એક બાજુ ખેડૂતો પાકવિમા થી વંચિત રહે છે અને બીજી બાજુ પાકવીમાની ખાનગી કંપનીઓને ગુજરાતમાં 3000 કરોડનો નફો

Share post

વિધાનસભા ગૃહમાં છેલ્લા બે વર્ષમાં ખરીફ અને રવી પાકના વીમા પ્રીમિયમ અંગેના આંકડા સામે આવ્યા છે. વર્ષ 2018માં ખેડૂતોએ વીમા કંપનીને 396.53 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ભર્યું હતું. જેની સામે રાજ્ય અને કેન્દ્ર સરકારે વર્ષ 2 હજાર 746 કરોડ રૂપિયા તરીકે પ્રીમિયમ સહાય કંપનીઓને ચૂકવી છે. તો વર્ષ 2019માં ખેડૂતોએ 466 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ભર્યું અને રાજ્ય અને કેન્દ્ર સરકારે 3 હજાર 114 કરોડ પ્રીમિયમ સહાય ચૂકવી છે. સરકાર દ્વારા 7 અલગ અલગ વીમા કંપનીઓએ સિઝનવાર પ્રીમિયમની ચુકવણી કરવામાં આવી છે. જે અંગેનો રાજ્ય સરકારે લેખીતમાં જવાબ આપ્યો છે.

ખાનગી કંપનીઓને 3000 કરોડનો નફો

રાજ્ય અને કેન્દ્ર સરકારે પાક વીમા કંપનીને પ્રીમિયમ પેટે ચૂકવી છે અધધ રકમ. છેલ્લા 2 વર્ષમાં વીમા કંપનીઓને પ્રીમિયમ પેટે ચૂકવાઈ 5863 કરોડ રૂપિયા ચૂકવાયા છે. જેની સામે વીમા કંપનીએ અડધી રકમ પણ નથી ચૂકવાઈ. રાજ્યમાં ખેડૂતોને દાવા પેટે છેલ્લા 2 વર્ષમાં 2892 કરોડ ચૂકવાયા છે. ફરજીયાત પાક વિમાના કારણે થયો વીમા કંપનીઓને ફાયદો થયો છે. અમિત ચાવડાના સાવલમાં સરકારનો લેખિત જવાબ આપ્યો છે.

૨૦૧૮માં ખેડૂતોએ ૩૯૬.૫૩ કરોડનું પ્રીમિયમ ભર્યુ

રાજ્ય અને કેન્દ્ર સરકારે ૨૦૧૮માં ૨,૭૪૬ કરોડ પ્રીમિયમ સહાય કંપીઓને ચુકવી

૨૦૧૯માં ખેડૂતોએ ૪૬૬ કરોડ પ્રીમિયમ ભર્યુ

રાજ્ય અને કેન્દ્ર સરકારે ૩,૧૧૪ કરોડ પ્રીમિયમ સહાય ચુકવી

સાત અલગ-અલગ કંપનીઓને પ્રીમિયમની ચુકવણી થઈ

વિધાનસભામાં રાજ્ય સરકારનો લેખીતમાં જવાબ

વિધાનસભામાં કોંગ્રેસના વોક આઉટ અંગે કૃષિ પ્રધાન આરસી ફળદુએ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, સરકાર કોઈપણ વીમા કંપનીઓનો છાવરવા માગતી નથી. સરકાર વીમા કંપનીઓ સામે લડાઈ લડી રહી છે. સરકારે ૨૭૫૦ કરોડ રૂપિયાનો વીમો ખેડૂતોને અપાવ્યો છે. વિધાનસભામાં જ્યારે ખેડૂત અને પાક વીમાનો મહત્વનો મુદ્દો જ્યારે ચર્ચાઈ રહ્યો હતો ત્યારે કોંગ્રેસે હોબાળો કરી વોકઆઉટ કર્યુ હતુ. રાજ્યની ભાજપ સરકાર હમેશા ખેડૂતોની સાથે રહી છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, વિધાનસભામાં ટેબ્લેટ મુદ્દે વિપક્ષના નેતાને જવાબ આપવાનો હતો એટલે કોંગ્રેસે વોક આઉટ કર્યુ હતુ. કોંગ્રેસ ખેડૂતોના મુદ્દે પણ વિધાનસભામાં ગંભીર નથી.

જિલ્લો  ખેડૂતની સંખ્યા

ગીર સોમનાથ ૫,૦૦૫/ અરવલ્લી ૪,૮૧૬/ પોરબંદ ર૪,૬૮૧/ દ્વારકા ૩,૯૯૮/ અમરેલી ૨,૮૦૭/ ભાવનગ  ર૧,૧૧૬/ બનાસકાંઠા ૬૪૮/ સુરેન્દ્રનગર ૩૧૧/ જામનગ ર૧૪૭/ આણંદ ૬૭/ મહેસાણા ૦૩/ છોટાઉદેપુર ૦૨

કૃષિ મંત્રી આર.સી.ફળદુ નો જવાબ :-

વિધાનસભામાં કોંગ્રેસના વોક આઉટ અંગે કૃષિ પ્રધાન આરસી ફળદુએ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, સરકાર કોઈપણ વીમા કંપનીઓનો છાવરવા માગતી નથી. સરકાર વીમા કંપનીઓ સામે લડાઈ લડી રહી છે. વિધાનસભામાં જ્યારે ખેડૂત અને પાક વીમાનો મહત્વનો મુદ્દો જ્યારે ચર્ચાઈ રહ્યો હતો ત્યારે કોંગ્રેસે હોબાળો કરી વોકઆઉટ કર્યુ હતુ. રાજ્યની ભાજપ સરકાર હમેશા ખેડૂતોની સાથે રહી છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, વિધાનસભામાં ટેબ્લેટ મુદ્દે વિપક્ષના નેતાને જવાબ આપવાનો હતો એટલે કોંગ્રેસે વોક આઉટ કર્યુ હતુ. કોંગ્રેસ ખેડૂતોના મુદ્દે પણ વિધાનસભામાં ગંભીર નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post