ખેડૂતો પીછેહઠ કરે એ માટે બોર્ડર પર પોલીસ એવો કીમિયો અપનાવી રહી છે કે, વિડીયો જોઇને…

Share post

છેલ્લા 2 મહિના કરતાં પણ વધારે સમયથી દેશની રાજધાની દિલ્હીની વોર્દ્ર પર દેશના ખેડૂતોનું મોદી સરકારના 3 કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે. હાલમાં આ આંદોલને જ્વાળામુખીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ આંદોલનમાં અનેક ખેડૂતોનાં મોત પણ થઈ ચુક્યા છે. કેટલાંક ખેડૂતોએ આપઘાત કરી લીધો છે તો કેટલાંક ખેડૂતોનાં મોત અતિશય ઠંડીને લીધે થયા છે એમ છતાં ખેડૂતો પીછેહઠ કરતાં નથી.

કૃષિ કાનૂનને પરત ખેંચવાની માંગણી સાથે ખેડૂત દિલ્હીની સીમાઓ પર આંદોલન કરી રહ્યા છે ત્યારે ધરણાં સ્થળે ખુબ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ તૈનાત રહેલાં છે. પોલીસકર્મીઓનાં જોશમાં વધારો કરવા માટે સિંધુ બોર્ડર પર અનેકવિધ જગ્યાએ DJ લગાવવામાં આવ્યા છે. તેમાં બોર્ડર ફિલ્મનું ‘સંદેશે આતે હૈ’ ગીત વગાડી રહ્યાં છે તો કેટલાંક ખેડૂતોએ આ ડીજે બંધ કરવાની માંગ કરવામાં આવી છે.

તેઓનું જણાવવું છે કે, DJને લીધે તેઓને તકલીફ થઈ રહી છે. ખેડૂત નેતાઓ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે, 26 જાન્યુઆરીએ બનેલ ઘટના પછી હિંસા કરનારની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી. ખેડૂત નેતાઓએ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલ ખેડૂતો પર પથ્થરમારો કરનાર લોકોની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. કિસાન નેતાઓએ નવવીર સિંહની યાદમાં 4 ફેબ્રુઆરીનાં રોજ શ્રદ્ધાંજલિ સભાનું પણ આયોજનનું એલાન કરવામાં આવ્યું છે.

કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ પંજાબના પ્રદેશ અધ્યક્ષ સતનામસિંહ પન્નુ, પ્રદેશ મહાસચિવ સરવન સિંહ પંઢેર, પ્રદેશ ઉપાધ્યક્ષ સવિન્દ્રસિંહ ચતાલા દ્વારા લેખિત આવેદન જાહેર કરવામાં આવ્યું છે. આ આવેદનમાં કેન્દ્ર સરકારની પાસેથી ખેડૂતો સાથે વાતચીત કરતાં પહેલાં ધરપકડ કરેલ ખેડૂતોને છોડી દેવા, બેરિકેડિંગની સાથે પાણી, ઈન્ટરનેટ તથા વોશરૂમ પરથી પ્રતિબંધ હટાવવાની માંગણી કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post