ખેડૂતો માટે ખુબ જ ફાયદાકારક છે જમીન વગર થતી ખેતી- ચાલુ કરશો તો મળશે સારી સફળતા

Share post

હાલમાં સમગ્ર રાજ્યમાં વિવિધ પાકની તેમજ ફળોની ખેતી કરવામાં આવે છે. ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ખેડૂતો ખેતીમાંથી બમણી તેમજ લાખો રૂપિયાની આવક પણ મેળવી રહ્યા છે. ભારત સહિત સમગ્ર દુનિયામાં ઔદ્યોગિકરણ તથા વધતી જતી વસ્તીને લીધે જમીનનો વિસ્તાર સંકોચાઈ રહ્યો છે.

એવા સમયમાં ખેતીને માટે ઉપયોગી જમીન પણ આજે એક સમસ્યારૂપ બની ગઈ છે. આ સમસ્યાને દૂર કરવા માટે છત્તીસગઢમાં આવેલ રાયપુરના એગ્રીકલ્ચર વૈજ્ઞાનિકોએ એક સારો એવો વિકલ્પ શોધી કાઢ્યો છે. આ વૈજ્ઞાનિકોએ લાકડાનો વહેર જેવી સામગ્રીનો ઉપયોગ કરીને હાઈડ્રોપોનિક્સ એટલે કે માટી વગર જરૂરી તત્વોની સાથે ખેતી કરવાની એક ખાસ સિસ્ટમની મદદથી ટામેટા તેમજ કાકડીની ખેતી કરી છે.

હાઇડ્રોપોનીક્સ પદ્ધતિ રાયપુરમાં આવેલી ઈન્દીરા ગાંધી કૃષિ વિશ્વ વિદ્યાલયના વૈજ્ઞાનિકોએ ખેતી કરવા માટે હાઇડ્રોપોનીક્સ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. વૈજ્ઞાનિકોના મત અનુસાર હાઇડ્રોપોનીક્સ પદ્ધતિમાં ખરાબ થયેલ તેમજ ઉજ્જડ જમીન માટેનો ઉપયોગ પણ કરી શકાય છે.

આ પદ્ધતિમાં ફળ-ફૂલ તેમજ શાકભાજી ઉગાડવાં માટે માટેની જરૂરિયાત ખૂબ જ ઓછી રહે છે. આ પદ્ધતિમાં રેતીથી અનાજનું પહોંચવું તેમજ લાકડાનો ઉપયોગ કરીને સારું એવું વાવેતર પણ કરી શકાય છે. જમીનના અભાવને આ પદ્ધતિનો ઉપયોગ કરીને હવામાં પણ શાકભાજી ઉગાડી શકાય છે.

વૈજ્ઞાનિકોએ હાઇડ્રોપોનીક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને હવામાં ફુલ કોથમીર તેમજ પાલક પણ ઉગાડી છે. સૌ પ્રથમ તો આ પદ્ધતિમાં લાકડાંના વહેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પણ તે ખૂબ મોંઘા પડતા તેમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પદ્ધતિથી વાવેતર કરવામાં આવેલ ટામેટા કુલ 15 ફૂટ સુધી પહોંચ્યા છે તેમજ તે માત્ર એક વર્ષમાં કુલ 10 મહિના સુધી પાક આપશે.

ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વ વિદ્યાલયનાં કુલપતિ ડૉ. એસ.કે.પટેલ જણાવતાં કહે છે, કે તેને માટે આ લોકોની જેમ જ એરોપ્લેન રીમીક્ષ પદ્ધતિ ખૂબ જ લાભદાયક છે. આ પદ્ધતિનો ઉપયોગ કરીને સારી ગુણવત્તાવાળી ખેતી પણ કરી શકાય છે. ઇઝરાયેલ જેવા દેશમાં આ પ્રયોગ ખૂબ જ સફળ રહ્યો છે. આ લોકોની ખેતીમાં શિમલાના સેન્ટ્રલ પોટેટો ઇન્સ્ટિટ્યૂટમાં બટાકા ઉગાડવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકોનાં મત પ્રમાણે ઘરમાં ખેતી કરવાં માટે આ પદ્ધતિ વધુ ઉપયોગી બને છે.

