ડીઝલના ભાવ વધતા બળદોની જેમ ટ્રેક્ટર ખેચી રહ્યા છે ખેડૂતો: સરકાર સમક્ષ કરી આ મોટી માંગ- જુઓ વિડીયો

Share post

હાલના સમયમાં COVID-19 ના કારણે ચારેતરફ મંદીનો માહોલ છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોચ્યા છે, ઇતિહાસમાં જે ક્યારેય નહોતું બન્યું કે પેટ્રોલ કરતા ડીઝલના ભાવ વધ્ય હોય, પણ આજે ઈતિહાસ બન્યો હતો કે ડીઝલના ભાવ પેટ્રોલ કરતા પણ વધી ગયા હતા. એકતરફ લોકોને ખાવાના ફાફા પડી રહ્યા છે અને બીજી તરફ સરકારને મદદરૂપ થવાને બદલે મોંઘવારી ઉભી કરી રહ્યા છે. ડીઝલના ભાવ વધતા ખેડૂતોને મોટું નુકશાન થવાનું છે, કારણ કે ખેતી સમયે ટ્રેક્ટરમાં ડીઝલની જરૂરીયાત ઉભી થાય છે, પણ આટલા ઊંચા ભાવનું ડીઝલ ભરાવતા પહેલા સામાન્ય ખેડૂતે 100 વાર વિચારવું પડે છે.

અહિયાં અનલૉક-1માં દરેક લોકોની આર્થિક ગતિવિધિઓ ધીરે ધીરે પાટા પર ચડી રહી છે, તો બીજીતરફ સતત 21 દિવસથી પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવથી લોકોની હાલત કફોડીથી વધારે કફોડી બની ગઈ છે. તો આ ભાવ વધારાની અસર ખેડૂતો પર સૌથી વધુ પડી રહી છે. આ ભાવ વધારાને કારણે ખેડૂતો વિરોધ ઉપર પણ ઉતરી આવ્યા છે. હાલના સમયમાં ખેડૂતને અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે  ડીઝલના ભાવમાં વધારો થતા ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. ખેતીના કામમાં અત્યારે મોટાભાગે ટ્રેક્ટર નો ઉપયોગ થાય છે. પરંતુ છેલ્લા 21 દિવસમાં ડીઝલના ભાવમાં 11 રૂપિયાનો વધારો થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અને ડીઝલ પુરાવું કે ના પુરાવું આવા સો વાર વિચાર કરી રહ્યા છે.

ખેતીના કામમાં વપરાતા ડીઝલમાં આવેલ ભાવ વધારાને લઈને ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. છેલ્લા 5 વર્ષની અંદર ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલ ભારતમાં ડીઝલના ભાવ ઐતિહાસિક સપાટીએ છે. જયારે ખેડૂતોની ખેત પેદાશના ભાવ નીચે ગયા છે. જેને લઈ જેતપુર તાલુકાના ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો હતો, અને અનોખો વિરોધ કર્યો હતો. સરદારપુરના ખેડૂતો એ પોતાના ખેતરમાં જ ભેગા થઈને ખેતી કામના ટ્રેકટરને દોરડાથી ખેંચીને પોતાની વ્યથા ઠાલવી હતી. ચારે બાજુથી મુશ્કેલીમાં ફસાયેલ ખેડૂત પાસે હવે ડીઝલના પૈસા ન હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે. અને સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરે.

આ ભાવ વધારા સાથે ઠેર-ઠેર જગ્યાએ ખેડૂતો વિરોધ કરી રહ્યા જોવા મળ્યા છે. ખેડૂતોએ ખેતરમાં જ કાગળના બેનર સાથે દેખાવ કરીને ટેક્સ ફ્રી ડીઝલ આપવાની માંગણી કરી હતી. એક તરફ ખેડૂતોને ખેત પેદાશના ભાવ મળતા નથી જયારે ખેતીમાં વપરાતી વસ્તુ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યાં છે. ત્યારે ખેડૂતોનો આક્રોશ સ્વાભાવિક છે અને ખેડૂતો આ તકે સરકાર પાસે ડીઝલ ટેક્સ ફ્રી કરીને રાહતની માંગ કરી છે.


Share post