સસરા હોય તો આવા! ઘરની લક્ષ્મી સમાન પુત્રવધુને ભેટમાં એવી વસ્તુ આપી કે, લગ્નમાં હાજર તમામ લોકો મંત્રમુગ્ધ થઈ ગયાં

Share post

સમાજમાં સતત વધતા જઈ રહેલ દહેજના અભિશાપને ખતમ કરવાની જરૂર રહેલી છે ત્યારે આ વાતને લઈ એક પ્રેરણાદાયિ કિસ્સો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ઉત્તરપ્રદેશમાં આવેલ કાનપુરના ભૌંતીની બિઝનેસમેનના દિકરાના લગ્નની છે. જ્યાં આ બિઝનેસમેને પોતાના દિકરાના લગ્નમાં દહેજ તો નથી લીધુ પરંતુ વિદાયના સમયે એમણે પોતાની પુત્રવધુને ભેટ તરીકે શાનદાર આલિશાન લક્ઝૂરિયસ કાર ભેંટમાં આપી હતી.

જેથી ત્યાં હાજર તમામ લોકો આશ્વર્યચકિત થઈ ગયાં હતાં. તેમણે આ ભેટ આપતા સમયે કહ્યું હતું કે, સંસ્કારી વહુની આગળ દુનિયાની બધી સંપતિ ફિક્કી લાગે છે. તો વળી સાસરિયા પક્ષનો આટલો પ્રેમ જોઈને વહુ પણ ખુબ ભાવુક થઈ ગઈ હતી. તેણે જણાવ્યું હતું કે, ભગવાન આવુ સાસરીયુ તમામ દિકરીઓને આપે. ભૌંતી ગામનાં રહેવાસી અર્પણ કુમાર ત્રિવેદી ગન હાઉસના માલિક પણ છે.

તેમણે પોતાના એન્જિનીયર દિકરા આદર્શરાજના લગ્ન એક ખેડૂત ચંદ્રમોહનની દિકરી અંજલિ ત્રિવેદીની સાથે નક્કી કર્યા હતા. મંગળવારે સાકેત નગરમાં આવેલ ગહોઈ ભવનમાં ધામધૂમથી લગ્ન કર્યાં હતા. બુધવારની સવારમાં દુલ્હનની વિદાય એક શાનદાર આલિશાન ગાડીમાં થઈ હતી. ત્યારપછી અર્પણ કુમારે પોતાની પુત્રવધુને આ ગાડીની ચાવી ભેટમાં આપીને આશિર્વાદ આપ્યા હતા.

આવું જોઈને ત્યાં હાજર તમામ લોકો વિચારવા લાગ્યા હતા. લોકોએ જ્યારે પૂછ્યુ તો તેમણે કહ્યું હતું કે, મારા માટે વહુથી વધુ કોઈ દહેજ જોઈતું નથી, સારી વહુ ખુદ લક્ષ્મીના રૂપ હોય છે. તેઓ પોતાની વહુ તેમજ તેના પરિવારને પહેલેથી જ ઓળખે છે. અમારી વહુ ખૂબ જ સંસ્કારી છે. તેની આગળ દુનીયાની તમામ દોલત ફિક્કી લાગે છે. આમ, આ ઘટના તમામ લોકોની માટે ખુબ પ્રેરણારૂપ બની છે

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post