મગફળીની ખરીદી બંધ થતાં કેશોદનાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન – રસ્તા પર ટ્રેક્ટર ઉતારીને કર્યો ટ્રાફિકજામ

Share post

સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યમાં આવેલ અતિભારે વરસાદને કારણે તમામ ચેકડેમો તેમજ જળાશયો ઓવરફલો થઈ ચુક્યા છે. અવારનવાર ખેડૂતો દ્વારા કરવામાં આવતા વિરોધ પ્રદર્શનને લઈ કેટલાંક સમાચાર સામે આવતા હોય છે. હાલમાં પણ આવા જ એક સમાચાર રાજ્યમાં આવેલ જુનાગઢ જીલ્લામથી સામે આવી રહ્યાં છે. આ વર્ષે સારા વરસાદની વચ્ચે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે.

જેને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. એવા સમયની વચ્ચે હવે APMC બજાર કરતા ખુલ્લા માર્કેટમાં મગફળીના ભાવ ઊંચા બોલાઇ રહ્યા છે. જેને કારણે ખેડૂતોનો પ્રવાહ ખુલ્લા બજાર બાજુ વળ્યો છે. બીજી બાજુ જૂનાગઢના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એવા સમયમાં હવે કેશોદ APMC ખાતે મગફળી ખરીદી બંધ થતાં ખેડૂતો રોષે ભરાયા છે.

કોરોના મહામારીને કારણે તમામ લોકોની અનેક આશાઓ પર પાણી ફરી ગયું છે. અનેક તહેવારો, પર્વો, ઉત્સવો રદ્દ કરવાની ફરજ પડી હતી. જો કે, હવે કોરોનાના કેસમાં થતો જતો ઘટાડો તથા દિવાળીનો સમય  નજીક આવતા બજાર ફરીથી ધમધમતા થયા છે. જૂનાગઢમાં આવેલ કેશોદ APMCમાં મગફળીની ખરીદી બંધ થઈ જતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડુતો દ્વારા ટ્રેકટરો રોડ પર રાખી દેવા તેમજ માર્ગમાં બેસી ગયા છે.

ખેડૂતોએ રસ્તા પર ઉતરીને માર્ગ બંધ કરી દીધા છે. ટ્રેક્ટર વડે રસ્તો રોકીને ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. ઘણીવાર ખેડૂતોની મગફળી રિજેક્ટ કરાતી હોવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે. મગફળી ખરીદીમાં ઘણીવાર નિયમો બદલાઈ જતા હોવાને લીધે ખેડૂતો ત્રસ્ત થઈ ગયા છે. અહીં મહત્વનું તો એ છે કે, ઝીણવટભેર ચકાસણી થતી હોવાથી તેમજ મગફળીમાં ભેજધૂળનું પ્રમાણ વધારે જણાઈ આવે એટલે મગફળી રિજેક્ટ કરવામાં આવતી હોવાથી ખેડૂતો કંટાળી ગયા છે.

અસામાજિક તત્વો ખેડૂતોના પાકને સળગાવી રહ્યાં છે:
આની સાથે જ બીજી બાજુ જૂનાગઢમાં આવેલ વંથલી તાલુકાના વાડલા ગામમાં અસામાજિક તત્વોનાં ત્રાસમાં સતત વધારો થઈ રહ્યો છે. અસામાજિક તત્વો ખેડૂતોના પાકને સળગાવી રહ્યાં છે. અડદના પાકને અસામાજિક તત્વોએ સળગાવી નાંખ્યો છે. વાડલા ગામના ખેડૂતો દ્વારા SPને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આની સાથે જ તાત્કાલિક પગલાં લેવાની ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…