પંખાનો વીજ વાયર પતરાને અડી જતાં ખેડૂત પિતા, પુત્ર અને પુત્રી ત્રણેયના ઘટનાસ્થળે જ મોત

Share post

ગુજરાતમાં આવેલ બગસરા તાલુકાના સુડાવડ ગામની સીમમા વાડીમા જ રહી ભાગવી ખેતી કરતા મધ્યપ્રદેશના ખેત મજુર પરિવારના ફરજામા પંખાનાે વાયર પતરાને અડી જતા વિજશોક લાગવાથી પિતા અને તેના માસુમ પુત્ર પુત્રીનુ ઘટના સ્થળે જ માેત થયુ હતુ. એકસાથે ત્રણના મોતથી મજુર પરિવાર પર જાણે આભ તુટી પડયુ હતુ. વિજશોકથી પિતા અને તેના પુત્ર પુત્રીના મોતની આ ઘટના બગસરા તાલુકાના સુડાવડ ગામની સીમમા બની હતી. સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર, અહીના ફુલાભાઇ રાઘવભાઇ ગજેરાની વાડીમા મુળ મધ્યપ્રદેશના રાજુ કુવરશી બાંભણીયા નામનો યુવાન ભાગવી ખેતીનુ કામ કરતો હતો અને પરિવાર સાથે વાડીમા જ રહેતો હતો. આ મજુર પરિવારને રહેવા માટે વાડી માલિકે પતરાનો ફરજો બનાવી આપ્યો હતો. અને આગળની તરફ જાળી પણ બનાવી દીધી હતી જેથી પશુઓ હેરાન ન કરી શકે.

ફરજામા છત પર પંખો પણ લગાડવામાં આવ્યો હતો. આ પંખાનો વાયર કોઇ રીતે તુટીને પતરાના બનેલા ફરજાને અડી ગયો હતો જેના કારણે પતરામા વિજશોક વહેતો થઇ ગયો હતો. આજે બપોરના સમયે રાજુ કુવરશી ઉપરાંત તેની બે વર્ષની પુત્રી રવિના અને ચાર વર્ષનાે પુત્ર જીજ્ઞેશ પતરાને અડી જતા ત્રણેયને વિજશોક લાગતા ઘટના સ્થળે જ તેનુ મોત થયુ છે. ઘટનાની જાણ થતા વાડી માલિક અને આસપાસના લોકો અહી દોડી આવ્યા હતા. અને મૃતક ત્રણેયની લાશને પોસ્ટમોર્ટમ માટે બગસરાના સરકારી દવાખાને લઈ જવામાં આવી હતી. હાલમા ખેતીની સિઝન ચાલી રહી છે તેવા સમયે અચાનક ખેતમજુર પરિવારના ત્રણ-ત્રણ લોકોના મોત થઇ જતા નાના એવા સુડાવડ ગામમા શોકની લાગણી ફરી વળી હતી. બનાવની જાણ થતા ખેડૂત આગેવાનો પણ બગસરા હાેસ્પિટલે દોડી ગયા હતા.

બગસરાના હામાપુરમાં પણ એક સપ્તાહ પહેલા ચાર ખેડૂતાેના માેત થયા હતા

બગસરા પંથકમા ખેડૂત પરિવાર સાથે એક સપ્તાહમા આ બીજી મોટી દુર્ઘટના બની હતી હજુ ગત સપ્તાહે જ બગસરાના હામાપુરના ખેડૂત પરિવાર બળદગાડુ લઇ વાડીએથી ઘરે જતા હતા ત્યારે નહેરાના પુરમા બળદગાડુ તણાતા ખેડૂત પરિવારના ચાર લોકોના મોત થયા હતા.

ખેડૂત પરિવાર માટે દુ:ખદ ઘટના: સરપંચ

સુડાવડના સરપંચ ચતુરભાઇ હિરપરાએ જણાવ્યું હતુ કે, બે સંતાનો સાથે પિતાના માેતની આ ઘટના ખેડૂત પરિવાર અને ખેતમજુર પરીવાર માટે ખુબ જ દુ:ખદ ઘટના છે. જયારે પુર્વ ધારાસભ્ય મનસુખભાઇ ભુવાએ જણાવ્યું હતુ કે, વાડી માલિકે ખેત મજુરને રહેવા માટે સારી સગવડતા આપી હતી પરંતુ દુર્ભાગ્યે આ ઘટના બની ગઇ હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post