ગુજરાત સરકારની આ યોજના હેઠળ દરેક ખેડૂતોને મળશે માંગ્યા રૂપિયા- જાણો શું છે યોજના

Share post

ગુજરાતના ખેડૂતોની માટે સરકારે એક નવી યોજનાની શરૂઆત કરી છે. આ યોજનાનો લાભ લેવા માટેનાં આદેશ પણ બહાર પાડયાં છે. આ આદેશ મુજબ રાજ્યનાં તમામ ખેડૂત સરકારની પાસેથી 50,000-75,000 રૂપિયા સુધી વાહન પરની મદદ મેળવી શકશે. જો, કે વાહનની ખરીદી કર્યા બાદની કૃષિ વિભાગની પ્રક્રિયામાંથી તેણે પસાર થવું પડશે.

કૃષિ ઉત્પાદનના પરિવહનની માટે રાજ્યના તમામ ખેડૂતો સામાન્ય રીતે ટ્રેક્ટર અને ભાડૂતી વાહનોની પસંદગી કરતાં હોય છે. ઘણીવાર પરિવહનના સાધનોને લીધે ખેડૂતોના પાકને પણ નુકશાન થતું હોય છે. આવાં સંજોગોમાં સરકારે મિડીયમ સાઇઝના ગુડ્સ કેરેજને વાહનની ખરીદી માટેની નાણાંકીય સહાય આપવાની પણ એક યોજના બનાવી છે.

આ યોજનામાં સરકાર દ્વારા આ વર્ષે કુલ 50 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવશે. કોરોના સંક્રમણના સમયમાં સરકારે જે આર્થિક પેકેજ બહાર પાડ્યું હતું તેનો આદેશોની કૃષિ વિભાગે શરૂઆત કરી દીધી છે. આ યોજના મુજબ ખેતીવાડી ખાતા દ્વારા એમ્પેનલ્ડ કરેલ મિડીયમ સાઇઝના ગુડ્સ કેરેજનાં વાહનોની ખરીદવા માટે નાના અને મધ્યમ ખેડૂતોને કુલ ખર્ચના 35 % અથવા કુલ 75,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે, જ્યારે બીજાં ખેડૂતોને વાહન સહાયમાં કુલ ખર્ચના 25 % એટલે કે કુલ 50,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે.

આ નવી યોજનાનો લાભ તમામ જિલ્લાના બધાં જ કેટેગરીના ખેડૂતો લઇ શકશે. ચાલુ વર્ષમાં આ યોજના હેઠળ 5 વર્ષમાં 1 વાર ખાતાદીઠ વાહનની માટે સહાય આપી શકાશે. સંયુક્ત ખાતા ધારકોએ ખાતાધારકોનું સંમતિપત્રક ફરજીયાત આપવું પડશે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા નક્કી કરેલા સુધારા મુજબ બીએસ સ્ટાન્ડર્ડના વાહનોની પણ ખરીદી કરી શકાશે.

આ યોજનાનો લાભ મેળવનાર ખેડૂત લાભ મળ્યાના 2 વર્ષ સુધી જે-તે ખરીદી કરેલ વાહનનું વેચાણ કરી શકશે નહીં. જો તેમ થશે તો સહાયની આખી રકમ તેણે સરકારને જ જમા કરવાની રહેશે. આ વાહનોનો ઉપયોગ કૃષિ ઉત્પાદનોની માટે જ કરી શકાશે. પેસેન્જર પરિવહનમાં જો આ વાહનનો ઉપયોગ થશે તો સરકાર દ્વારા તેનાં પર પગલાં લેવાંશે.

ખેડૂતોએ ikhedut પોર્ટલ પર અરજી કરીને તેની હાર્ડ કોપી અરજી પત્રકની સંમતી માટે જિલ્લા ખેતીવાડી અધિકારી સમક્ષ રજૂ કરવાની રહેશે. અરજી મળ્યેથી અધિકારી પાસેથી એવું સર્ટીફિકેટ મેળવવાનું રહેશે કે તેણે  પહેલાં પણ આવી કોઇ સહાય મેળવી નથી. જો, કે પહેલું વર્ષ હોવાથી આવું પ્રમાણપત્ર મેળવવાની જરૂરીયાત નથી.

ખેતીવાડી ખાતા દ્વારા એમ્પેનલ્ડ થયેલી ઘટનામાં સમાવિષ્ટ ઉત્પાદકો પાસેથી જ આવા વાહનોની ખરીદી કરી શકાશે. આ યોજનાનાં લાભાર્થીને વાહનની ખરીદી માટે પૂર્વ મંજૂરી 2 માસ માટે આપવાની રહેશે. આ સમયગાળામાં જ  વાહનની ખરીદી કરીને જિલ્લા ખેતીવાડી અધિકારીને આધાર પુરાવાની સાથે કાગળો આપવાના રહેશે. વાહન સહાય માટેની અરજી ઇખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન આપવાની રહેશે.

ખેડૂત લાભાર્થી જ્યારે વાહનની ખરીદી કરે ત્યારબાદ જે પુરાવા રજૂ કરે ત્યારબાદ લાભાર્થીને સહાય ચૂકવવામાં આવશે. જેની પ્રક્રિયા ખેડૂતને આઇખેડૂત પોર્ટલ પરથી જ મળી રહેશે. આ સહાય જે-તે ખેડૂતને RTGS અથવા તો તેનાં એકાઉન્ટ પે ના ચેકથી ચૂકવવામાં આવશે. આ પ્રક્રિયાની કુલ 30 દિવસની અંદર પુરી કરવામાં આવશે.

આ યોજનાના નિયંત્રણની માટે નિયંત્રણ અધિકારી તરીકે ખેતી નિયામકની રહેશે. આ યોજનાના અમલીકરણની કાર્યવાહી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કરવામાં  આવશે. આ યોજનામાં સરકારે વર્તમાન નાણાકીય વર્ષની માટે કુલ 50 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…