આંદોલનને વધુ ઉગ્ર બનાવવા 50,000 હજાર ખેડૂતો કરવા જઈ રહ્યા છે આ કામ, જાણો જલ્દી…

Share post

હાલમાં દિલ્હી બોર્ડર પર મોદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કૃષિ કાયદાને લઈ સમગ્ર દેશના ખેડૂતો આક્રમક રીતે વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે. આવા સમયની વચ્ચે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. કૃષિ કાયદો રદ્દ કરવાની માંગ પર અડગ રહેલાં ખેડૂતો આજે આંદોલનને વધુ વેગ આપવા માટે એક અગત્યનું પગલું ભરવા માટે જઈ રહ્યાં છે.

આજે સમગ્ર દેશમાં ટોલ ફ્રી કરીશું. આની સાથે જ દિલ્હી-જયપુર તથા દિલ્હી-આગરા હાઈવે જામ કરીશું. જો કે, તેમનું એવું પણ જણાવવું છે કે, સરકાર સાથે કરેલ વાતચીત બાદ દરવાજા ખૂલી ગયાં છે, નિમંત્રણ આવશે તો ચોક્કસ વાત કરીશું. આ આંદોલન વધુ વેગ પકડશે એવાં એંધાણ દેખાઈ રહ્યાં છે. આની સાથે જ અન્ય એક સમાચાર પણ સામે આવી રહ્યાં છે.

પંજાબથી કુલ 50,000 ખેડૂત આજે દિલ્હી પહોંચશે :
આંદોલનમાં સામેલ થવા માટે પંજાબના વિવિધ જિલ્લાના કુલ 50,000 ખેડૂત શુક્રવારે દિલ્હી માટે રવાના થયા હતા. તેઓ આજે સાંજ સુધીમાં કુંડલી બોર્ડર પર પહોંચી જશે. ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિની સાથે જોડાયેલ આ લોકો અમૃતસર, તરનતારન, ગુરદાસપુર, જાલંધર, કપૂરથલા તથા મોગા જિલ્લાના છે.

અત્યાર સુધી કુલ 11 ખેડૂતોના નીપજ્યા મોત :
શિયાળા તેમજ કોરોના હોવાં છતા પણ ખેડૂતો છેલ્લા 17 દિવસથી દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યાં છે. ટિકરી તથા સિંધુ બોર્ડર પર એકબાદ એમ અત્યાર સુધીમાં કુલ 11 ખેડૂતોના મોત થઈ ચુક્યા છે. કોઈ ખેડૂતના મોત પેટ અથવા તો છાતીમાં દુખાવાને લીધે થયા છે. શિયાળામાં આકાશ નીચે બેઠેલા ખેડૂતો સતત બિમાર પડી રહ્યાં છે.

ખેડૂત કાયદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી ;
ખેડૂતો દ્વારા શુક્રવારનાં રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને જણાવવામાં આવ્યું હતું કે, નવા કાયદા તેમને કોર્પોરેટના વિશ્વાસે મુકી દેશે. આ કાયદા ઉતાવળમાં લેવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર તથા મનમાની પ્રમાણે છે, એટલા માટે તેને રદ્દ કરી દેવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post