આ પદ્ધતિથી માટી વગર ખેતી કરો- સમય અને ખર્ચ બચશે

આધુનિક ખેતી માં નવા નવા પ્રયોગો થતા રહે છે. આઈએમએ નું ભણતર પૂરું કરી ગુરુગ્રામ હરિયાણા નો એક યુવક શિવેન્દ્ર સિંહ આ સમયે ચાર રાજ્યોમાં માટી વગર 28 રીતે ઓર્ગેનિક ખેતી કરી રહ્યો છે. આ ખેતીની ખાસ વિશેષતા એ છે કે વિપરીત વાતાવરણમાં પણ પાકને નુકસાન થતું નથી. માટી વગર છોડવા ઉગાડવાની આ પ્રક્રિયાને હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે.
હાઇડ્રોપોનિક્સ આ ટેકનિકનો પશ્ચિમી દેશોમાં ખેતીમાં ખૂબ જ મોટા પાયે ઉપયોગ થાય છે. હવે આપણી રાજધાની દિલ્હીમાં શિવેન્દ્ર સિંહ નો સ્ટાર્ટઅપ વગર માટે ફક્ત પાણીથી જ છોડવા ઉગાડે છે. કંપની ગ્રાહક ને વર્ષ આખું વગર રસાયણ અને પેસ્ટીસાઈડ ની શાકભાજીઓ ઉપલબ્ધ કરાવે છે.
આ શાકભાજી પર વાતાવરણ પર થતા બદલાવોને કોઈપણ જાતની અસર પડતી નથી. વર્તમાનમાં બાર્ટન બ્રિજ સ્ટાર્ટઅપ 28 પ્રકારની શાકભાજીઓ આખા ભારતભરમાં ઉગાડી રહ્યા છે. તેમાં ખાવાલાયક ફૂલ,આઠ પ્રકારના બેલ પેપર,પાંદડાવાળી શાકભાજીઓ,લસણ,ટામેટા વગેરેનો સમાવેશ થાય છે.
નવાઈની વાત તો એ છે કે અત્યારે રાજસ્થાન જેવા ગરમ પ્રદેશમાં પણ આ પદ્ધતિનો ઉપયોગ કરીને સરળતાથી ખેતી થઈ શકે છે.
સામાન્ય રીતે ઝાડવાને છોડવા જમીન પર ઉગે છે. એવું મનાય છે કે એક વૃક્ષના ઉગવા માટે ખાતર,માટી,પાણી અને સૂર્યપ્રકાશની જરૂર પડે છે પરંતુ આ પદ્ધતિમાં ફક્ત પાણી,પોષક તત્વો અને સૂર્યપ્રકાશ ની જરૂર પડે છે. જો માટી વગર જ છોડવાને પોષક તત્વો ઉપલબ્ધ કરાવો તો માટી વગર પણ ફક્ત પાણી અને સૂર્ય પ્રકાશને સહારે સારી એવી ખેતી થઈ શકે છે. વધતાં જતાં શહેરીકરણ અને વસ્તીને કારણે જાળવવા તેમજ ખેતીલાયક જમીન નો અભાવ જોવા મળે છે, આવામાં આ ખેતીની પદ્ધતિ વરદાનરૂપ છે.
ફ્લેટ અથવા તો ઘરમાં પણ વગર માટીએ છોડવા અને શાકભાજી વગેરે ઉગાડી શકાય છે. આ પદ્ધતિમાં છોડવાને 15 થી 30 ડીગ્રી તાપમાન પર લગભગ ૮૦ થી ૮૫ ટકા આદ્રતા ઉગાડવામાં આવે છે. ગોવામાં ચારો ઉગાડવા માટે જમીન ની કમી છે તો આ પદ્ધતિથી પશુઓ માટે ચારો ઉગાડી શકાય છે.
આ પદ્ધતિથી ઘરમાં ખેતી કરવાના ઘણા બધા ફાયદા છે. આ પદ્ધતિમાં ખર્ચ ખૂબ જ ઓછો થાય છે. આ પદ્ધતિમાં છોડવાને આવશ્યક પોષક તત્વો ની પૂર્તિ કરવા આવશ્યક ખનીજો પાણીમાં ઘોળી તેમના ટીપાઓ મહિનામાં ફક્ત એક કે બે વાર જ નાખવાના હોય છે. પરંપરાગત ખેતી કરતા આ પદ્ધતિમાં પાણીનો ફક્ત ૨૦ ટકા ભાગ જ વપરાશમાં લેવાય છે. આ પદ્ધતિથી ઉગાડેલા છોડવા અને શાકભાજી અને માટી સાથે કોઈપણ પ્રકારનો સંબંધ નથી તેથી તે ખાવાથી બિમારી થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે અને કીટનાશકોનો ઉપયોગ કરવો પડતો નથી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…