શા માટે ટ્રેક્ટર કરતા બળદની પૂજા કરીને ખેતી કરે છે ગડુ પંથકના ખેડૂતો- આ છે રસપ્રદ કારણ

Share post

ખેડૂતો ભીમ એકાદશીના દિવસે ખેતરમાં વાવણી કરવાની શરુ આત કરે છે. ભીમ અગિયારસના દિવસે વરસાદ વરસે તેને ખેડૂતો મેઘરાજાની શુકનવંતી પધરામણી ગણે છે. આજે ખેડૂતો પોતાના ખેતીના ઓજારો ત્તથા બળદનું પૂજન કરી ખેતીકાર્યનો મંગળ પ્રારંભ કરે છે. ગ્રામ્યવિસ્તારોમાં આ પરંપરા આજે પણ જોવા મળે છે. શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ભીમ અગિયારસનું વિશેષ મહત્ત્વ છે. ખેડૂતો છેલ્લા ઘણા વર્ષથી ભીમ અગિયારસે વરસાદ વરસતો નહોતો પરંતુ આ વર્ષે ભીમ અગિયારસ પૂર્વે જ વરસાદ વરસતા સારા ચોમાસાના એંધાણ મળે છે. આજે ભીમઅગિયારસના દિવસે પણ સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક વિસ્તારમાં મેઘરાજા અગિયારસનું મૂહર્ત સાચવતા જગતના તાતમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

સૌરાષ્ટ્રમાં ગઇકાલે  મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો. વાવાણીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. બે દિવસ પહેલા સૌરાષ્ટ્રના ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે. વહેલી સવારે બળદોને કુમકુમ તિલક કરી મોં મીઠા કરાવી ખેડૂતો વાવણી માટે ખેતરે પહોંચ્યા હતા. ગોંડલમાં કપાસ, મગફળી, કઠોળ સહિતના પાકનું ખેડૂતો વાવેતર કરી રહ્યા છે. વહેલી વાવણી થતા ખેડૂતોને ફાયદો થશે. મજૂરોની અછતને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. આથી ખેડૂતો જાતે વાવણી કાર્યમાં જોતરાયા છે. 

ખેડૂતોએ પ્રાકૃતિક પદ્ધતિથી વાવાણી કરી

ગડુ રપંથકમાં ખેડૂતો યાંત્રિક સાધનોને બદલે બળદો દ્વારા વાવણી કરી રહ્યા છે. ગઇકાલે માળિયાહાટીના અને આજુબાજુના વિસ્તારોમાં પડેલા વાવણીલાયક વરસાદથી ઘણાખરા ખેડૂતોએ વાવણીનો શુભારંભ કરી દીધો છે. ત્યારે આજના આધુનિક યુગમાં વાવણી કરવા માટે વિવિધ યંત્રો અને ઓજારોનો ઉપયોગ થવા લાગ્યો છે. જેને કારણે બળદ આધારિત ખેતી દિન પ્રતિદિન ઘટતી જાય છે. જે આજનાં સમયમાં ખેતી માટે નુકસાનકારક સાબિત થઇ રહ્યું છે. આધુનિક ખેતી પદ્ધતિ ભલે ગમે તેવી સરળ અને સુલભ હોય પરંતુ બળદ અને ખેડૂતનો સંબંધ હંમેશા વાવણી સમયે સમજાય છે. વરસાદ વધુ અથવા ઓછો કે મધ્યમ હોય તો પણ જો સારું વાવેતર કરવું હોય તો બળદનો સહારો લેવો પડે છે. તેનું કારણ બળદના પગલાં ખેતરમાં પડે તે જગ્યાએ જમીન દબાતી નથી જેને લીધે દરેક પાકનો ઉગાવો સારો રહે છે. 

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post