હવે ખેડૂતો ગાયનું છાણ ઓનલાઈન વેચીને કરી રહ્યા છે મબલખ કમાણી, જાણો કેવી રીતે?

Share post

રાજસ્થાનમાં આવેલ કોટા શહેરના કુલ 3 યુવાન ઉદ્યોગસાહસિકો પોતાના કુલ 15 વર્ષ જૂના ડેરીના ફેમિલી બિઝનેસને એક જુદાં અંદાજમાં આગળ ધપાવી રહ્યા છે. આ બિઝનેસમેન ઇ-કોમર્સ સાઈટ એમેઝોન પર ગાયનાં છાણાનું વેચાણ કરી રહ્યા છે. EPI ઓર્ગેનિક ફૂડ્સના કુલ 3 ડિરેક્ટરમાંથી એક અમનપ્રીત સિંહે જણાવતાં કહ્યું હતું કે, અમને આ બીઝનેસમાં ગ્રોથની શક્યતા જોવા મળી હતી. છેલ્લા 3 માસથી અમે એમેઝોન પર છાણાનું વેચાણ કરી રહ્યા છીએ .

આટલી બધી છે છાણાની માંગ :
આ છાણા ક્વાર્ટર પ્લેટ આકારના હોય છે. એની કિંમત ડઝનના કુલ 120 રૂપિયા હોય છે. જો કમાણીની વાત કરવામાં આવે તો હાલમાં તેઓ દર સપ્તાહમાં કુલ 1,000 જેટલાં છાણાનું વેચાણ કરી રહ્યા છે. અમને ખુબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ખાસ કરીને તો મુંબઈ, દિલ્હી તથા પૂણેથી મળી રહ્યો છે.

ધ્યાનથી કરવામાં આવે છે પેકિંગ :
છાણના પેકિંગમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે કે, એ તૂટે નહિં. શરૂઆતમાં તો ગાયના છાણને સૂકવવામાં આવે છે. ત્યારપછી એને ગોળાકાર બીબામાં રાખવામાં આવે છે તથા એને ગરમ કરવામાં આવે છે. ત્યારપછી તૈયાર થએલ માલને કાર્ડબોર્ડ બોક્સમાં પેક કરવામાં આવે છે. ત્યારપછી ગ્રાહકોને મોકલવામાં આવે છે.

મોટા શહેરોમાં માંગમાં વધારો થયો :
અમનપ્રીત સિંહે જણાવતાં કહ્યું કે, ગ્રાહકો સુધી ઓનલાઈન પહોંચવાનો વિચાર મોટા શહેરોમાં છાણાની વધતી જતી માંગને જોતા આવ્યો હતો. અહીં પશુપાલન તથા ડેરીનો અભાવ હોવાંથી સરળતાથી છાણા મળતા નથી. આવા શહેરોમાં લોકો ધાર્મિક પ્રસંગોમાં છાણાની ખાસ માંગ કરે છે. આ કંપનીનું એનિમલ ફાર્મ કોટા પાસે કુલ 40 એકરમાં ફેલાયેલું છે. અહીં કુલ 120 ગાય રાખવામાં આવી છે. અહીં બધી જ આધુનિક વ્યવસ્થા તથા કુશળ શ્રમિકો છે.

આધુનિક સુવિધાથી સજ્જ:
આ પરિવાર જે ઓર્ગેનિક ડેરીની બ્રાન્ડનું નામ ‘ગૌ’ છે. એનો અર્થ ‘ગાય’ થાય છે પણઆ 3 ડિરેક્ટરનાં નામના પ્રથમ અક્ષર ગગનદીપ સિંહ (G), અમનપ્રીત સિંહ (A) તથા ઉત્તમજોત સિંહ (U) પરથી રાખવામાં આવ્યું છે. કોટામાં 24થી લઈને 26 મે સુધી યોજાનાર ગ્લોબલ રાજસ્થાન એગ્રીટેક મીટ (GRAM)માં ઉદ્યોગસાહસિકોની ખુબ માંગ રહેવાની સંભાવના રહેલી છે.

અમનપ્રીતે સિંહે જણાવ્યું હતું કર, ગાયનું ઘાસ ઓર્ગેનિક રીતે સ્વસ્થ તથા પોષક હવામાનમાં ઉગાડવામાં આવે છે. ડેરી કંપની વીજળી, ગેસ, અળશિયુ ખાતર તથા છાણા બનાવે છે. આ કંપનીએ પોતાના પશુઓની માટે રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશનની વ્યવસ્થા ઊભી કરી છે. જેને લીધે પ્રાણીઓનાં સ્વાસ્થ્ય તથા પોષણ પર સમગ્ર વિશ્વના કોઈપણ છોડેથી નજર રાખી શકાય છે.

વીજળીનું ઉત્પાદન:
કંપનીના ડિરેક્ટરે દાવો કર્યો છે કે, આ ડેરી ફાર્મ રાજસ્થાનનો પ્રથમ બાયોગેસ પ્લાન્ટ છે જે વીજળીનું ઉત્પાદન કરી રહ્યો છે. જે આખા ફાર્મને વીજળી પૂરી પાડે છે. અહીં દરરોજ કુલ 40 કિલોવૉટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે તથા વાર્ષિક કુલ 24 લાખ રૂપિયાની બચત પણ થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post