ઉંચી કમાણી મળવા છતાં ગુજરાતના ખેડૂતો કેમ નથી કરી રહ્યા ફૂલોની ખેતી, કારણ છે ચોંકાવનારૂ

Share post

સમગ્ર રાજ્યમાં ફુલોનો જેટલા પ્રમાણમાં વપરાશ થાય છે એટલા પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું નથી. આને પરિણામે ફુલોની આયાત કરવી પડે છે. અનુકૂળ વાતાવરણ હોવાં છતાં પણ પાકનાં બગાડને લીધે રાજ્યમાં ફુલોનું ઉત્પાદન ખુબ જ ઓછું થાય છે. ખાસ કરીને તો કોલ્ડ સ્ટોરેજ તથા માર્કેટનાં અભાવને કારણે ફુલોની ખેતી અને ઉત્પાદનને ખુબ માઠી અસર થઇ છે. ફુલોની નિકાસને પણ વેગ મળી શકતો નથી.

રાજ્ય સરકારે કૃષિ સેક્ટરને મહત્વ આપ્યું હોવા છતાં પણ ફ્લોરીકલ્ચરનાં ઉત્પાદનમાં રાજ્યનાં ખેડૂતોને બીજા રાજ્યની સરખામણીમાં સફળતા મળી શકી નથી. દેશમાં હાલમાં ફુલોનાં ઉત્પાદનમાં પશ્ચિમ બંગાળ, કર્ણાટક તથા તમિલનાડુ જેવાં રાજ્યો ટોચ પર રહેલાં છે. જ્યારે રાજ્યની ગણતરી તળીયેથી કરવી પડે એમ છે. કોરોનાની મહામાંરીના સમયમાં ગુજરાતનાં ખેડૂતોએ ખેતરમાં ઉગાડેલ ફુલોનો ખુબ મોટા પ્રમાણમાં બગાડ થયો છે.

ગુજરાત સરકારના કૃષિ અહેવાલ મુજબ ફુલોનો વાવેતર વિસ્તાર વર્ષ 2010માં ફક્ત 13,000 હેક્ટર જોવાં મળ્યો હતો. જેમાં કુલ 95,180 લાખ મેટ્રીક ટન ફુલોનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા બનાવવામાં આવેલ એકશન પ્લાનમાં પણ વર્ષ 2019 સુધીમાં ફુલોનાં વાવેતર વિસ્તારમાં વધારો થઈને કુલ 20,000 હેક્ટર થયો છે. એમાં ફુલોનું ઉત્પાદન કુલ 1,96,000 મેટ્રીક ટન થયું હતું, જ્યારે વર્ષ 2020માં ફુલોનો વાવેતર વિસ્તાર કુલ 22,000 લાખ હેક્ટર થયો છે. આની સાથે જ ઉત્પાદન કુલ 2,00,000 મેટ્રીક ટન થવાની શક્યતા રહેલી છે.

ભારતનાં કૃષિ મંત્રાલયનાં એક સર્વે મુજબ 2 પ્રકારનાં ફુલોના ઉત્પાદન પૈકી કટ ફ્લાવરનું સૌથી વધારે કુલ 27% વિક્રમી ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં કરવામાં આવે છે. ત્યારપછી કુલ 13%ની સાથે કર્ણાટક તથા કુલ 11%ની સાથે ઓરિસ્સાનો ક્રમ આવે છે. ગુજરાતમાં ફુલોને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજ આવેલ નથી. નિકાસની વ્યવસ્થા કરવામાં આવી નથી. ખેડૂતોને મોટું બજાર મળતું નથી. લાંબા અંતરે ફુલો લઇ જવાં માટે વાહનની સુવિધા નથી. આને પરિણામે ખેડૂતો ફુલોની ખેતી ઓછી કરી રહ્યાં છે.

કટ ફ્લાવરમાં રાજ્યનું સ્થાન નકશામાં ક્યાંય નથી. બીજી બાજુ લુઝ ફ્લાવરના ઉત્પાદનમાં તમિલનાડુ કુલ 19% હિસ્સાની સાથે પહેલું આવે છે. કર્ણાટકનો હિસ્સો કુલ 12% તેમજ મધ્યપ્રદેશનો હિસ્સો કુલ 11% જોવા મળે છે. લુઝ ફ્લાવરની કેટેગરીમાં ગુજરાતનો ક્રમ કુલ 9% ની સાથે પાંચમો રહ્યો છે.ગુજરાતમાં જિલ્લાની કેટેગરી મુજબ જોવામાં આવે તો ફ્લાવરના ઉત્પાદનમાં મધ્ય તથા દક્ષિણ ગુજરાતે મેદાન માર્યું છે.

ગુલાબની ખેતી માટે આણંદ, ખેડા, વડોદરા તેમજ ભરૂચ જિલ્લા જાણીતાં છે. ગલગોટામાં પણ વડોદરાની ઉપરાંત ગાંધીનગર, નવસારી, ભરૂચ તથા ખેડા જિલ્લાનો દબદબો રહેલો છે. મોગરામાં અમદાવાદ જિલ્લો ટોચ પર રહેલો છે. આની સાથે ભરૂચ, ખેડા, વડોદરા તથા દાહોદનો નંબર આવે છે. લીલીના ઉત્પાદનમાં નવસારી જિલ્લો અગ્ર ક્રમે રહેલી છે. લીલીનું ઉત્પાદન આણંદ, વલસાડ, ખેડા તથા અમદાવાદ જિલ્લામાં પણ કરવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post