ખેડૂતો ૧ રૂપિયે ફુલાવર કોબીજ વેચવા મજબુર- જગતતાત પાયમાલ- વાંચજો અહી

Share post

ગુજરાતના ખેડૂતો શાકભાજીનું વાવેતર કર્યા બાદ સારા ભાવ મળવાની આશા રાખીને બેઠા હતા. ત્યારે રાજકોટના ખેડૂતોને પાયમાલ થવાનો વખત આવ્યો છે. એક તરફ મોદી સરકાર ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાના બણગા ફૂંકવામાં આવે છે. ત્યારે બીજી તરફ રાજકોટમાં શાકભાજીમાં ઘટેલા ભાવથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે.

રાજકોટ યાર્ડમાં એક રૂપિયે કિલો ફુલાવર અને કોબીઝ વેચાતાં ખેડૂતોમાં નિરાશાનું મોજું ફરી વળ્યું છે. એકાદ માસ પહેલા ૩૦થી ૪૦ના કિલો વેચાતા ફ્લાવર અને કોબી યાર્ડમાં એકથી બે રૂપિયે કિલોના ભાવથી વેચાતા હોવાની વાતો મળી રહી છે.

શિયાળુ પાકમાં શાકભાજી એટલા બધા સસ્તા થઈ ગયા છે કે, પશુચારા માટે તેને ખરીદવામાં આવી રહ્યા છે. ખેતરેથી પણ માલ બારોબાર આપી દઈ ભાડુ માથે પડતુ ખેડૂતો અટકાવી રહ્યા છે. યાર્ડમાં ચિક્કાર આવકને પગલે કોબીજ,ફ્લાવર, ટમેટા અને રિંગણાના ભાવ ગગડયા છે. મેથીના ભાવ પણ ઘટી ગયા છે. જો કે, સૌથી વધુ આવક કોબીજ અને ફ્લાવરની થઈ રહી છે.

માર્કેટ યાર્ડમાં ૮૫ ક્વીન્ટલ ફ્લાવર અને ૭૮ ક્વીન્ટલ કોબીજનીઆવક થઈ હતી. કોબીજ ૨૦થી ૪૦ના ૨૦ કિલો લેખે વેચાયુ હતું તો ફ્લાવર પણ ૨૦થી ૫૦ના ભાવે ૨૦ કિલો વેચાયુંહતું.

રાજકોટના એક માર્કેટિંગ યાર્ડના સભ્ય જણાવે છે કે, દર વર્ષે શિયાળામાં એક બે વખત શાકભાજીના ભાવ ડાઉન થાય છે. કોબી, ટમેટા, રિંગણા અને ફ્લાવરના ભાવ વધુ આવકને કારણે દબાઈ જતા હોય છે. કોબીજ અને ફ્લાવરની આવક સામે માંગ નહિ હોવાથી તેના ભાવ સતત ઘટી રહ્યા છે અને પશુચારા તરીકે હાલ ઘણા માલધારીઓ અને ગૌશાળા સંચાલકો અહિથી સીધા માલ ભરી જાય છે.આજની તારીખમાં ગુવાર અને ભીંડાની એટલીજ ડિમાંડ રહી છે અને તેના ૨૦ કિલોના ભાવ પણ ૫૦૦થી ૮૦૦ સુધી બોલાય છે.


Share post