મહિનાઓ સુધી આવક આપતી કારેલાની ખેતી કરી ખેડૂતો થઇ રહ્યા છે માલામાલ- જાણો સંપૂર્ણ માહિતી

Share post

દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવાં લાગ્યાં છે. જમીનને માફક આવે એવાં પાકોની ખેતી કરીને ખેડૂતો બમણી આવક મેળવી રહ્યાં છે. વર્ષો પુરાણી ખેતીને અલવિદા કહીને ડાંગરની જગ્યા પર શેરડી, આદુ, પપૈયા, કેળા તેમજ શાકભાજીની ખેતી કરીને ખેડૂતો ખેતીમાંથી આવક મેળવી રહ્યાં છે.

શાકભાજીનાં ભાવ સતત વધતાં જતાં હોવાથી ખેડૂતો રોકડિયા પાક તરીકે કારેલાંની ખેતી કરીને જીવન નિવાર્હ માટે એક શ્રેષ્ઠ રસ્તો શોધી કાઢયો છે. ઓછા ખર્ચમાં વધારે આવક રળી આપતી કારેલાની ખેતી છે. ઉમરગામ તાલુકામાં કેટલીક પ્રકારની શાકભાજીની ખેતી કરવામાં આવી રહી છે, જેમાં કારેલાની ખેતીનું ખુબ જ મહત્વ રહેલું છે. કારેલા ખોરાકની સાથે-સાથે ઔષધીમાં પણ ઉપયોગી બને છે.

કારેલાની ખેતી અંગે સમજ આપતો ઉમરગામ તાલુકામાં આવેલ પલસેટ ગામનાં ખેડૂત જયેશ ગોપાળભાઇ પટેલ જણાવતાં કહે છે કે, કારેલાની ખેતી કુલ 7 મહિના  સુધી ખેડૂતોને આવક રળી આપે છે. જેની માટે થોડી માવજત કરવી જરૂરી છે.

ખેડાણ :
કારેલાની ખેતી કરવાં માટે સૌપ્રથમ તો જમીનને ક્ષમતા કરવાં પ્લાવ મારીને ફલ્ટી દ્વારા માટી નાની કરી દેવી જોઈએ. ત્યારપછી એને તપવા દેવી, એના પર છાણીયું ખાતર તેમજ દીવેલા તથા ખોળ નાખી દઇને સમતલ જમીન પર પાળા બનાવી દેવાં જોઈએ. બે પાળાની વચ્ચે કુલ 3 ફૂટનું અંતર રાખવું જોઈએ. જેને કારણે ચોમાસાની ઋતુમાં પાણી ભરાય ન રહે. પાળી પર કુલ 3 ફૂટનાં અંતરે પાળા ખોદીને કુલ 2-3 દિવસ બાદ બીજ રોપી દેવા જોઈએ, કારેલાનો છોડ થાય છે . ચઢાવવા માટે માંડવો તૈયાર કરવો જોઈએ. જે ચોમાસાની ઋતુમાં પવનનાં સુસવાટામાં પણ ખરી અડીખમ રહે છે.

પાણી આપવાની રીત :
કારેલાનાં છોડ પર ટપક સિંચાઇથી દર ત્રીજા દિવસે પાણી આપવું જોઈએ. ચોમાસાની ઋતુ પછી પાણી કુલ 4 દિવસે આપવું જોઈએ.

દવાનો છંટકાવ :
કારેલાનાં પાન પીળા પડવા લાગે એટલે દાવની નામનો રોગ લાગુ પડી જતો હોય છે. જેને નિયંત્રણમાં લાવવાં માટે કોમ્બી એટલે કે DT જંતુનાશક દવાનો છંટકાવ તેમજ રીડોમીલ પાવડરનો છંટકાવ કરવો જોઈએ.

ખાતર આપવાની રીત :
કારેલાનાં છોડમાં ડ્રાઇ તેમજ પ્રીયસ ખાતર જરૂરી માત્રામાં આપવો જોઈએ.

ખૂબ જ ઓછા ખર્ચમાં ઓછા સમયમાં તેમજ ઓછી મહેનતમાં વધારે ઉત્પાદન તથા આવક આપતાં કારેલાની ખેતી થકી આ વિભાગનાં કેટલાંક ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. આ ખેડૂતો નક્કર નોકરી છોડીને શ્રેષ્ઠ ખેતી બાજુ વળ્યા છે.

ઉમરગામ તાલુકામાં માર્કેટ ભાવને આધારે વેપારી દ્વારા આપવામાં આવતા ભાવોને લઇ સંતોષ માની પડી રહ્યાં છે. જેમાં વાપી વિભાગનાં વેપારીઓની ખેતીની શાકભાજીનું વેચાણ કરી રહ્યાં છે. આ વિસ્તારમાં વેલા પર થતાં શાકભાજી પાકોમાં કારેલાની ઉપરાંત પરવર, દૂધી, ટિંડોળા, પાપડી, કાકડી, ચોળી સહિત ઘણાં પાકોનું ઉત્પાદન મોટી માત્રામાં થાય છે, જે પૈકી કારેલાનું પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે.

ખેડૂતો દ્વારા કારેલાનાં પેકિંગમાં વધારે કાળજી રાખતા હતાં. કારણ કે, માર્કેટમાં પેકિંગ કરીને કારેલાની નિકાસ થતી હતી પણ સમય બદલાઈ જતાં એની માંગ વધી જતાં હવે કેટલાંક વેપારીઓ પેકિંગ કરીને બોક્ષમાં વ્યવસ્થિત પેકિંગ કરીને વધારે ભાવ મેળવવાની આશા રાખતા હોય છે. ઉંમરગામ તાલુકામાં રહેતાં ખેડૂતોની માટે મુંબઈ પણ સારું માર્કેટ હોવાને કારણે ત્યાં પણ સારા એવાં ભાવ મળી રહે છે.

કારેલાને સિઝન મુજબ વિવિધ ભાવો મળી રહે છે. ચોમાસાની ઋતુમાં બીજી શાકભાજી ન રહેતા કારેલાનાં ભાવો મણ દીઠ કુલ  250-300  સુધી મળી રહે છે. જ્યારે સિઝન દરમિયાન ભાવો મણ દીઠ કુલ 140-150 મળી રહે છે. જે ખેડૂતોની માટે ખુબ જ સારા સાબીત થઇ રહ્યાં છે. જેનો લાભ પણ ઉંમરગામ તાલુકાનાં ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post