fbpx
Thu. Jun 20th, 2019

શાકભાજી ની ખેતીએ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ ની કિસ્મત બદલી નાખી, કમાય છે લાખો રૂપિયા

સિવિલ એન્જિનિયરિંગ ના ભણતરની સાથે સાથે શાકભાજીની ખેતી કરતો આ યુવક પોતાનું ભવિષ્ય બનાવી રહ્યો છે. આ યુવક ભણતરની સાથે સાથે દરરોજ ખેતરમાં જઈને ટમેટા, દુધી, કોબીજ વગેરે જેવી શાકભાજીઓનું ઉત્પાદન કરીને પરિવારને આર્થિક રીતે પણ સહાય કરે છે. આ યુવકના ખેતી કરવાના કારણે તેમના પરિવારને પણ આર્થિક સ્થિતિ સુધરતી જાય છે. દીકરાના કામથી તેના માતા-પિતા પણ ખૂબ જ ખુશ છે.

છત્તીસગઢના કાંકેર શહેરનો આ યુવક શહેરથી ૧૦ કિલોમીટર દૂર આવેલ ગામમાં વસે છે. યુવકનું નામ પપ્પુ પટેલ અને તેના પિતાનું નામ ઘનશ્યામ પટેલ છે. પપ્પુ પટેલ એન્જિનિયરિંગ ની શિક્ષા લઈ રહ્યો છે. તે એક ગામડામાંથી દરરોજ ભણતર માટે શહેર જાય છે. એન્જિનિયર બનવાનું સપનું જોતા આ યુવક પાંચ વર્ષથી પોતાના બે એકર ના ખેતરમાં ટેકનિકલ રીતે શાકભાજીની ખેતી કરી રહ્યો છે. આ યુવક ટમેટા, દુધી વગેરે જેવી શાકભાજી નું ખૂબ જ મોટા સ્તરે ઉત્પાદન કરી રહ્યો છે અને સરકારની સહાયની પણ જરૂર નથી.

પપ્પુ પટેલે અમને જણાવ્યું કે તેમનું એન્જિનિયરિંગ નું છેલ્લું વર્ષ છે. પાંચ વર્ષ પહેલા ગામમાં શાકભાજીની ખેતી જોઈને પિતા સાથે શાકભાજીની ખેતી કરવાનું શરૂ કર્યું હતું. પેલા વર્ષે ટેકનિકલ રીતે ખેતી કરવાથી ખૂબ જ લાભ થયો હતો ત્યારબાદ ડ્રિપ વિધિથી છોડવાને પાણી, ખાતર, દવા વગેરે નો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું. આ વર્ષે તેઓ લાખો રૂપિયાની શાકભાજીનું ઉત્પાદન કરી રહ્યા છે.

દીકરાના આ પગલાને કારણે તેના માતા-પિતા પણ ખૂબ જ ખુશ છે. શાકભાજીની ખેતીમાં ખૂબ જ વધારે નફો થઈ રહ્યો છે, તો પરિવારના અન્ય સભ્યોને પણ મજૂરી કરવાની જરૂર પડી રહી નથી. ખેતરમાં તૈયાર થતા શાકભાજીને વેપારીના હાથે વેચી દેવામાં આવે છે. ઓછું ઉત્પાદન થાય તો પોતે જ બજારમાં વેચવા જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…