જામનગરમાં મગફળીનો એટલો ભાવ મળી રહ્યો છે કે, સમગ્ર રાજ્યભર માંથી ખેડૂતો ઉમટ્યા

Share post

જામનગર જીલ્લાનાં હાપા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા બજારમાં શીંગનાં મણનાં 750 રૂપિયાથી માંડીને 1,485 જેટલા રૂપિયા સુધીનો ખૂબ જ ઊંચો ભાવ બોલાતો હોવાનાં લીધે જામનગર જીલ્લાનાં ખેડૂતો સિવાય સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પણ ઘણા ખેડૂતો મગફળીનો જથ્થો લઈને વેચાણ માટે આવે છે. તામિલનાડુ રાજ્યનાં ઘણા વેપારીઓ ઉચ્ચ કોટિનાં બિયારણની ખરીદી કરવા માટે હાપા માર્કેટિંગયાર્ડમાં આવ્યા હોવાનાં લીધે હરાજીની પ્રક્રિયામાં બહુ જ તેજી આવી છે. જેને લીધે ખેડૂતો આકર્ષાયા છે, તેમજ 2 દિવસમાં હાપા માર્કેટિંગ યાર્ડની 10 KMની ત્રિજ્યામાં વાહનોની લાઈન લાગી ગઇ હતી.

હાપા માર્કેટિંગ યાર્ડમાં રવિવારનાં રોજ રાત્રીનાં 12 વાગ્યાથી સોમવારનાં રોજ સવારે 5 વાગ્યા સુધીનાં સમયગાળામાં ખેડૂતોને પોતાની મગફળી લાવવા માટેની જાણકારી આપવામાં આવી હતી, પણ જામનગર જીલ્લા સિવાય રાજકોટ, મોરબી. સુરેન્દ્રનગર તેમજ કચ્છ સહિતનાં ઘણા ખેડૂતો શનિવારનાં રોજ રાત્રેથી જ પોતાની મગફળીનો જથ્થો લઇને જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે આવ્યા હતા તેમજ વાહનોનાં થપ્પા લાગી ગયા હતા.

જામનગરનાં હાપા માર્કેટિંગ યાર્ડથી છેક ધુવાવ સુધી તેવી જ રીતે ખંભાળિયા બાયપાસ ચોકડી, ખીજડીયા બાયપાસ ચોકડી સહિતનાં આજુબાજુનાં 10 KMનાં એરિયાની ત્રિજ્યામાં શીંગનાં વાહનોની લાઈન લાગી હતી. તેમજ કોઈપણ પ્રકારની ધમાચકડી વગર બધા 800 જેટલા વાહનોને માર્કેટિંગ યાર્ડની ટીમ દ્વારા સતત 48 કલાક સુધી ટોકન વહેંચણીની પ્રક્રિયા શરુ રાખવામાં આવી હતી. તેમજ એક પણ વાહન ચાલકની વચ્ચે ઘર્ષણ થયું ન હતું. આ પણ જામનગર જીલ્લા માટે એક સારા સમાચાર છે.

આ સિવાય તામિલનાડુ રાજ્યનાં ઘણા વેપારીઓ ખુલ્લા બજારમાં શીંગની ખરીદી કરવા માટે જામનગર જીલ્લામાં આવી પહોંચ્યા છે, તેમજ જામનગર જીલ્લાનાં હાપા માર્કેટિંગ યાર્ડમાં તેઓ ઉચ્ચ કોટિનું મગફળીનું બિયારણ પ્રાપ્ત થતું હોવાનાં લીધે હરાજીમાં રસ દાખવે છે. તેમજ સતત એક અઠવાડિયા સુધી 1,400 જેટલા રૂપિયાથી વધુનો મણની કિંમત બોલાવાય છે. તમિલનાડુ રાજ્યનાં વેપારીઓ હજુ પણ રોકાયા હોવાથી તેમજ મગફળીની ખરીદીમાં રસ દાખવતા હોવાનાં લીધે જામનગર જીલ્લાની બજારમાં તેજી જોવા મળે છે.

તામિલનાડુ રાજ્યનાં વેપારીઓનાં જણાવ્યા મુજબ જામનગર જીલ્લા અને આજુબાજુનાં વિસ્તારમાં ઉત્પાદિત થતી મગફળીનું બિયારણ ઉચ્ચ કોટિનું છે તેમજ તે બિયારણને તમિલનાડુ રાજ્ય તરફ લઈ જવામાં આવે તો તેનો બિયારણ તરીકે વધારે પ્રમાણમાં ઉપયોગ થઇ શકે તેમ છે. જેને લઇને સંપૂર્ણ ગુજરાત રાજ્યમાં મગફળીનાં મણની ઉંચી કિંમત હોવાનું પણ જાણવા મળ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…