સૌરાષ્ટ્રના ખેડૂતોએ કરી પાકની ફેરબદલી -ખાદ્યતેલમાં શ્રેષ્ઠ એવાં પાકની ખેતી કરીને મેળવી રહ્યાં છે ઉંચી કમાણી…

Share post

હાલમાં ખેડૂતો વિવિધ પાકોની ખેતી કરી રહ્યાં છે. જેને કારણે ખેડૂતોને લાખોની આવક થતી હોય છે. સમગ્ર દેશમાં પાકના ઉત્પાદનમાં ગુજરાતનો પ્રથમ ક્રમ આવે છે. હાલમાં પણ ખેતીને લઈને એક જાણકારી સામે આવી રહી છે. ખોરાકમાં ઉપયોગમાં લેવા માટે માટે તલનું તેલ શ્રેષ્ઠ છે એવું આયુર્વેદ જણાવી રહ્યું છે ત્યારે એનો ઉપયોગ વધતાં ખેડૂતો તલનાં વાવેતર બાજુ આકર્ષાયા છે.

રાજ્યમાં આ વર્ષે તલનું વાવેતર કુલ 1.50 લાખ હેક્ટરમાં કરવામાં આવ્યું છે. જે ગયા વર્ષે કુલ 1.16 લાખ હેક્ટર વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. તલનાં વાવેતરમાં માત્ર 1 વર્ષમાં કુલ 29% નો વધારો નોંધવામાં આવ્યો છે.મગફળી બાદ સૌરાષ્ટ્રનાં તમામ ખેડૂતો તલનાં વાવેતર બાજુ વળ્યાં છે. સૌથી વધારે કુલ 63,000 હેક્ટરમાં તલનું વાવેતર કચ્છનાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે.

બીજા નંબર પર કુલ 32,100 હેક્ટરની સાથે સુરેન્દ્રનગર તથા ત્રીજા સ્થાન પર કુલ 17,700 હેક્ટરની સાથે મોરબી આવે છે. સૌરાષ્ટ્રનાં માત્ર 11 જિલ્લામાં કુલ 76,400 હેક્ટર વિસ્તારમાં તલનું વાવેતર કરવામાં આવ્યું છે. જે સમગ્ર રાજ્યનું કુલ 50% થઈ જાય છે.આની ઉપરાંત ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાત મળીને કુલ 10,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

તલનો પાક દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો લેતા નથી. કારણ કે, એમને હવામાન અનુકૂળ આવતું નથી. રાજ્યણા કૃષિ વિભાગે એવો અંદાજ તૈયાર કર્યો છે કે, તલનો પાક કુલ 1.48 લાખ હેક્ટર વિસ્તારમાં થવાનો છે. જો કે, આ અંદાજ કરતાં વધારે વાવેતર કરવામાં આવ્યું છે. વાવેતર ધારણા મુજબ થયું છે પણ તલનું ઉત્પાદન કુલ 97.62 લાખ મેટ્રીક ટન થવાની સંભાવના રહેલી છે. કારણ કે, અતિભારે વરસાદને લીધે ઘણાં વિસ્તારોમાં તલનાં પાકને થોડું નુકશાન થયું છે.

કૃષિ વિભાગનાં એક અધિકારીએ જણાવતાં કહ્યું હતું કે, રાજ્યમાં માત્ર 1 હેક્ટરે અંદાજે કુલ 659 કિગ્રા તલ થાય છે. મગફળી માત્ર 1 હેક્ટરે કુલ 2637 કિલો પાકે છે. આ બન્ને પાકના બિજમાંથી કુલ 50%  તેલ નિકળે છે. સમગ્ર ભારતમાં ગુજરાતમાં સૌથી વધારે તલનો પાક લેવામાં આવે છે.રાજ્યમાં ચોમાસુ, ઉનાળું તથા દક્ષિણ ભારતમાં એનો પાક શિયાળાની ઋતુમાં લેવામાં આવે છે.

તલ લગભગ તમામ રાજ્યોમાં થાય છે પણ ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક તથા મધ્ય પ્રદેશમાં ખુબ વધુ પાકે છે. ભારત વિશ્વમાં તલની સૌથી વધારે નિકાસ કરતો દેશ છે. વિશ્વમાં ભારત પહેલાં સ્થાન પર છે, ઉત્પાદનમાં મેક્સિકો, ચીન તથા અફઘાનિસ્તાન આગળ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post