વર્ષોથી કુદરતી આફતોનો સામનો કરતા ગુજરાતના ખેડૂતો માથે ચિંતાના કાળા વાદળો છવાયા, જો બે-ચાર દિવસમાં…

Share post

પાટણ જિલ્લાના ખેડૂત અંદાજે 4-4 વર્ષથી કુદરતી આફતોનો સામનો કરી રહ્યા છે, ત્યારે ચાલુ કમોસમી માવઠાએ બેહાલ કર્યા પછી હવે ખેડૂતો દ્વારા ચોમાસાની સીઝનમાં પણ જિલ્લામાં પડેલ સામાન્ય વરસાદને લઈને ખેડૂતો દ્વારા કુલ 50,000 હેકટર જમીનમાં વાવેલ બિટી કપાસ, ઘાસચારો તેમજ ચોમાસુ બાજરી તેમજ શાકભાજીના પાકોનું વાવેતર કર્યું છે, પણ વરસાદ ખેંચાતા અને નર્મદાની કેનાલોમાં પાણીના અભાવે પાક સુકાવાની ભીતિ ખેડૂત સેવી રહ્યા છે.

આ વિશે મળતી માહિતી મુજબ, પાટણ જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં વરસાદી ઝાપટા પડતાની સાથે ખેડૂતોએ ઊચા ભાવના બિયારણ, ખેડના ખર્ચ કરીને ચોમાસુ પાકની વાવણી કરી હતી. તેમને એક આશા હતી, કે સમય અંતરે વરસાદ અને કેનાલોમાં પાણી મળી રહેશે, પણ દુર્ભાગ્યવશ વરસાદે તો હાથમાં તાળી આપી છે.

પણ જિલ્લાના એવા ઘણાં ગામો છે, કે જ્યાં હજુ સુધી નર્મદાનું પાણી પણ મળી રહેતું નથી. જેથી, હવે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઈ રહ્યાં છે. બીટી કપાસના પાકમાં 5 થી પણ વધુ વખત પિયતની જરૂરીયાત પડે છે, અને હવે પાણી ન મળતા હવે પાક સુકાઈ જાય એવી સ્થિતિમાં મૂકાઈ ગયાં છે. જેને લીધે ખેડૂતોને હવે વરસાદી પાણીની તાતી જરૂરિયાત ઉભી થવા લાગી છે.

પાટણ જિલ્લામાં સૌપ્રથમ વરસાદી ઝાપટું વરસતાની સાથે જ ખેડૂતોએ ચોમાસું બાજરી, 15,000 હેકટરમાં ઘાસચારો, 10,000 હેકટરમાં તો બિટી કપાસ, 20,000 હેકટર જમીનમાં શાકભાજી 500 હેકટર અને કઠોળનું કુલ 4,000 હજાર હેકટર જમીનમાં પેટે પાટા બાંધીને કર્યું છે. પણ, હવે છેલ્લા કુલ 20 દિવસથી પણ વધુ સમયથી વરસાદ ખેંચાયો છે. તો બીજી બાજુ જિલ્લામાં આવેલ ઘણાં ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદાની કેનાલનું પાણી પણ ખેડૂતના ખેતરો સુધી પહોચી રહ્યું નથી.

એક બાજુ વરસાદ ખેંચાયો તો બીજી બાજુ નર્મદાની કેનાલનું પાણી ન મળવાને લીધે બાજરી ઘાસચારો અને બિટી કપાસ કઠોળ અને શાકભાજીનો પાક પણ હવે સુકાઈ જવા તરફ જઈ રહ્યો છે. ખેડૂતોએ કરેલ ખર્ચા પરંતુ હવે માથે પડે એવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. જો, 2-4 દિવસમાં વરસાદ આવે તો પાક બચી શકે તેમ છે, એવું ખેડૂતો માની રહ્યા છે, નહિતર કરેલ બધાં જ પાકનું બીજીવાર વાવેતર કરવું પડશે એવી સ્થિતિનું નિર્માણ થાય તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.

ચોમાસાના વરસાદ અને કેનાલોમાં પાણી મળી રહેશે એવી આશાએ ખેતી કરતા ખેડૂતો પાક વાવણી તો કરી પરંતુ ત્યારપછી વરસાદે હાથ તાળી આપી જતો રહ્યો અને બીજી બાજુ કેનાલોમાં પણ પાણીના અભાવે હવે એવી સ્થિતિ આવી છે, કે જે વાવેતર કર્યું તેમાં જો સમયસર પાણી નહિ મળી રહે તો તમામ પાક જ ફેલ જશે. ખેડૂતોને ફરીપાછો ખર્ચ કરીને બીજીવાર વાવેતર કરવું પડશે. હાલમાં, તો ખેડૂતો એવી આશા રાખી રહ્યા છે, કે જલ્દી વરસાદ આવે અને પોતાનો પાક પણ બચી જાય.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post