છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ક્યા અને કેટલો પડ્યો વરસાદ- જાણો તમામ અપડેટ્સ

Share post

થોડાં દિવસ પહેલાં સૌરાષ્ટ્ર તેમજ રાજ્યમાં આવેલ અતિભારે વરસાદને કારણે ઘણી નદીઓમાં નવાં નીરનું આગમન થયું છે. આની સાથે જ ઘણી નદીઓમાં ઘોડાપુર પણ આવ્યું છે તેમજ તમામ ચેકડેમો ઓવરફલો પણ થઈ ચુક્યા છે. સમગ્ર રાજ્યમાં હાલમાં મેઘરાજાએ થોડા દિવસથી વિરામ લીધો છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું, કે કુલ 2-3 દિવસ બાદ એટલે કે 29 ઓગસ્ટ બાદ રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લીધે અતિભારે વરસાદ પડશે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પડેલ વરસાદની વાત કરીએ તો કુલ 111 તાલુકામાં સારો એવો વરસાદ નોંધાયો છે.

સૌથી વધારે કલ્યાણપુરમાં કુલ 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ખંભાળીયા તેમજ ખેરાલુમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. કચ્છ તથા ગાંધીધામમાં કુલ 1 ઈંચ વરસાદ પડ્યો છે તથા કુલ 14 તાલુકામાં અડધાથી કુલ 1 ઈંચ વરસાદ પડ્યો છે.રાજ્યમાં અતિભારે વરસાદને લીધે રાજ્યનો જીવાદોરી ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 130 મીટરથી પણ ઉપર ચાલી ગઈ છે.

ઉપરવાસમાં અતિભારે વરસાદ પડવાને લીધે ત્યાંથી 1,02,885 ક્યુસેક પાણીની આવક નર્મદા ડેમમાં થઈ છે. જેને લીધે રિવર બેડ પાવર હાઉસનાં કુલ 5 યુનિટ શરૂ કરવામાં આવ્યાં છે. ડેમમાંથી કુલ 35,174 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી વધતાંની સાથે જ વીજમથક ફરી ધમધમતું થયું છે.

કુલ 1,200 મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસનાં કુલ 5 યુનિટ શરૂ કરવામાં આવ્યા છે. વીજમથકો ચાલતાં નર્મદા નદીમાં કુલ 35,174 ક્યુસેક પાણી ઠલવાતાં નર્મદા નદીનું મુખ્ય વહેણ બન્ને કાંઠે વહી રહ્યું છે. નર્મદા ડેમની જળસપાટી કુલ 130 મીટર પાર કરી ગઈ છે. ડેમનાં ગેટ લાગ્યા પછી ડેમને કુલ 138.68 મીટર સુધી ભરી શકાય છે.

હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરતાં જણાવતાં કહ્યું છે, કે 29 ઓગસ્ટનાં રોજ બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને લીધે રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાયેલો રહેશે. જેને લીધે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પણ પડશે પણ 29 ઓગસ્ટ અગાઉનાં કુલ 3 દિવસ સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં 29 ઓગસ્ટનાં રોજ અતિભારે વરસાદ પડશે. જ્યારે દાદરાનગર હવેલી, સુરત, નવસારી વલસાડ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત ઘણાં શહેરમાં હળવો વરસાદ રહેશે.અહી ઉલ્લેખનીય છે, કે અગાઉ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, કે રાજ્યમાં કુલ 3 દિવસ વરસાદથી વિરામ મળશે પણ કુલ 3 દિવસ પછી પુન: વરસાદનું જોર વધવાની શક્યતા હવામાન વિભાગે કરી છે.

રાજ્યમાં ફરી 29 ઓગસ્ટનાં રોજ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ ઉત્તર ગુજરાત, કચ્છમાં અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 108% વરસાદ નોંધાયો છે.રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ કુલ 107.61% વરસાદ નોંધાયો છે.

જેમાં સૌથી વધારે કચ્છ ઝોનમાં કુલ 219.28%, સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ 141.53%, ઉત્તર ગુજરાતમાં કુલ 94.97%, દક્ષિણ ગુજરાત ઝોનમાં કુલ 92.68% તેમજ પૂર્વ મધ્ય ઝોનમાં કુલ 80.58% સરેરાશ વરસાદ નોંધાયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post