મોદી રાજમાં દેશના એટલા ખેડૂતોએ આપઘાત કર્યો છે કે, આંકડો જાણી આંખે અંધારા આવી જશે

Share post

ગઈકાલે સમગ્ર દેશમાં કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આર્થિક સંકડામણ અથવા તો અન્ય કોઈ કારણસર ગુજરાતમાં અવારનવાર ખેડૂતોએ આત્મહત્યા કરી હોય એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં એને લઈ એક જાણકારી સામે આવી રહી છે. 6 જૂલાઈ વર્ષ 2017માં સુપ્રિમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે, સતત વધતાં જઈ રહેલ ખેડૂતોના આપઘાતને અટકાવવા માટે 31 ડિસેમ્બર વર્ષ 2017 સુધીમાં નીતિ બનાવવામાં આવે.

આની માટે હજું સુધી ગુજરાત સરકાર દ્વારા તેમજ ભારત સરકાર દ્વારા નીતિ બનાવવામાં આવી નથી. સુપ્રિમકોર્ટમાં સોગંદનામું પણ રજૂઆત કરવામાં આવી નથી. સુપ્રિમ કોર્ટનો આદેશ ભારત સરકારે માન્યો નથી.હાલની કેન્દ્ર સરકારના સમયમાં ગુજરાતમાં કુલ 5,000 ખેડૂતોએ આપઘાત કર્યો છે. ગુજરાતમાં વર્ષ 2014માં કુલ 600 ખેડૂતો તથા ખેત મજૂરોએ આત્મહત્યા કરી હતી.

વર્ષ 2015માં કુલ 301 જયારે વર્ષ 2016માં કુલ 408 ખેડૂતોએ આપઘાત કર્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,300 ખેડૂતો માત્ર 3 વર્ષમાં જીવ ગુમાવી ચૂક્યા છે. જે સરેરાશ કુલ 433 ખેડૂતો એક વર્ષમાં થાય છે. તે હિસાબે વર્ષ 2020 સુધીના માત્ર 7 વર્ષમાં કુલ 3,000 ખેડૂતોએ આપઘાત કર્યો છે. હાલની સરકારનો સમય પૂર્ણ થશે ત્યાં સુધીના માત્ર 10 વર્ષમાં ગુજરાતમાં કુલ 5,000 ખેડૂતોએ આપઘાત કરી લીધો હશે.

સમગ્ર દેશમાં વર્ષ 2013ના મનમોહન સીંહની કોંગ્રેસ સરકારમાં 11772 ખેડૂતોએ આપઘાત કર્યો હતો. હાલમાં તેમાં વધારો થઈને વર્ષ 2014માં કુલ 12,360 ખેડૂતોએ આપઘાત કર્યો હતો. વર્ષ 2015માં કુલ 12,602 ખેડૂતો તથા વર્ષ 2016માં કુલ 11,370 ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સમગ્ર દેશમાં કુલ 1.25 લાખ ખેડૂતોએ આપઘાત કર્યો છે.

આ આંકડાઓ પરથી ઓછામાં ઓછું એટલું તો કહી શકાય કે, વર્ષ 2014થી લઈને વર્ષ 2020ના માત્ર 7 વર્ષમાં ઓછામાં ઓછા કુલ 77,000 તેમજ વધારેમાં વધારે કુલ 90,000 ખેડૂતોએ આપઘાત કર્યો છે. બીજી બાજુ ગુજરાત સરકારનો દાવો છે કે, ખેડૂતોના આત્મહત્યા કર્યાંનાં આંકડા તેમના વિરોધીઓ બતાવે છે તે તદ્દન ખોટા છે. વિધાનસભામાં વર્ષ 2019માં સરકારે કહ્યું હતું કે, પાક નિષ્ફળ જવાને લીધે ગુજરાતમાં વર્ષ 2013થી લઈને વર્ષ 2018 સુધીમા ફક્ત 26 ખેડૂતોએ જ આપઘાત કર્યો હતો અને તેમાં પણ કુલ 50% કેસ તો ડાંગ જિલ્લામાં નોંધાયા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…