ગુજરાતમાં ચારેતરફ ધોધમાર વરસાદ પરંતુ આ જીલ્લામાં વરસાદનો છાંટોય નથી- ખેડૂતે મેઘરાજાને મનાવવા કર્યું એવું કામ કે…

Share post

નર્મદા જિલ્લામાં આવેલ તિલકવાડા વિસ્તારને મેવાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારે આ વિસ્તારમાં વરસાદ ન પડવાને લીધે ખેડૂતોની હાલત ખુબ જ કફોડી બની છે. ત્યારે મેઘરાજાને મનાવવા માટે ખેડૂતો પણ ખેતરમાં ઊભા-ઊભા પોતાના લોકગીતો ગાઈને મેઘરાજાને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આ વિશે મળતી જાણકારી અનુસાર, નર્મદા જિલ્લાના તિલકવાડાનો વિસ્તાર એટલે કે તેને મેવાસપ્રદેશ તરીકે પણ ઓળખાય છે. આ વિસ્તારના લોકો મુખ્યત્વે કપાસની જ ખેતી કરે છે,તેની સાથે-સાથે બીજાં પણ પાકો કરે છે. વરસાદ ન પડવાને લીધે ખેડૂતોની હાલત કફોડી બનેલી જોવાં મળી છે, ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે, કે ક્યારે મેઘરાજા મનમૂકીને વરસશે પરંતુ વરસાદ ન પડવાને લીધે ખેડૂતો પોતાના લોકગીતો પણ ગાઈ રહ્યાં છે, અને મેઘરાજાને મનાવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે.

ખેડૂતો કરી રહ્યા છે, કે મોંઘા ભાવનું બિયારણ લાવીને ખેતરમાં તેની વાવણી કરેલી છે, લાઇનમાં ઊભા રહીને પણ તેઓ ખાતર લાવ્યા છે, પોતાના ખેતરમાં જ બિયારણનું વાવેતર કરીને ખાતર નાખવું છે, પણ વરસાદ ન પડવાને કારણે તેમની હાલત કફોડી બની ગઈ છે.

તેમના ગામોમાં નર્મદાની કેનાલ પણ છે, પરંતુ નર્મદાની કેનાલનું પાણી હાલમાં આ વિસ્તારમાં આપવામાં આવી રહ્યું નથી, ત્યારે ખેડૂતોની એવી માંગ છે, કે અમને પાણી આપવામાં આવે અને જો તેઓનાં પાકને કંઈપણ નુકસાન થાય તો સરકાર પાકવીમા તરીકેનું વળતર પણ ઝડપથી તેમને આપે, કારણ કે તેઓની હાલત ખૂબ જ કપરી બની ગઈ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…