fbpx
Sat. Nov 16th, 2019

ખેડૂતોને ટ્રેક્ટરની રૂા.3.20 કરોડની આર્થિક સહાય અપાશે

આઇ ખેડૂત પોર્ટલમાં ખેતીના સાધનો માટે આર્થિક સહાય માટે ખેડૂતોએ અરજી કરી હતી. જે પૈકી ટ્રેક્ટર સહાય માટે અરજી કરનાર ગાંધીનગર જિલ્લાના ૧૧૮૯ ખેડૂતોમાંથી ૬૫૫ ખેડૂતોએ ટ્રેક્ટર ખરીદીને તેના ડોક્યુમેન્ટ જિલ્લા ખેતીવાડી અધિકારીને જમા કરાવ્યા છે. જેથી આ ૬૫૫ ખેડૂતોને ૪૫થી ૬૦ હજાર પેટે કુલ ૩.૨૦ કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

આ અંગે ગાંધીનગર જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.પી.જાદવે જણાવ્યું હતું કે, અગાઉ આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેમાં ખેતીના સાધનો, વાહનો અને ઓઝારોની ખરીદી પર આર્થિક સહાય માટે  સરકારે ખેડૂતો પાસેથી અરજી મંગાવી હતી.જેમાં આ વખતે ટ્રેક્ટરની ખરીદી પર પણ સાહય આપવામાં આવતી હતી જેથી ટ્રેક્ટર સહાય અંગે અરજી કરનાર પૈકી કુલ ૧૧૮૯ ખેડૂતોની અરજી ડ્રો દ્વારા બે મહિના પહેલા મંજુર કરવામાં આવી હતી આ મંજુર કરાયેલા ખેડૂતોએ જરૂરી પુરાવા અને દસ્તાવેજ બે મહિનામાં રજુ કરવાના હોય છે જેમાંથી કુલ ૬૫૫ ખેડૂતોએ અત્યાર સુધી ટ્રેક્ટર ખરીદીના બીલ સહિત ટ્રેક્ટરનો વીમો, આરટીઓ પાસીંગનો પુરાવો, ફોટો તથા બેંકની વિગત જિલ્લા ખેતીવાડી અધિકારીને જમા કરવી છે જેથી આ ૬૫૫ ખેડૂતોને ટ્રેક્ટર માટે આર્થિક સહાય આપવામાં આવશે.

૪૦ હોર્સપાવરથી ઓછા પાવરના ટ્રેક્ટરની સામે સરકાર ૪૫ હજારની આર્થિક સહાય કરે છે જ્યારે ૪૦ હોર્સ પાવરથી વધુના ટ્રેક્ટર સામે ૬૦ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની થાય છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં કુલ ૬૫૫ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે રૂપિયા ૩.૨૦ કરોડની આર્થિક સહાય આપવામાં આવશે.આ ૪૫ કે ૬૦ હજાર રૂપિયા જે તે ખેડૂતના ખાતામાં જ સરકાર દ્વારા જમા થઇ જશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…