ભરૂચના તબેલામાં લાગેલી આગ એકસાથે 16 ગાય અને વાછરડા સહીત એક ઘોડીને ભરખી ગઈ- તસ્વીરો જોઇને…

Share post

ગુજરાતમાંથી અવારનવાર આગ લાગી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં એક આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે. નેત્રંગ તાલુકામાં આવેલ કંબોડીયા ગામના તબેલામાં બપોરનાં સમયે અચાનક આગ લાગી ઉઠતા ભાગદોડ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 16 ગાય-વાછરડા તથા કુલ 1 ઘોડીનું મોત નીપજ્યું હતું.

જ્યારે કુલ 12 ગાય-વાછરડા દાઝી ગયાં હતા. નેત્રંગથી કુલ 35 કિમી દૂર ઝઘડિયામાં ફાયર સ્ટેશન હોવાને કારણે પશુઓને બચાવી શકાયા ન હતા. જેને કારણે પશુપાલકે પાસેમાં ફાયર સ્ટેશન બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. આની સાથે જ લોકોમાં ફાયર વિભાગ પ્રત્યે રોષ પણ જોવા મળ્યો છે. જેને કારણે આગળની તપાસ કરવામાં આવશે.

પશુપાલકોએ કુલ 12 ગાય-વાછરડાને બચાવવામાં આવ્યા :
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ કંબોડીયા ગામના ખેડૂત તથા પશુપાલક રામભાઇ રાખોલીયા આજે બપોરનાં સમયે જમવા માટે બેઠા હતા. આ સમયે તબેલામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ગાય તથા વાછરડાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. જેને કારણે પશુપાલકોએ તરત જ પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જો કે, માત્ર 15 મિનિટમાં આખેઆખો તબેલો બળીને ખાખ થઈ ગયો હતો તેમજ જેમાં ખીલે બાંધવામાં આવેલ કુલ 16 ગાય-વાછરડા અને 1 ઘોડીનું મોત થયું હતું. જો કે, કુલ 12 ગાય વાછરડાને બચાવી લેવામાં આવ્યા હતા.

આગ લાગી હોવાનું કારણ સામે આવ્યું નથી :
તબેલામાં આગ લાગી હોવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જો કે, તબેલાની ફરતે નેટ તથા વાસ બાંધવામાં આવેલ હતા તેમજ અંદર ઘાસનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જેને કારણે ઘાસમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે, તપાસ કર્યાં પછી આગ લાગી હોવાનું સાચુ કારણ બહાર આવશે.

પાસેમાં ફાયર સ્ટેશન હોત તો ગાય-વાછરડા તથા પશુઓને બચાવી શક્યા હોત :
ખેડૂત તથા પશુપાલક રામભાઇ રાખોલીયા જણાવે છે કે, અમે જમવા બેઠા હતાં ત્યારે આગ લાગતા અમે બુઝાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જો કે, કુલ 17 પશુઓને અમે બચાવી શક્યા ન હતા. આ ઘટના કુલ 11 લાખથી વધારે નુકસાન થયું છે. નજીકમાં ફાયર સ્ટેશન હોત તો ગાય-વાછરડા તથા પશુઓને બચાવી શક્યા હોત. જેને કારણે નેત્રંગમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવે તે ખુબ જરૂરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…