લોકડાઉનના સમયમાં પણ ખેડૂતોએ આ ફળની ખેતી કરી કમાયા 80 લાખ રૂપિયા- જાણો વિગતે

Share post

કોરોના સંક્રમણને કારણે સમગ્ર ભારતમાં વધતા કેસને ધ્યાનમાં રાખીને સતત 4 વખત લોકડાઉન કરવામાં આવ્યું હતું. આવા સમયમાં લોકોના રોજગાર-ધંધા બંધ થઈ રહ્યા છે. મુશ્કેલીઓભર્યા આ સમયને પડકાર માનીને ઝારખંડની ખેડૂત ઉત્પાદક કંપનીઓ સતત ખેડૂતોની મદદ કરી રહી છે. આ ખેડૂત ઉત્પાદક કંપની ઝારખંડ સરકારના ગ્રામીણ વિકાસ વિભાગના જોહાર પરિયોજના અંતર્ગત ગઠિત કરવામાં આવી છે. ખેડૂત ઉત્પાદક કંપનીઓ રાજ્યમાં ગઠિત 3244 ઉત્પાદક સમૂહો સાથે સંકળાયેલા ખેડૂતોના ઉત્પાદોને સ્થાનિક તેમજ જથ્થાબંધ વેપારીઓ સાથે જોડવા માટે સતત પ્રયાસરત છે. આ કંપનીઓ ઉત્પાદક સમૂહો દ્વારા ખેડૂતોની ઉપજને બરબાદ થતી રોકવા માટે ઘણા લિંકેજ સ્થાપિત કરી ચુકી છે.

ઉત્પાદક સમૂહો અંતર્ગત હજારો ખેડૂતોના કૃષિ સંબંધી કાર્ય તેમજ બજાર ઉપલબ્ધ કરાવવામાં સહયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી લોકડાઉનમાં ખેડૂતોની આવક સુનિશ્ચિત થઈ શકે તેમજ મૌસમી ઉત્પાદોનું વેચાણ સુનિશ્ચિત કરી શકાય. શહેરી વિસ્તારોમાં શાકભાજીઓની અછતને પૂર્ણ કરવા માટે સપ્લાઈ ચેન અજીબોગરીબ સમયમાંથી પસાર થઈ રહી છે. આવી પરિસ્થિતિમાં જોહાર પરિયોજનાના વિશેષ હસ્તક્ષેપથી ઉત્પાદક કંપનીઓને મોટા શાકભાજી વિક્રેતાઓ સાથે ડાયરેક્ટ સંપર્ક કરી અને જિલ્લા પ્રશાસન પાસેથી પરવાનગી લઈને, 335 ઉત્પાદક સમૂહો સાથે સંકળાયેલા ખેડૂતોની ઉપજને બજાર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.

ઝારખંડના વિવિધ જિલ્લાની 9 ઉત્પાદક કંપનીઓ દ્વારા અત્યારસુધીમાં 825 મેટ્રિક ટન શાકભાજી તેમજ ફળોનું વેચાણ કરી 80 લાખ રૂપિયા કરતા વધુનો વેપાર કરવામાં આવ્યો છે. દર વર્ષે ગરમીમાં ઝારખંડમાં તરબૂચ તેમજ શક્કરટેટીનું મબલખ ઉત્પાદન થાય છે, આ વર્ષે પણ સારું ઉત્પાદન થયું છે પરંતુ ખેડૂતોની સામે લોકડાઉનના કારણે વેચાણની મુશ્કેલી હતી. આ અગાઉ અત્યારસુધી 630 મેટ્રિક ટન તરબૂચનું વેચાણ સારી કિંમતે કરવામાં આવ્યું છે, જેનાથી આશરે 26 લાખ રૂપિયાની આવક ખેડૂતોને થઈ છે.

જોહાર પરિયોજનાના પ્રોજેક્ટ ડાયરેક્ટર, બિપિન્ન બિહારીએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન ખેડૂતોની ઉપજને અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવી છે. તેમણે કહ્યું કે, અમારા પર ઘણા સંસ્થાગત રિટેલરના ફોન આવી રહ્યા છે, જેમના દ્વારા ઉત્પાદક કંપનીઓને આવનારા દિવસોમાં સારી આવક થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post