પરદેશોમાં સારી માંગ ધરાવતો સૌથી ટૂંકા ગાળાનો પાક એટલે ‘પપૈયા’- જાણો વિગતવાર

Share post

ભારત એક કૃષિપ્રધાન દેશ છે. ભારતમાં વિવિધ ફળોની ખેતી કરવામાં આવે છે. ભારતમાં થતાં ફળોનાં પાકમાં પપૈયાનો પાક એ ખૂબ જ મહત્વનો પાક છે. ભારત દેશમાં મૂળ ઉષ્ણ કટિબંધનો આ પાક સમશીતોષ્ણ કટિબંધનાં ઘણા વિસ્તારોમાં થાય છે. આ પાકનાં ફળો ખાવામાં ખુબ જ સારા, મધુર તથા મીઠા તેમજ આરોગ્ય તથા શક્તિવર્ધક હોવાથી વિદેશોમાં પણ આની સારી એવી માંગ રહે છે તેમજ તેની ઘણી નિકાસ પણ થાય છે. આ ફળનો પાક ટૂંકા સમયગાળામાં વધુ ઊત્પાદન આપીને વધારે આર્થિક વળતર આપતો હોવાંથી ગુજરાત રાજ્યમાં પણ કેટલાક વિસ્તારમાં આ પાકનું વાવેતર કરવામાં આવે છે.

પપૈયાની ખેતી કેવી રીતે કરવી…?

રોપણી કેવી રીતે કરવી:
સામાન્ય રીતે પપૈયાનું વાવેતર તો ચોમાસાની ઋતુમાં એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવે છે. આ પાક ઘણો વધારે ઉત્પાદન આપતો હોવાથી એને ફળદ્રુપ સારા નિતારવાળી તથા વધુ સેન્દ્રીય તત્ત્વો ધરાવતી જમીનની ખૂબ જરૂરિયાત રહેતી હોય છે . વોરાડુ, બેસર તથા મધ્યમ કાળી જમીન આ પાકને માટે વધારે અનુકૂળ રહે છે.

પપૈયાનાં મૂળ પાણીમાં રહેવાંની સામે પ્રતિકારક ન હોવાં ભારે પ્રમાણમાં કાળી ચીકણી તેમજ નબળા નિતારવાળી જમીનમાં ન હોવાનાં રોગનો ભય વધુ રહે છે. જેથી આવી જમીનમાં પપૈયાની ખેતી થઈ શકતી નથી. સૌરાષ્ટ્ર જેવાં ગરમ હવામાન વિસ્તારમાં ફેબ્રુઆરી મહિનાનાં અંત સુધીમાં અથવા તો માર્ચ મહિનામાં ઉછેર કરીએ ત્યારે પિયતની હોય ત્યાં એટલે કે મે જૂન મહિનામાં ફેર રોપણી પણ કરવી. તેનાં કારણે જીવાતની સામે રક્ષણ તેમજ વધારે ઉત્પાદન મળી શકે છે.

પપૈયાને કેવું હવામાન જોઈએ :
આ પાકને સુકું હવામાન વધારે માફક આવે છે. આ પાકને વધારે ઠંડી તથા ખૂબ જ વરસાદ સહન કરી શકતો નથી. આ ફળનો પાક સમશીતોષ્ણ કટિબંધનાં ગરમ તથા ભેજવાળા આવરણમાં સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. ભારે પવનને કારણે છોડને નુકસાન થવાની સંભાવના પણ રહેતી હોય છે.

સંવર્ધન :
આ ફળની ખેતી માટે બીજથી છોડ તૈયાર કરવામાં આવતો હોય છે. આ પાક પરંપરાગત હોવાને લીધે શુદ્ધ જ બીજ જાતે જ પેદા કરી લેવું જોઈએ. પસંદગી કરેલ ફળોનું બીજ ભેગું કરીને રાખમાં ભેળવીને સવારે સૂર્યનાં તાપમાં મુકવું જોઈએ. બીજને પારાયુક્ત દવાનો પટ આપવો જોઈએ તથા હવાચુસ્ત ડબામાં ભરીને સંગ્રહ કરવો જોઈએ. માત્ર 1 જ મહિનામાં બીજનો વાવેતરમાં ઉપયોગ કરી લેવો જોઈએ. બીજની પુરાણ શક્તિ લાંબા સમયગાળા માટે જાળવી રાખવી હોય તો કુલ 10 સેલ્સિયસ ઉષ્ણતામાને સંગ્રહ કરવો જોઈએ.

