હજીરા-ઘોઘા ‘રો-રો ફેરીથી’ સૌરાષ્ટ્રના ખેડૂતોને થશે બમણો ફાયદો, જાણો કેવી રીતે?

Share post

ગુજરાતમાં આવેલ સુરત શહેરમાંથી હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. PM નરેન્દ્ર મોદી આજે એટલે કે રવિવારનાં રોજ હજીરા-ઘોઘા રો રો પેક્સ સેવાની શરૂઆત કરવાની સાથે જ રો-રો પેક્સના ટર્મિનલ પોર્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવા માટે જઈ રહ્યાં છે. જો કે, આ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાતના CM વિજય રૂપાણી તથા કેન્દ્રિય શિપિંગ રાજ્યમંત્રી મનસુખ માંડવીયા પણ ઉપસ્તિથ રહેવાના છે.

એવા સમયમાં જ શનિવારે કેન્દ્રિય શિપિંગ રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ હજીરા રો-રો પેક્સના અદાણી ટર્મિનલ પોર્ટની ઇન્સ્પેક્શન કરવા સાથે જાહેરાત કરી હતી કે, સુરત-ઘોઘાની વચ્ચે રો-રો પેક્સ સેવાની શરૂઆત કર્યા પછી આગામી દિવસોમાં દિવ, પીપાવાવની સાથે મહારાષ્ટ્રના મુંબઇ પોર્ટને પણ જોડનાર છે. દિવ તથા પીપાવાવ પર ટર્મિનલ બનાવવાની કાર્યવાહી કાર્યરત છે.

જેની ટૂંક જ સમયમાં શરૂઆત થઈ જશે. આની સાથે મહારાષ્ટ્રમાં આવેલ મુંબઇ પોર્ટ પર રો-રો પેક્સ માટે સ્પેશ્યિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આમ, સમગ્ર દેશમાં કુલ 7,500 કિમીના સમુદ્ર તટ પર કુલ 34 ડેસ્ટિનેશન આઇડેન્ટિફાઇડ કર્યા છે તથા એની પર અમે 12 મહિનાની અંદર રો-રો પેક્સ સેવાનો પ્રારંભ કરનાર છે. અહીં વાત એવી જણાય છે કે, રો રો પેક્સ સેવાની શરૂઆત થયા પછી સૌરાષ્ટ્રના પ્રવાસ સ્થળ પહોંચવું સરળ બની જશે. રો-રો પેક્સથી સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત બંને મોટું બજાર મળશે.

સૌરાષ્ટ્રના સમુદ્ર તટના ઉદ્યોગને વેગ મળશે :
કેન્દ્રિય શિપિંગ રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે, રો-રો પેક્સ સેવાથી સૌરાષ્ટ્રના ખેડૂતોની સાથે વેપારી તથા ઉદ્યોગકારો માટે ગેમ ચેન્જર સાબીત થશે. સૌરાષ્ટ્રના ખેડૂતો શાકભાજીનો પાક ટ્રકમાં ભરીને સુરતમાં વેચી શકશે. આની સાથે જ સાથે સૌરાષ્ટ્રમાં આવેલ વેરાવળના સમુદ્ર તટ પર આવેલ સિમેન્ટ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post