માટી :
ખડકો  ટુકડા થઈને એમાં ભૌતિક તેમજ રાસાયણિક પરિવર્તન આવીને જે તત્વો બનાવે છે એને માટી  કહેવામાં આવે છે. માટીનું નું વર્ગીકરણ દેશમાં કુલ 5  પ્રકારે કરવામાં આવ્યું હતું. કાપવાળી માટી, લાલ માટી, કાળી માટી તેમજ ભૂખરી માટી, લાલ માટી. વૈજ્ઞાનિકો એ પણ દાવો કર્યો છે, કે રેતાળ જમીનમાં ભરપૂર પ્રમાણમાં ન્યુટ્રીશન આપવામાં આવે તો તે વધુ ઉત્સાહિત બનતી હોય છે, છતાં જમીન ન આપવામાં આવતાં ઘણી પ્રકારના જમીનની સાથે ચોંટી જતા નથી તેમજ એને છોડ શોષી લે છે. જેના કારણે છોડ વધારે ઉત્પાદન આપે છે.

હાઈડ્રોપોનિક્સ એટલે શું ?
માટી વગર પોષક તત્વોવાળા પાણી વડે ઉગાડવામાં આવતો ચારો તે સામાન્ય રીતે જવારા તરીકે ઓળખવામાં આવે છે. પરદેશમાં હાઈડ્રોપોનિક પ્રયોગ દોઢસોથી બસ્સો વર્ષથી થતાં આવ્યા છે. ભારત દેશમાં પણ કંઈક નવું કરવા ઇચ્છુક પ્રગતિશીલ ખેડૂતો હાઇડ્રોપોનીક્સ પદ્ધતિનો પ્રયોગ કરી રહ્યા છે પણ ખૂબ જૂજ પ્રમાણમાં સફળ થયા છે.

હાઈડ્રોપોનિક્સ ફાર્મિંગ :
હાઇડ્રોપોનીક્સ પદ્ધતિથી ઘાસ ઉગાડવાના લાભ તથા ગેરલાભ બંને રહેલા છે,પરંતુ સૌથી મોટો લાભ તો એ છે, કે ખુલ્લી જગ્યા હોય તો ફક્ત પાણીમાં છોડને જરૂરી ઘણા પોષક તત્ત્વ ઉમેરીને ઘાસચારો ઉગાડી શકાય છે. કોઈને નવાઈ લાગે કે માટીના ઘાસચારો કેવી રીતે ઉગાડવું પણ ખુબ સીધી જ વાત છે, કે જમીન તેમજ માટીમાં રહેલ પોષક તત્વો પાણીમાં દ્રાવ્ય થઈને છોડને મળે છે તથા છોડની વૃદ્ધિ તેમજ વિકાસ થતો હોય છે.

આવા પોષક તત્વો સીધેસીધા પાણી ઉમેરીને ભેળવીને પાણી છોડને આપવામાં આવે તો બધાં જ પોષક તત્વો છોડને મળી રહેતા પછી આને કારણે માટીમાં ખેતી કરતાં આ પદ્ધતિમાં પાણીની જરૂરિયાત પણ ખૂબ ઓછી રહે છે. વળી, હવે તો વીજળી વગર સૂર્યશક્તિથી ચાલતા હાઈડ્રોપોનિક એકમનો પણ વિકાસ થવાથી ઉર્જા પણ બચે છે.

આ પદ્ધતિમાં પરિણામ પણ ખૂબ જ ઝડપથી મળે છે તથા ખાંડની માત્રા પણ વધારે મળે છે તેમજ રોગનો ઉપદ્રવ પણ ઘણો ઓછો જોવાં મળે છે. આ પદ્ધતિથી ઘાસ ઉગાડવાં થી સંપૂર્ણ વર્ષ દરમિયાન પોષક મૂલ્યો એકસમાન જળવાઇ રહે છે. ડેરી ફાર્મ પર પશુઓને એક સરખા પોષક મૂલ્યવાળો લીલો ઘાસચારો મળી રહે તો દૂધના ઉત્પાદનમાં તેમજ દૂધમાં રહેલ ચરબીમાં નાટયાત્મક રીતે વધારો કે ઘટાડો જોવાં મળતો નથી.

આ પ્રકારે વિચારવાથી સંકટ હવામાનમાં બદલાવ કોઈ  પશુઓને નુકસાન થવાની સંભાવના પણ રહેતી નથી. આની માટે માનવશક્તિ તેમજ મજૂરોની જરૂરિયાત પણ ખૂબ જ ઓછી રહે છે. આ માટે ખેતરથી ડેરી ફાર્મ સુધી લાવવાનો વાહન ચાર્જની પણ કોઈ જરૂરિયાત રહેતી નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post