માવાપ્રેમીઓને લાગશે મોટો ફટકો: જાણો એવું તો શું થયું કે ખેડૂતોએ તમાકુની ખેતી કરવાનું બંધ જ કરી દીધું- જાણો અહીં

Share post

હાલ ગુજરાતમાં તમાકુ અને તેની બનાવટો પર રાજ્ય સરકાર પ્રતિબંધના નિયમોનું પાલન કરાવી શકતી નથી.પરંતુ રાજ્યના ખેડૂતો સમજી ગયા છે. તેમણે ધીરે-ધીરે તમાકુનું વાવેતર અને ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે.તમાકુથી બનતી વસ્તુઓ પર સૌથી ઊંચો GST અને વિવિધ ટેક્સના લીધે ખેડૂતોએ પાક બદલવાનું શરૂ કર્યું છે.

ગુજરાતમાં તમાકુની બનાવટોના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ છે,પરંતુ તે બિનજરૂરી હોય તેમ લાગે છે.રાજ્યમાં ખુલ્લેઆમ તમાકુની બનાવટોનું વેચાણ થઈ રહ્યું છે,તેથી હાઇ ઓન લાઇફ ફાઉન્ડેશને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખીને તમાકુની બનાવટોના ખરીદ-વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની રજૂઆત કરી છે. આ સંગઠન તમાકુની બનાવટો અને વ્યસનો સામેની લડાઇમાં આગળ છે.આ સંગઠનના પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટે જણાવતાં કહ્યું છે કે,રાજ્યમાં તમાકુની બધી જ બનાવટો પર પ્રતિબંધ હોવો જરૂરી છે,જેથી અમે રાજ્ય સરકારને આવેદન આપી રજૂઆત કરી છે અને કહ્યું છે કે,તમાકુ ફ્રી ગુજરાત માટે સરકારે કડક નિયમો બહાર પાડવા જોઇએ.

ગુજરાતમાં મહત્વની વાત એવી સામે આવી છે કે,દેશના ઘણાં રાજ્યોમાં તમાકુની બનાવટ અને તેના ઉપયોગ પર ધીરે-ધીરે પ્રતિબંધ આવી રહ્યો છે,ત્યારે ગુજરાતમાં તમાકુનું વાવેતર કરતાં ખેડૂતોએ તમાકુની વાવણી ઘટાડી દીધી છે. રાજ્યમાં છેલ્લા 3 વર્ષની ગતિ જોઇએ તો તમાકુના વાવેતરમાં 60% નો મોટો ઘટાડો થયો છે.ગુજરાતમાં તમાકુની બનાવટો પર પુરેપુરો પ્રતિબંધ નથી પરંતુ હવે સરકારે તે વિચાર પર ગંભીરતાથી વિચાર્યું છે.

તમાકુની બનાવટો જેવી કે ગુટકાખેનીવિવિધ બ્રાન્ડનાં તમાકુના મસાલાપાનબીડીસિગરેટ સહિતની બધી ચીજ-વસ્તુઓ પર રાજ્ય સરકાર સંપૂર્ણ અટકાવી શકી નથી,પરંતુ ખેડૂતોએ તમાકુથી હાથ સાફ કરી લીધાં છે. મધ્ય ગુજરાતમાં કે જ્યાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન થતું હતું.ત્યાંના ખેડૂતોએ હવે પાકમાં બદલાવ કર્યો છે. આગલાં વર્ષે ખેડૂતોએ 1,61,860 હેક્ટર વિસ્તારમાં તમાકુની વાવેતર કર્યું હતું અને તેનું ઉત્પાદન અંદાજે 3,13,260 મેટ્રીક ટન થવાનો અંદાજ કહેવામાં આવ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post