BCCI ના અધ્યક્ષ અને પૂર્વક્રિકેટર સૌરવ ગાંગુલીનો પરિવાર કોરોનાની ઝપેટમાં, ચાર સભ્યો પોઝીટીવ

Share post

કોરોનાવાયરસથી સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાઇ છે. કોરોના વાયરસે દેશની કેટલીક જાણીતી હસ્તીઓને પણ ચપેટમાં લીધી છે. ત્યારે હવે વધુ એક મોટા સમાચાર આવ્યા છે. હવે આ વાઈરસ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીના પરિવાર સુધી પહોંચી ગયો છે. સૌરવ ગાંગુલીના પરિવારમાં પણ કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો છે. તેના મોટા ભાઈ કોરોનામાં સપડાયો છે.

PTIના જણાવ્યા અનુસાર, રાજ્યના આરોગ્ય વિભાગે કહ્યું કે, ગાંગુલીનો મોટો ભાઈ સ્નેહાશીશ ગાંગુલીનો કોરોના રીપોટ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, સ્નેહાશિષની પત્નીનો રિપોર્ટ પણ પોઝીટીવ છે. આ ઉપરાંત, સ્નેહાશીષ ગાંગુલીની પત્ની અને તેમના માતા-પિતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્નેહાશીષના મોમિનપુરના ઘરે કામ કરતા એક નોકરને પણ ચેપ લાગ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી હતી.

ગયા અઠવાડિયે સાસુ-સસરાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો

અહેવાલ મુજબ, સ્નેહાશીષના પત્ની અને તેના સાસુ-સસરાએ શરદી અને તાવની ફરિયાદ કરી હતી. લક્ષણો કોરોના જેવા જણાતા હતા. આ પછી, દરેકનો કોરોના ટેસ્ટ કરાયો હતો.  સ્નેહાશિષના સાસુ અને સસરાને ગયા અઠવાડિયે કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતો. ચારેય લોકોએ તબિયતની ખરાબ હોવાનું કહ્યું હતું અને બધાએ કોરોનાના લક્ષણો દર્શાવ્યા હતા. ત્યારે તેઓ બીજા મકાનમાં રહેતા હતા. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ચારેયને ખાનગી નર્સિંગ હોમમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં ચારેય દર્દીઓની તબિયત સારી છે. શનિવારે ફરીથી તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તે રિપોર્ટના આધારે જ તેમના ડિસ્ચાર્જ અંગેનો નિર્ણય લેવામાં આવશે.

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (ડાબે)ના ભાઈ સ્નેહાશીષ (જમણે) ક્રિકેટ એસોસિયેશન ઓફ બંગાળના સચિવ પણ છે

સ્નેહાશીષનો કોરોના રિપોર્ટ નેગેટિવ

પત્ની અને સાસુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સ્નેહાશીષનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે, તેમ છતાં તેને હોમ કવોરન્ટીન થવાનું કહેવામાં આવ્યું છે.

ગાંગુલીએ ગરીબો માટે 50 લાખ રૂપિયાના ચોખાનું દાન કર્યું

ગાંગુલી કોરોનાવાયરસ રોગચાળાની શરૂઆતથી બંગાળના ગરીબોની મદદ કરી રહ્યો છે. શરૂઆતમાં, તેણે બેલુર મઠને 50 લાખ રૂપિયાના 2 હજાર કિલો ચોખા દાનમાં આપ્યા. આ ઉપરાંત તેણે કોલકાતામાં ઇસ્કોન સેન્ટર દ્વારા દરરોજ 10 હજાર લોકોને ખવડાવવાનું વચન પણ આપ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post