જાણો કેવી રીતે આ ખેડૂત 10 વીઘામાંથી લઇ લે છે 12 લાખની ચોખ્ખી આવક?

જંગલ વિસ્તારમાં વગર માવજતે ઉગતા સીતાફળ એ ઓછા પાણીએ સારી આવક આપતા બાગાયતી પાક છે. ચાલુ વર્ષે પરંપરાગત રૂટિન પાકમાં ખેડૂતોને થતી સમસ્યાઓ જોતાં ખેડૂતો બાગાયતી ખેત બાજુ વળે તે સ્વાભાવિક છે. ગુજરાત રાજ્યમાં દાડમ, સીતાફળ, જામફળ જેવાં પાકની ખેતી પણ વધુ થાય છે.
સીતાફળ જોયા બાદ મોમાં પાણી આવે તે સ્વાભાવિક છે. મોટાભાગે સીતાફળમાં વીણી કર્યા બાદ ગ્રેડિંગ કરીને 3 વકલમાં બજારમાં વેચાણ થતું હોય છે. તે સમયે આ સીતાફળનું ઉત્પાદન લેવામાં સફળતા મળી છે. જેતપુર તાલુકાનાં વિરપુર ગામનાં મનસુખભાઈ કેશવભાઈ દુધાત્રાએ. તેઓ છેલ્લા 23 વર્ષથી 10 વીઘામાં પરંપરાગત સીતાફળીનાં બગીચામાંથી વર્ષે લાખો રૂપિયાની આવક કરે છે. એમની સાથે છેલ્લા 15 વર્ષથી એમનાં દિકરા કેતનભાઈ જોડાયા છે. તેમજ અત્યારે આધુનિક વેરાયટીનાં સીતાફળીનાં 900 રોપાનું વેતર પણ કરવામાં આવ્યું છે.
આ પ્રગતિશીલ ખેડૂતોએ કુલ 1300 રોપાનું 20 ફૂટ બાય 20 ફૂટે વાવેતર કરવામાં આવ્યું છે. ચાલુ ઋતુમાં સારી માવજતથી થડદીઠ 35 થી 38 kg ઉત્પાદન લીધું છે. સીતાફળમાં ઊંચી કિંમત 80 રૃપિયા તેમજ નીચામાં 30 રૃપિયે kg વેચાણ કરવામાં આવ્યું છે. એવરેજ 38 થી 40 રૃપિયા પ્રતિ kg સીતાફળનું વેચાણ થઇ ગયું છે. બજારમાં મોટા સીતાફળની માંગ વધારે રહેતી હોય તેઓએ 2 વર્ષ અગાઉ હાઈબ્રીડ વેરાયટીનાં 1 kg સીતાફળીનું પણ વાવેતર કરવામાં આવ્યું છે.
મનસુખભાઈએ વર્ષો અગાઉ જામફળ, લીંબુ, ચીકુ જેવાં ઝાડ લગાવ્યા હતા. એમાં વચ્ચે અમુક સમય માટે સીતાફળી રાખવા માટેનું નક્કી કર્યું. પણ સીતાફળમાં સારી કમાણી થતાં દરેક ઝાડ કાઢી નાંખ્યા હતા. અત્યારે એમનાં પુત્ર કેતનભાઈ ખેતી સંભાળી બગીચાનું નવીનીકરણ કરે છે. નવું વાવેતર કરવામાં આવેલ ઝાડમાં વચ્ચેનાં ભાગમાં આંતરપાક તરીકે હળદરનું વાવેતર કરીને વધારાની આવક લીધી છે. આની સાથે સીતાફળીનાં નવા રોપા તૈયાર કરવા નર્સરી પણ બનાવવામાં આવી છે. પ્રતિ વર્ષે વાડીમાં ઉનાળાની ઋતુમાં દેશી ખાતર ભરે છે. એ બાદ શેઢા પાળા ઉપર મિલિબગ માટે દવા છંટકાવ કરે છે. વરસાદ બાદ બિવેરિયા અને વર્ટિસિલિયમ લેકાની પાઉડર આપે છે. સીંગલ સુપર ખાતર 1 વીઘે 1 થેલી આપવામાં આવ્યું છે. તો બોરોનનો સ્પ્રે કરવાથી સીતાફળનું ફળ ગોળ આકાર પકડે છે.
આ ઉપરાંત પાકની જરૃરિયાત અનુસાર વોટરસોલ્યુબલ ખાતરો ડ્રિપમાં આપે છે. દર 15 દિવસે જીવામૃત આપવા સિવાય ઝાડ પર મિલિબગ માટે લીંબુ, આદું, મરચાં, ફુદીનો ભેળવીને સ્પ્રે કરી ફળને બચાવે છે. ફ્લાવરિંગ બાદ 3 માસે ફળ તૈયાર થાય છે. ત્યાર બાદ સીતાફળનું વેચાણ ગોંડલ માર્કેટમાં કરવામાં આવે છે. સીતાફળીમાં વર્ષમાં મજૂરી, ખાતર દવા બધું મળીને 10 વીઘામાં 1.50 લાખ રૂપિયા જેટલો ખર્ચ આવ્યો છે. તેની સામે 12થી 13 લાખ રૃપિયા જેટલી સીતાફળની કિંમત પ્રમાણે આવક રહે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…