ધરું તૈયાર કરવાંની પદ્ધતિ :
કુલ 1 હેક્ટર માટે કુલ 300-400 ગ્રામ બીજ પૂરતું રહે છે. ધરું ઉછેર માટે કુલ 10-15 સેન્ટિમીટર કુલ 150 બેડની પ્લાસ્ટિક બેગમાં પણ કરી શકાય છે. ધરું ઉછેર માટે કુલ 3 મીટર લાંબા તથા કુલ 1.2 મીટર પહોળા તેમજ કુલ 15 સેન્ટીમીટર ઊંચા ગાદી કયારા તૈયાર કરવાં જોઈએ. આ ક્યારામાં ચોમાસાની ઋતુમાં શરૂઆતમાં કુલ 2 હારની વચ્ચે કુલ 15 સેન્ટીમીટર અંતરે બીજ વાવી દેવાં જોઇએ.

ત્યારપછી માટી તથા છાણિયા ખાતરનાં મિશ્રણ વડે પૂરી દઈને ઝારા વડે પાણી પાવું જોઈએ. કુલ 15-20 દિવસ પછી ઊગી પણ જતાં હોય છે. વાવવાં માટે તાજા બીજ વાપરવાં જોઈએ. પ્લાસ્ટિકની બેગમાં બીજને ઉગાડવાથી દૂરનાં અંતરે છોડને લઈ જવા માટે ખૂબ જ સરળતા રહે છે. પપૈયાની ખેતીની સંપૂર્ણ જાણકારી રોપણી વચ્ચેનું અંતર આ પાકની રોપણી માટે જમીન અગાઉથી ખેડીને સંપર્ક કર્યા પછી કુલ 2 મીટરનાં અંતરે 30 સેમીનાં ખાડા તૈયાર કરીને કુલ 7-10 દિવસ ખુલ્લા રાખીને એમાંથી નીકળેલ માટેની સાથે કુલ 10 કિલો છાણીયું ખાતર ભેળવીને ખાડા પાડી દેવાં જોઈએ.

કનિષ્ટ વાવેતરની માટે ઓછામાં ઓછા અંતરે એટલે કે કુલ 2 મીટર અથવા તો કુલ દોઢ મીટરે વાવેતર કરવાંથી હેક્ટરની છોડની સંખ્યામાં વધારો કરી શકાય છે. કુલ 22 સેમી ઉંચાઈનાં વધુ તંતુમૂળ વાળા રોપાને પસંદ કરવાં જોઈએ. રોપણી કરતી વખતે અથવા તો છોડને વહન કરતી વખતે તેનાં થડ ઉપર બિલકુલ દબાણ ન આપવું જોઈએ.

આ અંગે ખૂબ જ કાળજી રાખવી જોઇએ. જો છોડ ક્યારામાં ઉછરેલો હોય તો હાથથી ખેચીને ન ઉપાડતાં કાળજીપૂર્વક ઉપાડવાં જોઈએ તેમજ ઉપર ટોચનાં કુલ 2-3 રહેવાં દઈને બાકીનાં પાનું ડીંટું કાતરથી કાઢી નાખવું જોઈએ. આ ફળનો પાક ખૂબ જ સંવેદનશીલ હોય છે, જેથી ખૂબ જ કાળજી રાખવી પડે છે, આ પાકમાંજો ગાદી ક્યારા પર મલ્ચિંગ પ્લાસ્ટિકનો આવરણ તરીકે ઉપયોગ કરીને એનું વાવેતર કરવામાં આવે તો ખૂબ જ સારું એવું પરિણામ પણ મળતું હોય છે.

