પશુઓમાં થતા કાળીયા તાવના લક્ષણો અને તેનો સંપૂર્ણ ઉપચાર- જાણો અહીં

Share post

હાલમાં પશુપાલનનાં વ્યવસાયમાં ગામડામાં ઘણો વધારો નોંધાયો છે, પરંતુ અમુકવાર પશુઓ પણ બીમાર પડતાં હોય છે. જેને કારણે અમુક દુધાળા પશુઓ દૂધ પણ આપતાં નથી. નમસ્તે ! ખેડૂત મિત્રો આજે આપણે પશુમાં જોવાં મળતાં કાળીયા તાવની વિશે જણાવીશું. જેને અંગ્રેજીમાં ‘એંથ્રેક્સ’ પણ કહેવામાં આવે છે.

આ રોગ એ અત્યંત ચેપી રોગ છે. જે દુધાળા પશુ એટલે કે ગાય, ભેંસ, ઘેટા, બકરા વગેરેમાં જોવા મળતો રોગ છે. વાતાવરણમાં પરિવર્તન કે બદલાવ આવે ત્યારે આ રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને તો નવેમ્બર થી જાન્યુઆરી માસ દરમિયાન ચરિયાણ દરમિયાન પરિપક્વ પાકું ઘાસ ખાતાં તેનાં જડિયા મોમાં વાગતાં હોય છે.

જેનાં કારણે મામા ઉજરડા તેમજ ચાંદા પણ પડતાં હોય છે, જેને પશુઓ ખાઈ જતાં હોય છે. શરીરમાં તેનો પ્રવેશ થવાથી આ જંતુ શરીરમાં કાતિલ ઝેર પણ ઉત્પન્ન કરે છે. આની અસર પામેલ પશુ માત્ર 2-3 કલાકમાં જ મૃત્યુ પણ પામતું હોય છે.

લક્ષણો :
પશુમાં આ રોગ જોવાં મળતાં જ પશુ સાવ શાંત પડી જતું હોય છે, તો ઘણીવાર ઉશ્કેરાટ પણ અનુભવતું હોય છે. કુલ 107 ફેરનહીટ જેટલું શરીરનું તાપમાન પણ જોવાં મળતું હોય છે. પશુઓનાં શ્વાસ લેવાંની ગતિ પણ વધી જતી હોય છે તેમજ આંખો પણ ખૂબ લાલ થઈ જતી હોય છે.

શરીરનાં કુદરતી દ્વારમાંથી લોહીનો સ્ત્રાવ પણ જોવાં મળતો હોય છે. પશુનાં દૂધમાં એકાએક ઘટાડો પણ જોવાં મળતો હોય છે. દૂધમાં લીલાશ તેમજ પીળાશ પણ જોવાં મળે છે. ઘણીવાર તો પશુને ઝાડા પણ થઈ જાય છે. જીભ તેમજ ગળામાં અથવા તો બંને પગની વચ્ચેના ભાગમાં એટલે કે યોનિના ભાગમાં સોજો પણ આવતો હોય છે. ગાભણ પશુ તરવાઈ જાય અને મૃત્યુ પણ પામે છે.

ઉપાય :
આ રોગચાળા દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારમાં રસીકરણ કરાવવું જોઈએ. જ્યાં આ રોગ થયેલો હોય ત્યાં કુલ 3 વર્ષ સુધી સતત રસીકરણ પણ કરાવવું જોઈએ. આ રોગ માણસોમાં પણ થઈ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post