ખેડૂતો માટે ખુશીના સમાચાર: આ બેંક દેશના દરેક ખેડૂતોને સસ્તા વ્યાજદરે આપી રહી છે બેંક લોન, જલ્દી અહિયાં કરો આવેદન

Share post

દેશના ખેડૂતોને આર્થિક સહાય કરવા માટે રાજ્ય સરકાર અથવા તો મોદી સરકાર દ્વારા અવારનવાર યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. આની સાથે બેંકો દ્વારા પણ લોન આપવામાં આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક યોજના વિશેની જાણકારી લઈને અમે આપની સામે આવી રહ્યાં છીએ. દેશનાં તમામ ખેડૂતોને જાહેર ક્ષેત્રની ઇન્ડિયન બેંકે ખાસ મોટી ભેટ આપી છે.

હકીકતમાં, ઇન્ડિયન બેંક દ્વારા ખેડૂતોને સોનાનાં બદલામાં લોન આપવાની ખાસ યોજના તૈયાર કરવામાં આવી હતી. જેમાં હવે વ્યાજનો દર ઘટાડવામાં આવ્યો છે. હવે ગોલ્ડ લોનની વ્યાજ દર કુલ 7% કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, આ એક ટૂંકા ગાળાની ગોલ્ડ લોન-બમ્પર એગ્રી જ્વેલ લોન છે. એનું નામ ‘કૃષિ આભૂષણ લોન’  રાખવામાં આવ્યું છે.

એના પર વ્યાજ દરમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. આની પહેલા વ્યાજ દર કુલ 7.5% હતો. બેંકના જણાવ્યા પ્રમાણે હાલની કપટી સ્થિતિને ધ્યાનમાં રાખતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લીધે વિકટ સ્થિતિમાં જરૂરીયાતમંદ ખેડુતોને સસ્તા દરે લોન આપી શકાય છે.

બેન્કના જણાવ્યા પ્રમાણે :
કૃષિ ઝવેરાત લોન માટેનાં કુલ 7% વ્યાજ દર 22 જુલાઈ, 2020 થી અમલ કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે, હવે દર મહિને પ્રતિ લાખ રૂપિયા માત્ર 583 રૂપિયાનું વ્યાજ આપવામાં આવશે. એ બમ્પર એગ્રી જ્વેલ લોન યોજના હેઠળ અમલ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, આભૂષણની કિંમતના કુલ 85% સુધી લોન માત્ર 6 માસના સમયગાળા માટે ઉપલબ્ધ કરવામાં આવે છે.

લોન લેવા માટેનાં જરૂરી દસ્તાવેજ :
ખેડૂતનાં ID પ્રૂફ તરીકે મતદાર ઓળખકાર્ડ (Voter ID card), પાનકાર્ડ, પાસપોર્ટ, આધારકાર્ડ તથા ડ્રાઇવિંગ લાઇસન્સ આપી શકાય છે. એ જ રીતે એડ્રેસ પ્રૂફ માટે મતદાર ID, પાસપોર્ટ, આધારકાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સનો ઉપયોગ કરવો પડશે. આની સાથે જ ખેડૂત હોવાના પુરાવા આપવાના રહેશે.

આની ઉપરાંત દેશની સૌથી મોટી બેંક ‘સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા’ (State Bank of India) પણ ખેડૂતોને લોન આપી રહી છે. એમાં SBIની મલ્ટી પર્પઝ ગોલ્ડ લોનનો પણ સમાવેશ થાય છે. આ લોનની માટે ખેતી સાથે સંકળાયેલ બધાં લોકો અરજી કરી શકે છે. આ લોનની મુદત અંદાજે 1 વર્ષ નક્કી કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post