ટૂંક જ સમયમાં જગતનાં તાતનો દીકરો શોભાવશે વડાપ્રધાનનું પદ, બે સાંસદને પાછળ છોડી હરીફાઈમાં આવ્યાં આગળ…
જાપાનનાં PM શિંજો આબેનાં રાજીનામા બાદ ખેડૂતનાં પુત્ર યોશિહિડે સુગા દેશનાં નવા PM બનશે. એમણે સોમવારનાં રોજ ‘લિબરલ ડેમોક્રેટિક પાર્ટી’ એટલે કે LDPની ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી લીધી છે. વોટિંગમાં પાર્ટીનાં કુલ 534 સાંસદ સામેલ થયા હતાં. એમાં સુગાએ કુલ 377 મત એટલે કે અંદાજે કુલ 70% મત પ્રાપ્ત કર્યા છે. હવે એમનો PM બનવાનો રસ્તો સાવ સાફ થઈ ગયો છે. સુગા કુલ 8 વર્ષ સુધી દેશનાં ચીફ કેબિનેટ સેક્રેટરી તરીકે સેવા આપી ચૂક્યા છે. એમને શિંજો આબેની પાસેની વ્યક્તિ માનવામાં આવે છે.
PM પદનાં કુલ 3 ઉમેદવારને માટે ડાઈટ મેમ્બર્સ તેમજ દેશનાં બધાં જ કુલ 47 રાજ્યનાં ત્રણ સાંસદ દ્વારા વોટિંગ કરવામાં આવ્યું હતું. એનું કારણ એ રહ્યું હતું કે, એમાં કુલ 788 સાંસદને બદલે ફક્ત 534 સભ્ય જ સામેલ થયા હતાં. ઈમર્જન્સીની પરીસ્થિતિને જોતાં આ રીત અપનાવામાં આવી છે. LDPનાં સેક્રેટરી જનરલ તથા તોશિહિરો નિકાઈએ વોટિંગ કરાવવામાં આવ્યું હતું.
સુગા એમના પરિવારમાંથી રાજકારણમાં આવનાર પહેલાં વ્યક્તિ છે. એમના પિતા અકિતા રાજ્યમાં આવેલ યુજાવા ગામમાં સ્ટ્રોબેરીની ખેતી કરતા હતાં. હાઈ સ્કૂલનું એજ્યુકેશન પૂર્ણ કર્યા બાદ સુગા ટોક્યો આવી ગયા હતા. જ્યાં એમણે કાર્ડબોર્ડ ફેક્ટરીથી લઈને ફિશ માર્કેટમાં પાર્ટ ટાઈમ કામ પણ કર્યું હતું. આ કામ કરીને તેઓ એમની યુનિવર્સિટીની ફી ચૂકવ્યા કરતાં હતાં. એમનું પોલિટિકલ કેરિયરની શરૂઆત વર્ષ 1987માં થઈ હતી. એ સમયે એમણે યોકોહામા એસેમ્બ્લી સીટની માટે કુલ 12 જોડી ચંપલ માત્ર 1 વાર પહેરીને પ્રચાર કર્યો હતો. આ ચૂંટણીમાં એમને જીત મળી જેથી તેઓ રાજકારણમાં આવી ગયા હતાં.
PM બનવાની હરીફાઈમાં LDPનાં પોલિસી ચીફ ફુમિયો કિશિદા તેમજ પૂર્વ રક્ષામંત્રી શિગેરુ ઈશિબા પણ સામેલ થયા હતાં. બંને નેતાએ શિંજોએ પદ છોડ્યા બાદ તરત જ પદ સંભાળવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સૌથી અંતમાં યોશિહિડે સુગાનું નામ પ્રકાશમાં આવ્યું હતું. જો કે, તેઓ સૌથી આગળ નીકળી ગયા હતાં. પૂર્વ રક્ષામંત્રી શિગેરુ ઈશિબા પૂર્વ PM શિંજો આબેનાં આલોચક રહ્યાં છે. એમની પાસે ફક્ત 19 સાંસદનું સમર્થન હોવાની વાત પણ પ્રકાશમાં આવી હતી.
LDPમાં બે રીતે વડા પ્રધાનને ચૂંટવામાં આવે છે :
LDPમાં PMને ચુંટણી દ્વારા ચૂંટવામાં આવે છે. એમાં એક રીત તો એ છે કે, પાર્ટીનાં ઓછામાં ઓછા કુલ 20 ઉમેદવારની યાદી તૈયાર કરવામાં આવે છે. ત્યારપછી ઓછામાં ઓછા કુલ 12 દિવસના પ્રચાર બાદ પાર્ટીનાં ડાઈટ મેમ્બર્સ એટલે કે સંસદનાં બંને સદનોના સભ્યો વોટ કરે છે. જે મેમ્બરને કુલ 788 વોટમાંથી સૌથી વધારે વોટ મળે છે, એ વિજેતા બને છે. એને PM બનાવવામાં આવે છે. હાલમાં સમગ્ર વિશ્વમાં મહામારી ચાલી રહી છે. એવામાં બધાં જ મેમ્બર્સને મેલથી બેલેટ મોકલવામાં તેમજ વોટિંગની સાથે જોડાયેલ કામોને પૂર્ણ કરવામાં વધારે સમય લાગી શકે છે.
બીજી રીત તો એવી છે કે, જે ઈમર્જન્સી દરમિયાન અપનાવવામાં આવે છે. તેમાં ડાઈટ મેમ્બર્સ તથા દેશનાં બધાં જ કુલ 47 રાજ્યના ત્રણ સાંસદની મદદથી વોટિંગ કરાવવામાં આવે છે. એમાં કુલ 788 સાંસદને બદલે ફક્ત 535 સભ્ય જ વોટિંગ કરે છે. આ રીતે વોટિંગ કરવામાં ઓછો સમય લાગશે. સ્થાનિક મીડિયાનાં જણાવ્યા પ્રમાણે LDPનાં સેક્રેટરી જનરલ તથા તોશિહિરો નિકાઈ 15 સપ્ટેમ્બરનાં રોજ વોટિંગ કરાવી શકે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…