ખેડૂતોનો સરકાર સામે ઉગ્ર વિરોધ, એકસાથે આટલા જિલ્લાઓમાં હડતાલ પર બેઠા ખેડૂતો…

Share post

કેન્દ્ર સરકારના કૃષિના કાયદાને નાબુદ કરવા માટેનું“ખેડૂતોની ટ્રેન રોકો અભિયાન” નો બીજો ભાગ એ રવિવાર થી ચાલુ થઈ જશે.તેની સાથે સાથે ખેડૂતો ધરણા પર 5 ઓક્ટોમ્બર સુધી વધારવાનું એ પણ જાહેર કરી દીધું છે. અમૃતસર,લુધિયાના ,જાલંધર,ફતેહગઢ સાહીબ,બથીંડા,ફિરોજપુર અને પટિયાલા સહીત ઘણા રાજ્યોમાં ખેડૂતો રેલ્વે સ્ટેશન પર મંડપ બાંધીને ધરણા પર બેઠા છે.

ગુરુદાસપુરા,નવાશહેર,રોપડ,હોશિયારપુર માં ખેડૂત અને કામદારોએ સરકાર વિરોધ પ્રદર્શન કર્યું. કેટલાક જિલ્લામાં લોકોએ જીઓ કંપનીના સીમકાર્ડ તથા જીઓના પોસ્ટર પણ સળગાવ્યા છે.આ ધરણા પ્રદર્શન માં ૧૫ ટોલનાકા પર પરિવહન પણ અટકાવી દેવામાં આવ્યું છે.

અમૃતસરના ખેડુતો 8 દિવસથી હડતાલ પર બેઠા છે. આને કારણે હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને ચંદીગઢ તરફના રસ્તા સંપૂર્ણ રીતે બંધ થઇ ગયા છે. “અહીંથી ન તો  કોઈને પણ જવા દેવાશે નહીં. તથા કોઈને પંજાબમાં પણ આવવા દેવામાં નહિ આવે.”  અમૃતસરના જાંડિયાલા ગુરુના દેવીદાસપુરા ખાતે રેલ્વે ફાટક પર ખેડુતો સતત આઠ દિવસથી ધરણા પર બેઠા છે.

‘ખેડૂત મજદુર સંઘર્ષ’ સમિતિના પ્રદેશમંત્રી સર્વાનસિંહ પંધેરે કહ્યું કે રાહુલ ગાંધી અને સુખબીર તેમની સંઘર્ષોમાં પોતાની ખોવાયેલી રાજકીય શક્તિ શોધી રહ્યા છે. ખેડૂતોના આગેવાનોએ જણાવ્યું હતું કે, “સામાન્ય સંઘર્ષના સપ્તાહમાં રેલ્વે બંધ કરો, ભાજપના નેતાઓ ને ઘેરો, મોલ, રિલાયન્સના પેટ્રોલ પમ્પ અને ટોલ પ્લાઝા બંધ કરી  દેવામાં આવશે. ભાજપના રાજ્યસભાના સભ્ય શ્વેત મલિકની ઓંફિસની બહાર પણ ખેડૂતોએ ધરણા કર્યા છે.”

ખેડુતોની આજે આંદોલન પ્રત્યેની બેઠક :
અન્ય નેતાઓ હરમીતસિંહ કાદિયન અને કુલવંતસિંહ સંધુએ કહ્યું કે અમૃતસર, લુધિયાણા, જલંધર પટિયાલા ફતેહગ્રહ સાહિબ “રેલ રોકો” આંદોલન એક અઠવાડિયા માટે નિશ્ચિત છે. અહીં ખેડૂતો હડતાલ પર બેસી ગયા છે. આ સ્થળોએથી કોઈ પણ ટ્રેનની પસાર થવા દેવામાં  આવશે નહીં. આગામી વ્યૂહરચના માટે રાજ્યના 31 આગેવાનો  શુક્રવારે ફરી બેઠક કરશે અને કૃષિ કાયદા રદ થાય ત્યાં સુધી સંઘર્ષ કરશે.

મોદી અને કંપનીઓંને ભગાડશે: ખેડુતો
મજૂરોના આગેવાન કમલજીત ખન્ના અને ખેડૂત નેતા હરદીપસિંહ ગાલિબે કહ્યું કે “પંજાબીઓએ જેમ અંગ્રેજોને ભગાડ્યા હતા. તેમ અમે પણ મોદી અને કંપનીઓને ભાગાડીશું. જો પંજાબના લોકોને એક ગાલે થપ્પડ પડે  તો તે બીજો ગાલ નહીં આપે, પંજાબના શેર ભગત સિંહ રાજગુરુ સુખદેવની પદ્ધતિને અનુસરે છે.તેઓ ઈંટનો જવાબ પથ્થરથી આપશે. ભાજપને પણ પંજાબથી હાંકી કાઢવામાં આવશે. તેઓ પંજાબના દેશદ્રોહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post