સમાજનો ડર: છોકરીએ પ્રેમલગ્ન કર્યા તો પરિવારે કરી સામૂહિક આત્મહત્યા

Share post

મહારાષ્ટ્રમાં 24 વર્ષની છોકરીએ અન્ય સમાજના છોકરા સાથે લગ્ન કર્યા તો છોકરીના માતા-પિતા અને ભાઇએ એવું પગલું ભર્યું કે આખો વિસ્તાર અચંબામાં પડી ગયો. છોકરીના માતા પિતા અને ભાઈ એક એક સાથે કુવામાં કૂદી જીવ આપી દીધો. આ ઘટના ગઢચિરોલી જિલ્લાની છે.

ગઢચિરોલી શહેરમાં રવિન્દ્ર વરગંટીવરની દિકરીને અન્ય જાતિના છોકરા સાથે પ્રેમ સંબંધ હતો. છોકરીએ તેના માતા-પિતાને કહ્યું કે તે પ્રેમી છોકરા સાથે જ લગ્ન કરવા માગે છે. પરિવારજનોને આ પ્રેમ લગ્ન મંજૂર ન હતા તો સાફ ના પાડી દીધી.

ત્યારબાદ દીકરી પ્રેમ વિવાહ જ કરવાની વાત કહેતા શનિવારે ઘરેથી નીકળી ગઈ. રવિવારે તીર્થક્ષેત્ર મર્કાંડા દેવ મંદિરમાં તેણે લગ્ન કરી લીધા.તેના લગ્ન બાદ પરિવારજનો ખુબ દુઃખી થયા. પરિવારના અન્ય લોકોએ તેમને સમજાવ્યા બાદ પણ વરગંટીવાર પરિવાર ખૂબ માનસિક તણાવમાં આવી ગયો.તેને લઈને પરિવારના ત્રણેય સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો.

સોમવારે બપોરે 12 થી 1 વાગ્યા વચ્ચે આનંદ નગર પરિસરની ખુલ્લી જગ્યાના કુવા પાસે પહોંચ્યા.ત્યાં તેઓ પોતાની પાસે રહેલા સામાનને કુવાના કિનારે કાઢી ત્રણેય એક સાથે કુવામાં કૂદી ગયા.

ઘટનાની જાણકારી શહેરમાં ફેલાતાં જ નાગરિકોની ઘટના સ્થળ ઉપર ભીડ જમા થઈ ગઈ. પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણેય લાશને કુવામાંથી બહાર કાઢી. મૃતકોના નામ રવિન્દ્ર નાગોરાવ વરગંટીવાર (50),વૈશાલી રવિન્દ્ર વરગંટીવાર(43) તેમજ સાઈરામ રવિન્દ્ર વરગંટીવાર છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post