ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસથી પાકિસ્તાનમાં ઈમરાનને સતાવી રહ્યો છે આ વાતનો ડર

Share post

પુલવામામાં સીઆરપીએફનાં જવાનો પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે જે એર સ્ટ્રાઇક કરી હતી, તેનાથી પાકિસ્તાન આજે પણ ડરેલું છે. પાકિસ્તાનને એ વાતનો અત્યારે પણ ડર છે કે ભારત આતંકવાદીઓની વિરુદ્ધ બાલાકોટ એર સ્ટ્રાઇક જેવી મોટી કાર્યવાહી કરી શકે છે. ત્યારે પાકિસ્તાન ફરી એકવાર તણાવમાં છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને ફરી એકવાર ભારતથી ડર લાગી રહ્યો છે. પાકિસ્તાનને લાગે છે કે ભારત તેના વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી શકે છે. જાણો પાકિસ્તાન કેમ ફરીથી ડરેલું છે.

ભારત કોઈ કાર્યવાહી કરી શકે છે

પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા એવા આયશા ફારુકીએ કહ્યું કે,‘ઇમરાનખાન સરકારને આ મુદ્દે ડર લાગી રહ્યો છે. જોકે તેનું મુખ્ય કારણ ન બતાવ્યું. ફારુકીએ કહ્યું કે, ‘તૂર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ અદોંગન પાકિસ્તાનની મુલાકાતે છે. આ દરમિયાન ભારત કોઈ કાર્યવાહી કરી શકે છે.’

જો ભારત કોઈ કાર્યવાહી કરશે, તો…

પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ બાબતે ધમકી પણ આપી દીધી. ફારુકીએ કહ્યું કે, ‘જો ભારત કોઈ કાર્યવાહી કરશે, તો પાકિસ્તાન  તેનો જવાબ આપશે.’ તેમણે એમ પણ કહ્યું કે ‘તુર્કી કશ્મીર મુદ્દે પાકિસ્તાનનાં સમર્થનમાં છે જે ભાજપને હજમ નથી થઈ રહ્યું. ’

ક્યાંક ભારત તેના પર કોઈ મોટી કાર્યવાહી ન કરે

તે ઉપરાંત આયેશાએ કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને 1.8 અબજ ડોલરમાં એર ડિફેન્સ સિસ્ટમ વેચવાને મંજૂરી આપી દીધી છે. જેનાથી દક્ષિણ એશિયામાં હથિયારોની હોડ શરૂ થઈ શકે છે. ’જોકે આ ડીલનાં કારણે પણ પાકિસ્તાનને ડર લાગી રહ્યો છે કે ક્યાંક ભારત તેના પર કોઈ મોટી કાર્યવાહી ન કરી દે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post