપાઈના જાપથી દૂર થઈ જાય છે. અભ્યાસથી માંડીને વ્યવસાય સુધી આપને આ ચોપાઈનો જાપ કરવાથી તમામ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે તથા આર્થિક સમૃદ્ધિમાં વધારો થશે.

3.અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા :
‘અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસ બીર દીન જાનકી માતા’. આ પંક્તિ એક ચમત્કારી ચોપાઈ છે. જે આપને મુશ્કેલીઓની સામે લડવાની શક્તિ આપે છે. બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને અડધો કલાક સુધી આ ચોપાઈનો જાપ કરવો જોઈએ.

4.વિદ્યા વાન ગુણી અતિ ચતુર :
‘વિદ્યા બાણ ગુણી અતિ ચાતુર રામ કાજ કરિબે કો આતુર’. જ્ઞાન તથા બુદ્ધિ વગર આ સંસારમાં કંઈપણ હાંસલ કરવુ શક્ય નથી. વિદ્યાહીન વ્યક્તિ હંમેશા ગરીબી તથા ઉપેક્ષાનો ભોગ બને છે. વિદ્યા બુદ્ધિ પ્રાપ્ત કરવાં માટે સવારમાં સ્નાન કર્યાં પછી 108 વખત આ ચોપાઈનો જાપ કરવો જોઈએ.

5.ભીમ રૂપ ધરિ અસુર સંહારે :
‘ભીમ રૂપ ધરિ અસુર સંહારે રામચંદ્રજી કે કાજ સંવારે’. આ ચોપાઈનો દરરોજ જાપ કરવાથી તમારા બગડેલ તમામ કામ બની જશે. કોઈપણ કાર્યમાં અડચણ આવશે નહિ. વેપારમાં અડચણ હોય અથવા તો આર્થિક સમસ્યા હોય રોજ સવારમાં આ ચોપાઈનો 108 વખત જાપ કરવો જોઈએ.

વિશેષ ઉપાય :
હનુમાનજી પ્રસન્ન થાય તો વ્યક્તિને કોઈ તકલીફ નડતી નથી. હનુમાન ચાલીસાના પાઠની ઉપરાંત શ્રીરામજીની ભક્તિ કરવી તથા વાનરોને પણ ગોળ-ચણા ખવડાવવાં જોઈએ. જેને લીધે હનુમાનજી પ્રસન્ન થશે. સંભવ હોય તો મંગળવારે તથા શનિવારે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વ્રત કરવું જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…