કોબીના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતે કર્યું એવું કે, જાણીને સ્તબ્ધ થઈ જશો 

Share post

હાલમાં એક એવી જાણકારી આવી રહી છે કે, જેને જાણીને ખુબ નવાઈ લાગશે. દેશમાં નવા કૃષિ કાયદાઓની વિરૂદ્ધ છેલ્લા 18 દિવસથી આક્રમક રીતે પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે બિહારમાં આવેલ સમસ્તીપુરમાં કોબીના યોગ્ય ભાવ ન મળવાને કારણે એક ખેડૂત એટલો ભાંગી પડ્યો હતો કે, તેણે લહેરાતા પાક પર ટ્રેક્ટર ચલાવી દીધું હતું.

બિહારમાં આવેલ સમસ્તીપુર જિલ્લાના મુક્તાપુર ગામના ખેડૂત ઓમ પ્રકાશ યાદવનું જણાવવું છે કે, કોબીની ખેતીમાં કુલ 4,000 રૂપિયા પ્રતિ કટ્ટાનો ખર્ચ છે. અહીં માર્કેટમાં 1 રૂપિયા પ્રતિ કિલો પણ વેચાઇ રહી નથી. પોતાની પીડા વ્યક્ત કરતા ઓમ પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, પહેલા તો કોબી મજૂર પાસે કપાવવી પડે છે, ત્યારપછી બોરી આપીને પેક કરાવવાની હોય છે તથા થેલા મારફતે માર્કેટમાં પહોંચાડવી પડે છે પરંતુ ત્યાં આડતિયા 1 રૂપિયા પ્રતિ કિલો પણ કોબીનો પાક ખરીદવા માટે તૈયાર નથી. મજબૂરીમાં તેમણે પોતાના પાક પર ટ્રેક્ટર ચલાવવું પડી રહ્યું છે.

ખેડૂતે જણાવ્યું હતું કે, બીજી વાર તેનો પાક બરબાદ થયો છે. આની પહેલા પણ તેનો પાક કોઇ ખરીદનાર ન હતો. ઓમ પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, હવે તેઓ જમીન પર ઘઉંનું વાવેતર કરશે. તેમણે જણાવ્યું હતું કે, સરકારથી 1 રૂપિયાનો લાભ મળી રહ્યો નથી. આની પહેલા પણ તેમના ઘઉં ખુબ ખરાબ થઇ ગયા હતા. જેથી સરકારથી 1,090 રૂપિયા વળતર મળ્યું હતું. ખેડૂતે કહ્યું હતું કે, તેઓ 10 વિઘામાં ખેતી કરે છે તેમજ સરકાર તરફથી 1,000 રૂપિયાનું વળતર મળે છે.

ગામડાના લોકો અને મજૂર છે, શાકભાજી ખાઇને ખુશ થશે: ખેડૂત
અહીંના ખેડૂતોનું જણાવવું છે કે, જેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવે તો કોબીની બજાર લઇને જશે. ત્યાં તેમનો મૂળ ભાવ પણ મળતો નથી. જો કે, પાકને ખેતીમાં જ નષ્ટ કરી દેવું યોગ્ય છે. ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા જોઇને આજુબાજુનાં લોકો ખેતરમાં પહોંચીને ખેતરમાંથી કોબી ઉઠાવીને ઘરે લઇ ગયા હતાં. પોતાના પાકની કિંમત ન મેળવી શકનાર ખેડૂત લોકોને પોતાની કોબી લઇ જતા જોઇને સંતુષ્ટ થયા હતા. આ ખેડૂતનું માનવું છે કે, બધાં ગામડાના લોકો તથા મજૂર છે. શાકભાજી ખાઇને ખુશ થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post