ભારે વરસાદના કારણે ખેડૂતોને આશરે 5 હજાર કરોડના નુકસાનનો અંદાજ, આ પાંચ પાકોને થયું ભારે નુકશાન

હાલમાં સમગ્ર રાજ્યમાં ભારેથી-અતિભારે વરસાદ પડી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગના ખેતરોમાં વરસાદના પાણી ભરાય ગયા છે. ચોમાસા વાવેતરમાં 4 પાકને બાદ કરતાં તમામ પાકમાં વાવેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ચોમાસા દરમિયાન 48 જેટલાં પાકનું વાવેતર કરવામાં આવે છે. જેમાંથી મગફળી, તલ, બાજરી, સોયાબીન આ 4 પાક સરેરાશ કરતાં વધું પ્રમાણમાં વાવવામાં આવ્યા છે. આ 4 પાકમાં ખેડૂતોએ 26 લાખ હેક્ટરમાં વાવેતર કર્યું છે. જે કુલ 83 લાખ હેક્ટરની સામે 31 ટકા છે. કપાસ 23 લાખ સાથે ગણવામાં આવે 49 લાખ હેક્ટર પ્રમાણે તો 50 ટકા વાવેતર આ 5 પાકમાં જ થયું છે. જેમાં કપાસમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે.
હળવદના વેગડવા ગામની સીમમાં પાણી વહેણ બંધ કરાતા ખેતરોમાં પાણી ભરાયા હતા…
રાજ્યમાં આ વર્ષે ભારેથી-અતીભારે વરસાદના કારણે આ 5 પાકમાં સૌથી વધું નુકસાન થયું છે. ખેતરોમાં લાંબોસમય સુધી પાણી ભરાઈ રહેવાના કારણે પાક સુકાઈ ગયા છે. જો માત્ર 10 ટકા જ નકસાન ગણવામાં આવે તો પણ ઓછામાં ઓછું 5 લાખ હેક્ટરે નુકસાન થયું છે. જેમાં મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે. વધું પાણી ભરાઈ રહેવાના કારણે ખરેખર તેમને વિમો મળવો જોઈએ પણ ગુજરાત સરકારે નવી કૃષિ નીતિ બનાવી છે તેમાં વિમો મળી શકે તેમ નથી. કારણ કે, એકી સાથે 25 ઈંચ વરસાદ પડેલો હોવો જોઈએ. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે. ઉભા પાક સુકાઈ ગયા છે. જો તમામ પાક ગણવામાં આવે તો 10 લાખ હેક્ટરને નુકસાન થયું હોવાનું માની શકાય છે. આમ, કપાસ, મગફળી, તલ, સોયાબીન, મરચા જેવા શાકભાજી પાકોમાં મોટું નુકસાન થયું છે.
કલ્યાણપર ગામના ખેતરોમાં પાણી ભરાયા…
કેન્દ્ર સરકારે 2015-16માં ખેડૂતોને સરેરાશ એક હેક્ટરે પાક માટે ખર્ચ કરવું પડે છે, તે રૂ.43128 આવે છે. ખેડૂતોના અંદાજ પ્રમાણે 2020માં આ ખર્ચ વધીને રૂ.50 હજાર આસપાસ થઈ ગયો છે. આમ 10 લાખ હેક્ટરના વાવેતર નુકસાન પ્રમાણે ખેડૂતોને રૂ.5000 કરોડનું નુકસાન થયું હોઈ શકે છે. તેથી ખેડૂતોને આ નાણાં વીમા તરીકે મળવા જોઈએ એવું ખેડૂત આગેવાન માની રહ્યાં છે. તમામ પાકની એક હેક્ટરે સરેરાશ 43 ક્વીન્ટલ થાય છે. જેમાં જંગી ઘટાડો થયો છે. તેથી સરકારે તેને વળતર આપવું જોઈએ.
ગુજરાત રાજ્યના ખેડૂત આગેવાન પાલભાઈ આંમ્બલીયા કહે છે કે, સૌરાષ્ટ્રમાં કુલ જમીનના 25 ટકા પાકમાં નુકસાન થયું છે. સરકરે હવે વીમા યોજના રદ કરી દીધી છે. હાલ વીમા યોજના કોઈ નથી. જે છે તે સહાય યોજના છે. તેની આકરી શરતોના કારણે કોઈ ખેડૂતોને રાજ્ય સરકાર મદદ મળી શકે તેમ નથી. ખેડૂત આગેવાન સાગર રબારી કહે છે આખા ગુજરાતમાં મોટા પ્રમાણમાં પાક નિષ્ફળ ગયો છે. અમે માંઘણી કરી છે કે ખેડૂતોની વીમા યોજના તૈયાર કરીને તેનો નવેશરથી અમલ કરવામાં આવે અને વળતર આફવામાં આવે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…