‘આત્મનિર્ભર ખેડૂત’ તરફ રાજ્ય સરકારનું વધુ એક પગલું – ખેતીમાં ઉપયોગી ‘સૂર્યઉર્જા રૂફટોપ યોજના’નો લાભ મેળવવાં આ નંબર પર કરો કોલ

Share post

ખેડૂત મિત્રો, ગુજરાત રાજ્યમાં થઇ રહેલ ખેતી વિકાસની પ્રશંસા સમગ્ર દેશમાં થઈ રહી છે. ગુજરાત રાજ્યની ખેતીમાં પ્રતિદિન ટેક્નોલોજીની સાથે બદલાવ થતો જાય છે. આપણા રાજ્યમાં ખેડૂત ઉપયોગી યોજનાઓ તેમજ વિસ્તરણ પ્રવૃત્તિઓને લીધે રાજ્યના ખેડૂતો નવીન ખેતી પધ્ધતિ, નવી જાતો તથા ટેક્નોલોજીમાં સતત રસ દાખવી રહ્યાં છે, જે આપણા રાજ્યના ખેડૂતોની જાગૃતિ દર્શાવે છે.

આની ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા પ્રજાલક્ષી રહેણાંક વિસ્તારોના વીજ-ગ્રાહકોને અનુલક્ષી સૌર-ઉર્જા દ્વારા ઘરમાં વીજ-ઉત્પાદન તેમજ જરૂર પૂરતી વીજળી વાપરીને વધેલ વીજળી વેંચીને વીજ-બીલમાં રાહત અને વધારાની આવક મેળવે એ ધ્યેયથી “સૂર્ય ગુજરાત” એટલે કે,સૂર્ય ઉર્જા રૂફટોપ યોજનાની શરુઆત કરવામાં આવી છે. આ યોજનાનું સંચાલન ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી.

દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે સરદાર પટેલ, વિદ્યુત ભવન, રેસ કોર્ષ રોડ, ગૌતમ નગર, વાડીવાળી, વડોદરા, ગુજરાત-390007 ખાતે કાર્યરત રહેલી છે. આ યોજનાની માહિતી પર દર્શાવેલ સરનામા પર રૂબરૂ મુલાકાત લઈને અથવા તો ટોલ ફ્રી નંબર (0265) 2310582 મેળવી શકો છો. આ યોજના હેઠળ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. દ્વારા ગુજરાત રાજ્યમાં કુલ 300 થી પણ વધારે સોલાર એજન્સી કાર્યરત છે. આ તમામ એજન્સીઓની જાણકારી આપને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. ની વેબસાઈટ www.gseb.com પરથી મળી રહેશે.

સોલાર પંપ પણ ખેતરોમાં પણ લગાડવા જોઈએ, જેને લીધે ખેડૂતોને એમાંથી પણ આવકનો સ્ત્રોત મળી શકે. આની સાથે જ અંતરિયાળ વિસ્તારમાં ખેડૂતોને રાત્રે વીજળી મળતી હોય ત્યારે સોલાર પંપ લગાવીને દિવસ દરમિયાન ખેતીલક્ષી કાર્યો કરી શકે છે તથા રાત્રિ ખેતી કાર્યોમાંથી છુટકારો મળી શકે છે. ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે કુલ 2 લાખ સોલાર રૂફટોપની સાથે આગામી માત્ર 3 વર્ષમાં કુલ 8 લાખ સોલાર રૂફટોપ દ્વારા કુલ 1,800 મેગાવોટ વીજ ઉત્પાદનનું લક્ષ્ય રાખવામાં આવ્યુ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post