મલ્ચિંગનું આવરણ કરતાં પહેલાં સિસ્ટમ પણ ફીટ કરી લેવી જોઇએ. જેનાંથી પાણી આપવામાં પણ ઘણી સરળતા રહે છે. આ ફળનાં છોડની રોપણી કરતાં પહેલાં ખાડામાં છાણીયું ખાતર તેમજ કોઈપણ સેન્દ્રીય ખાતર નાંખી દેવું જોઈએ. પપૈયાનાં છોડમાં ખાતર કુલ 1 મહિના પછી આપવાનો થાય છે, એની માટે શરૂઆતમાં છોડને પોષણ આપવાં માટે જૈવિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. આ ખાતરનું પ્રમાણ છોડ વચ્ચે કુલ 10 ગ્રામ તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવાંથી શરૂઆતમાં છોડને પોષણ પણ મળી શકે છે.

ગુણવત્તા યુક્ત ખાતર આપો :
આ ફળો કેન્દ્રીય ખાતરનાં પૂરતાં વપરાશ તથા પોટાશ ખાતરનાં અભાવને કારણે સ્વાદમાં વિકાસ વાળા રહેતાં હોય છે, જેથી ભલામણ પ્રમાણે સેન્દ્રીય તેમજ રાસાયણિક ખાતરો તેમજ નિયમિત પિયત આપવાંથી ફળોની મીઠાશથી ગુણવત્તા પણ જળવાઈ રહેતી હોય છે.

પિયતમાં ખાસ ધ્યાન રાખવું :
પપૈયાની ખેતી કરતી વખતે પિયત વ્યવસ્થા માં ખાસ ધ્યાન રાખવું જોઈએ. પપૈયાનાં છોડને વધુ પડતું પાણી આપવું જોઈએ નહીં. પાણીની ખેંચને કારણે પણ પાક ખરી પડવાની સંભાવના રહેતી હોય છે, જેથી સ્થાનિક હવામાન તેમજ જમીનનાં પ્રકાર મુજબ શિયાળામાં કુલ 10-12 દિવસે તેમજ ઉનાળામાં કુલ 6-8 દિવસે પાણી આપવું જોઈએ.

આંતરખેડ અને નિંદામણ :
આ પાકને નીંદણ મુક્ત રાખવાં માટે જરૂરિયાત મુજબ આંતરખેડ ગોડ નિંદામણ નિયમિત કરતાં રહેવું જોઈએ. સ્થળની પાસે સાધારણ રીતે માટી ચઢાવવી જોઈએ. મુખ્ય થડ ખુલ્લું રહે એ રીતે માટી ચઢાવવી જોઈએ, જેને કારણે પાણી સીધું જડનાં સંપર્કમાં ન આવે તેમ ખંડના કોહવારો રોગ આવવાની સંભાવના પણ ઘટાડી શકાય.

ટૂંકાગાળાનાં આંતરપાક લઈ શકાય પાકની શરૂઆતની સ્થિતિમાં જ પપૈયાની કુલ 2 હારની વચ્ચે તથા કુલ 2 છોડની વચ્ચે જમીન ફાજલ જ પડી રહેતી હોય છે. આ જમીનમાં ટૂંકા સમયગાળામાં શાકભાજી એટલે કે રીંગણા, મરચાં, ટામેટા જેવાં ઘણા પાકો વાવીને વધારાની આવક મેળવી શકાય તથા જમીન પાણી અને સૂર્યપ્રકાશનો કાર્યક્ષમ રીતે ઉપયોગ પણ કરી શકાય છે.

પપૈયા વિકાસ પામે ત્યારપછી આંતરપાક કરવો એ શક્ય નથી. નર છોડ આવવાની શરૂઆત થયેલ વાડીમાં કુલ 8-10 %  નર છોડ રાખીને બીજા નર છોડ કાઢી નાખવાં જોઈએ. ફળ ઉતારવાં ફેરરોપણી બાદ એટલે કે કુલ 9-10 મહિના બાદ પપૈયાનાં ફળને પાકવાંની શરૂઆત થતી હોય છે તથા ફળો પર નખ મારવાથી દૂધને બદલે પાણી જેવું પ્રવાહી પણ નીકળતું હોય છે. ફળની ઉપર થયેલ પીળો પટ્ટો દેખાવવાની પણ શરૂઆત થાય ત્યારે ફળ ઉતારવાં જોઈએ. ઉત્પાદન સામાન્ય રીતે પપૈયાનાં તમામ છોડ દીઠ કુલ 40-50 કિલોગ્રામ ફળનો ઉતાર મળતો હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post