સતત એક અઠવાડિયા સુધી વરસાદ ખાબકતાં આ વિસ્તારોના ખેડૂતોને થયું મોટું નુકશાન

Share post

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીની સાથે જ વરસાદની પણ મહામારી ચાલી રહી છે. અતિભારે વરસાદને કારણે ઘણી નદીઓમાં નવાં નીરનું આગમન થઈ ચુક્યું છે. તેમજ ઘણી નદીઓમાં ઘોડાપુર પણ આવ્યાં છે. ખેડૂતોને પણ વરસાદને કારણે ઘણું નુકશાન થઈ રહ્યું છે. હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.

સુરત જિલ્લામાં સતત કુલ 6 દિવસથી અતિભારે વરસાદની વચ્ચે હવે ખેડૂતોની દશા પણ ઘણી કફોડી બની ગઈ છે. ખાસ કરીને ચોમાસું ડાંગર પકવતાં ખેડૂતોનો પાક પણ પાણીમાં ગરકાવ થઈ જતાં જ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સતત કુલ 6 દિવસથી સુરત જિલ્લામાં અતિભારે વરસાદને લીધે જળ બંબાકારની પરીસ્થિતિ ઉદ્ભવી હતી તથા શ્રમજીવી વર્ષની સાથે હવે ખેડૂતો માટે પણ આ વરસાદ નુકસાની લઈને આવ્યો છે.

વાત કરીએ તો સુરત જિલ્લામાં આવેલ  ઓલપાડ તાલુકામાં કુલ 14,000થી પણ વધુ હેક્ટરમાં ખેડૂતોએ ડાંગરની રોપણી તથા કુલ 2,500 હેક્ટરમાં શાકભાજીનો પાક પણ લીધો છે. જો, કે ડાંગરની રોપાણી પછી ગણતરીનાં દિવસોમાં જ મેઘરાજાનું આગમન થયું હતું તેમજ અતિભારે વરસાદને લીધે ખેતરમાં પાણી ભરાઈ ગયાં હતાં તથા હવે ખેડૂતોની મહેનત પણ માથે પડી છે.

સતત વરસાદ તથા પાણી ભરાવવાની સીધી અસર ડાંગરનાં પાક પર જોવાં મળી હતી. ઓલપાડ તથા ચોર્યાસી તેમજ કાંઠા વિસ્તારનાં ખેડૂતોની વાત કરીએ તો કુલ 1,100 વિઘામાં ખેડૂતોએ ડાંગરની રોપણી કરી હતી. રોપણી પાછળ વિઘા દીઠ કુલ 7,000 -8,000  રૂપિયા ખર્ચ પણ થાય છે. ત્યારે આ પાક હાલમાં સંપૂર્ણ પાણીમાં તરબોળ થતાં જ ખેડૂતોને પડતાં પર પાટુ પાડ્યા જેવો ઘાટ થયો છે.

સુરત જિલ્લામાં આવેલ બધાં જ તાલુકામાં અતિભારે વરસાદ થતાં પાણી ભરાવવાની વિકટ સ્થિતિ સતત કુલ 4 દિવસ સુધી જોવાં મળી હતી. હાલમાં વરસાદનું જોર તો ઘણી ઘટી ગયું છે પણ ખેડૂતોનાં ખેતરમાં જે મુજબ પાણીનો ભરાવો થયો છે. ડાંગરની સાથે શાકભાજીનાં પાકોને પણ ઘણું મોટું નુકસાન થયું છે, ત્યારે ખેતી વિભાગ પણ ઘણી ચિંતિત બની છે તથા નુકસાની અંગે આવનાર દિવસોમાં પણ સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવનાર છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post