સચિન અને શ્વેતાએ ‘ફાર્મ ઈન ધ બોક્સ’ કોન્સેપ્ટથી શરુ કરી ખેતી, અત્યારે થઇ રહી છે અધધ કમાણી- જાણો વિગતવાર

Share post

આપણા દેશમાં ઘણાં પાકોની ખેતી કરવામાં આવે છે. હાલનાં સમયમાં ટેકનોલોજી આધારિત ખેતી કરવામાં આવતી હોય છે. કોરોના મહામારીને કારણે તમામ ધંધા ભાંગી પડતાં માત્ર ખેતી જ એક વિકલ્પ રહેલો છે, ત્યારે ઘણાં ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. હાલમાં આવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

હૈદરાબાદમાં રહેતાં સચિન તથા શ્વેતા દરબારવર કેમિકલ તેમજ પેસ્ટસાઈડ ફ્રી તાજા શાકભાજી તેમજ ફળને લોકો સુધી પહોંચાડવા માગતા હતાં. આ જ ધ્યેયથી આ કપલે હૈદરાબાદમાં ગ્રીન હાઉસની સ્થાપના પણ કરી હતી. હાલમાં બંને પોતાનાં એગ્રી સ્ટાર્ટઅપ ‘સિમ્પલી ફ્રેશ ઇન્ડિયા’ ની સાથે સફળતાથી ખુબ જ આગળ પણ વધી રહ્યા છે.

તેઓ ‘હાઇડ્રોપોનિક ટેક્નિક’ નો ઉપયોગ કરીને ખેતી કરે છે. આ ખેતીથી મળતી ખાવાંની વસ્તુ એટલી બધી શુદ્ધ હોય છે, કે તેને ધોયા વિના પણ ઉપયોગમાં લઇ શકાય છે. આ કપલ ગ્રીન હાઉસમાં સંપૂર્ણ વર્ષ દરમિયાન મેડીસિનલ પ્લાન્ટ તેમજ ખાવાની વસ્તુઓનું પણ વાવેતર કરે છે.

હાઇડ્રોપોનિક પદ્ધતિમાં માટી વિના પણ ખેતી કરી શકાય છે. આ પદ્ધતિમાં છોડ જમીનથી અંદાજે કુલ 2 ફૂટ જેટલી ઊંચાઈ સુધી વધારો થાય છે. સામાન્ય ખેતી કરતાં આ ખેતી કરવાથી પાણી તથા વીજળીની ઘણી ઓછી જરૂરીયાત પડતી હોય છે. તેઓ ગ્રીન હાઉસમાં છોડનો સારો એવો વિકાસ થાય એની માટે પંખા, એસી તેમજ કેમિકલ બેઝ્ડ કૂલિંગ સિસ્ટમનો પણ ઉપયોગ કરતાં નથી.

સચિને ફાર્મિંગની આ પદ્ધતિને શીખવાં માટે ઓસ્ટ્રેલિયામાં કુલ 3 વર્ષ પસાર કર્યા ત્યારબાદ જ તેમણે પોતાનાં ગ્રીન હાઉસની શરુઆત કરી હતી. એનાં તમામ પેકેજ પર QR કોડ પણ હોય છે. એનાંથી તમામ માહિતી પણ મળે છે. જેમ કે, એ બીજનું વાવેતર ક્યારે કરવામાં આવ્યું હતું, એનું ફાર્મિંગ ક્યારે થયું હતું તેમજ એ કેટલું જૂનું રહેલું છે.

ભારતમાં આવાં પ્રકારના પેકેજની શરુઆત વર્ષ 2013માં જ થઇ હતી. જેને કારણે હોટેલ. રેસ્ટોરન્ટ તથા કેફે જેવાં સેગમેન્ટમાં જગ્યા પણ મળી હતી.’સિમ્પલી ફ્રેશ ઇન્ડિયા’ નાં ફાઉન્ડર તથા CEO સચિને જણાવતાં કહ્યું હતું, કે અમારા ખેતરમાં તમામ જ AI પ્લેટફોર્મથી નિયત્રિત કરવામાં આવી રહ્યું છે.

જેને ‘ફાર્મ ઈન અ બોક્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ડિજિટલ સિસ્ટમથી તમામ જાણ રહે છે, કે કયા સમયે તથા કયા છોડને તેમજ કેટલી માત્રામાં ખાતરની જરૂરીયાત રહેલી છે અથવા એ જ ગણતરીથી એમને ખાતર પણ સપ્લાય થાય છે.‘ફાર્મ ઈન ધ બોક્સ’ કોન્સેપ્ટને શરૂ કરનાર આ કપલે ઘણાં લોકોનું ખુબ જ ધ્યાન પણ ખેચ્યું છે.

છેવટે એમની મહેનત રંગ પણ લાવી છે. હાલમાં તેઓ બેંગલુરુ, ચેન્નાઈ તેમજ મુંબઈની મોટી રેસ્ટોરન્ટમાં સલાડ માટે વાપરવામાં આવતાં શાકભાજી તેમજ એડિબલ ફ્લાવર્સનાં પણ સૌથી મોટા સપ્લાયર રહેલાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post