રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતોમાં આનંદનો માહોલ- જાણો ગુજરાતમાં ક્યા પાકનું કેટલું વાવેતર થયું?

Share post

હાલમાં ઘણાં સમયથી કોરોના મહામારીની સાથે વરસાદની પણ મહામારી ચાલી રહી છે. સૌરાષ્ટ્રની ઘણી નદીઓમાં નવાં નીરનું પણ આગમન થયું છે, તેમજ ઘણી નદીઓમાં ઘોડાપુર પણ આવ્યાં છે. ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવાં મળી રહી છે. હાલમાં પણ વરસાદને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.

સમગ્ર રાજ્યમાં આવેલ સાર્વત્રિક વરસાદને લીધે તમામ  ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી રહી છે. સમગ્ર રાજ્યમાં હાલમાં કુલ 85% વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે ખેડૂતોએ વાવણી પણ ઘણાં મોટા પ્રમાણમાં કરી છે. સમગ્ર રાજ્યમાં હાલની સ્થિતિએ કુલ 95% વાવેતર પૂર્ણ પણ થઈ ચૂક્યું છે. જેમાં તેલીબિયાનું વાવેતર ઘણાં મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે.

રાજ્યમાં સાર્વત્રિક સારા વરસાદને લીધે ખરીફ પાકનું વાવેતર પણ પૂર્ણતાને આરે પહોંચી ગયું છે. સમગ્ર રાજ્યમાં 17 ઓગસ્ટ સુધી ખરીફ પાકનું કુલ 95% વાવેતર પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. જેમાં તેલીબિયાનું મબલખ વાવેતર કરવામાં આવ્યું છે. તલમાં પણ વર્ષ 2020ની ખરીફ ઋતુમાં ગયા વર્ષ કરતાં બમણું વાવેતર કરવામાં આવ્યું છે. તેલીબિયાનાં પાકોનું વાવેતર પણ કુલ 113% જેટલું થઈ ચૂક્યું છે.

સમગ્ર રાજ્યમાં હાલમાં ખરીફ પાકની ઋતુમાં વાવેતર પર નજર કરીએ તો..

ડાંગરનું કુલ 7.71 લાખ હેકટર તેમજ કુલ 94.02 % વાવેતર કરવામાં આવ્યું છે.

બાજરીનું કુલ 1.82 લાખ હેકટર તેમજ કુલ 113.08 % વાવેતર કરવામાં આવ્યું છે.

મકાઈનું કુલ 2.82 લાખ હેકટર તેમજ કુલ 92.03 % વાવેતર કરવામાં આવ્યું છે.

તુવેરનું કુલ 2.20 લાખ હેકટર તેમજ કુલ 89.08 % વાવેતર કરવામાં આવ્યું છે.

મગનું કુલ 88 હજાર હેકટર તેમજ કુલ. 94.30 % વાવેતર કરવામાં આવ્યું છે.

કઠોળનું કુલ વાવેતર 4.15 લાખ હેકટર તેમજ કુલ 88.03 % વાવેતર કરવામાં આવ્યું છે.

મગફળીનું કુલ 20.53 લાખ હેકટર તેમજ કુલ 133.34 % વાવેતર કરવામાં આવ્યું છે.

તલનું કુલ 1.39 લાખ હેકટર તેમજ કુલ 136.23 % વાવેતર કરવામાં આવ્યું છે.

સોયાબીનનું કુલ 1.48 લાખ હેકટર તેમજ કુલ 121.99 % વાવેતર કરવામાં આવ્યું છે.

તેલીબિયાંનું કુલ વાવેતર તેમજ કુલ 27.23 લાખ હેકટર તેમજ 113.86 % વાવેતર કરવામાં આવ્યું છે.

કપાસનું કુલ 22.73 લાખ હેકટર તેમજ કુલ 85.02 % વાવેતર કરવામાં આવ્યું છે.

શાકભાજીનું કુલ 2.17 લાખ હેકટર તેમજ કુલ 93.66 % વાવેતર કરવામાં આવ્યું છે.

સમગ્ર રાજ્યમાં કુલ 80.64 લાખ હેકટર વિસ્તારમાં કુલ 95 % વાવણી કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…