પરંપરાગત ખેતી છોડી અપનાવી બાગાયત ખેતી, હાલમાં એક એકરે કરી રહ્યા છે લાખોની કમાણી – જાણો કેવી રીતે મળી સફળતા

Share post

ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવાં માટે રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. કેન્દ્ર સરકારનું ધ્યેય વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવકમાં વધારો કરવાનો રહેલો છે, શિવ શંકર વર્ષ 2019 માં બમણી આવકની કમાણી કરી રહ્યા છે. ભારત સરકાર ભલે ને બદલાઈ જાય પરંતુ ખેડૂતોની સમસ્યા તો એવીને એવી જ રહેવાની છે.

આવાં સમયની કેન્દ્ર સરકારે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે વર્ષ 2022 સુધી ધ્યેય નક્કી કર્યું છે. આ વર્ષના અંત સુધીમાં તમામ ખેડૂતની આવક બમણી થઈ જશે પણ એક ખેડૂત એવો છે કે, જેણે વર્ષ 2019 માં જ પોતાની આવકને બમણી નહિ પણ પાંચ ગણી કરીને બતાવી આપી છે.  પ્રભુવાલા ગામનાં ખેડૂત શિવ શંકરભાઈએ આવું કરી બતાવ્યું છે. જે અન્ય ખેડૂતોની માટે એક પ્રેરણારૂપ બન્યાં છે.

પરંપરાગત ખેતી છોડી અપનાવી બાગાયત ખેતી :
શિવ શંકર પરંપરાગત રીતે ખેતી કરનાર એક સામાન્ય ખેડૂત જ હોત પરંતુ હાલમાં પોતાની આ પ્રગતિથી તેઓ એક પ્રગતિશીલ ખેડૂત બની ગયાં છે. એમણે ફક્ત પરંપરાગત ખેતી નથી છોડી પરંતુ પોતાની નોકરી છોડીને, એક જોખમ લીધું તથા બાગાયત ખેતીને પોતાની આવકનું સાધન બનાવ્યુ. બાગાયત ખેતીને કારણે જ આ વખતે પ્રતિ એકર કુલ 2.5 લાખની કમાણી કરી રહ્યાં છે. આટલું જ નહીં ખેડૂતોને બાગાયત અપનાવવા માટે તથા વૈજ્ઞાનિક રીતે ખેતી કરવા માટે પ્રેરિત કરે છે.

શિવ શંકરની આ સફળતાથી હવે આસપાસનાં ખેડૂતો એમની ખેતીવાડીની જાણકારી લઇ રહ્યા છે તથા એમની પાસેથી રીત શીખી રહ્યા છે, જેને કારણે તેઓ પણ પોતાની આવકમાં વધારો કરી શકે. પહેલા પરંપરાગત રીતે ખેતી કરવાથી ફક્ત ઘરનો ખર્ચ જ નીકળી શકતો હતો તથા હવે બાગાયતથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

પભુવાલા ગામનાં ખેડૂત શિવએ જણાવતાં કહ્યું હતું કે, એમણે વર્ષ 2005 માં પરંપરાગત રીતે ખેતી શરૂ કરી હતી. જેમાં ઘઉંની ખેતી કરવામાં આવતી હતી. આમ કરવાથી એમને વધુ મહેનત કરવી પડતી હતી તથા લાભ ખુબ ઓછો મળતો હતો. ત્યારપછી તેઓ ખેડૂત સમૂહની સાથે જોડાઈ ગયા હતાં. અહીં એમને જાણ થઈ કે, પરાંપરાગત ખેતીની જગ્યાએ બાગાયત ખેતીમાંથી વધારે આવક થઈ શકે છે. કેન્દ્ર સરકારની N.H. સ્કીમ સાથે જોડાયેલ તથા ત્યારપછી બાગાયતી ખેતી વેજ્ઞાનિક પદ્ધતિથી શરૂ કરી. તેઓ કુલ 25 એકર જમીન પર ખેતી કરી રહ્યા છે.

આ રીતે પાણીની સાથે જ કરી પૈસાની બચત :
શિવ શંકરે જણાવતાં કહ્યું હતું કે, ખેતીમાં સિંચાઇ કરવાં માટે એમને ટ્યુબવેલ ચલાવવું પડતું હતું. જેની માટે તેમને ખૂબ રૂપિયા ખર્ચવા પડતા હતા. ત્યારબાદ એમણે સરકારની યોજના અંતર્ગત ખેતરમાં કુલ 80 ફૂટની સામુહિક ટાંકી બનાવિ. જેમાં એમણે પોતાના વારા પર નહેરનું પાણી નાખવાનું શરૂ કર્યું. ત્યારબાદ પરંપરાગત રીતે સિચાઈને બદલે ટપક સિચાઈની શરૂઆત કરી. એમાં પાણીની જરૂર ખુબ ઓછી પડતી હતી.

શિવ શંકરે જણાવતાં કહ્યું કે, બાગાયત ખેતીએ કેવી રીતે એમને લાભ આપ્યો છે. પહેલાં જયારે ખેતી કરતા હતા તો પ્રતિ એકર માત્ર 25,000 રૂપિયાની બચત થઈ શકતી હતી પરંતુ જ્યારથી એમણે બાગાયતી ખેને અપનાવી છે ત્યારથી એમને પ્રતિ એકર કુલ 1.5 રૂપિયાની કમાણી થઇ રહી છે. શિવ શંકર જામફળ, કીન્નું, માલયા, દાડમ, બોર, કોળું, તરબૂચ વગેરેની ખેતી કરી રહ્યાં છે. જેમાં જામફળથી એમને દર વર્ષે પ્રતિ એકર કુલ 3 લાખ રૂપિયાની આવક થાય છે તથા કિન્નીથી કુલ 1.75 લાખ રૂપિયાની આવક થઇ રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post