પોતાની જાતે જ ખેતરમાં પવનચક્કી ઉભી કરીને દસ ભણેલા મહેસાણાનાં આ ખેડૂતભાઈએ તોડી નાંખ્યા આજ સુધીના તમામ રેકોર્ડ

Share post

ગુજરાતનાં ખેડૂતો કઈક કરી બતાવવાની ઇચ્છા ધરાવતાં હોય છે. હાલમાં પણ આવા જ એક ખેડૂતભાઈની આજે આપણે વાત કરવાં માટે જઈ રહ્યાં છીએ. ગુજરાતનાં મહેસાણામાંથી આવી જ એક જાણકારી સામે આવી રહી છે. મહેસાણા જીલ્લાનાં ઊંઝા તાલુકામાં આવેલ ગંગાપુર ગામના ધોરણ 10 ભણેલા ખેડૂત જયેશભાઈ બારોટ પવન ઉર્જાથી છેલ્લા 15 વર્ષથી ખેતી કરી રહ્યાં છે.

હવે સૂર્ય ઉર્જા સસ્તી થતાં એનો ઉપયોગ શરૂ કર્યો છે. એમણે ભાંભરમાં કુવામાંથી પવનચક્કીથી પાણી વર્ષ 2007-’08થી મેળવી રહ્યાં છે. એમની પાસે કુલ 2.36 હેક્ટર જમીન છે. ખેતરમાં સિંચાઇ કરવાં માટે પવનચક્કીનો ઉપયોગ કરવામાં આવે છે. ખેતી, ઘર અથવા તો કોઈ સાધન કે, જે વીજળીથી ચાલે છે એની માટે સોલાર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે.

300 વોટ વિજળી :
ખેતરમાં નહેર તથા આસપાસથી બોરનું ભાડે પાણી લેતાં હતા. વીજળી તથા પાણી અનિયમિત મળતું હોવાને લીધે ઉત્પાદન ખુબ ઓછું મળતું હતું. સરકારી વીજ કંપનીઓ પર વીજળી માટે આધાર રાખવાની જગ્યાએ પોતાના ખેતરમાં જ વીજળીનું ઉત્પાદન કરીને એટલે કે, પવન ઉર્જાને ઉત્પાદન કરી સિંચાઈ કરે છે. સરકારની કોઈ યોજના ન હતી ત્યારથી તેઓ આ રીતે ખેતી કરી રહ્યાં છે. સૂર્ય ઉર્જાના માત્ર 4 પ્લોટથી કુલ 300 વોટ વિજળીનું ઉત્પાદન કર્યું હતું.

જાતે પવનચક્કી બનાવી
જયેશભાઈનાં પિતા ડાહ્યાભાઈ આર્મીમાં હતા. એમની નિવૃત્તિ પછી ખેતી કરવા માટે સરકારી જમીન મળી હતી. વીજકાપ, ઊંડા પાણી હોવાને લીધે ખેતી થઈ શકે એમ ન હતી. એકવાર માઉન્ટ આબુમાં આવેલ બ્રહ્માકુમારીઝ સંસ્થામાં પવનચક્કીની ડીઝાઈન સહિત કેટલીક ટેકનીકલ જાણકારી તેમજ માર્ગદર્શન મેળવ્યું હતું. તેઓ પોતે ફેબ્રિકેશનથી માહિતગાર હોવાથી જાતે કુલ 35 ફૂટ ઊંચી પવનચક્કી માત્ર 2 લાખ રૂપિયામાં ઊભી કરી દીધી હતી. જે કુલ 150 ફૂટ ઉંડેથી પાણી ખેંચવા લાગી હતી. સિંચાઈની જરૂરીયાત ન હોય ત્યારે વીજળી બનાવીને વીજ બોર્ડને વેંચીને એમાંથી કમાણી કરી રહ્યાં છે.

ખેડૂતો પવનચક્કી જોવા આવે છે:
કુલ 3,000 ખેડૂતો એમના આ પ્રોજેક્ટની મુલાકાત લેવા માટે આવી ચૂક્યા છે. એમને કૃષિ સંશોધન માટે સરકાર દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં આવેલ કૃષિ ભવનના અધિકારી જાણકારી આપતાં જણાવે છે કે, જયેશભાઈને અમે પ્રોત્સાહિત કર્યા છે. તમામ ખેડૂતોએ પોતાના ખેતરને જયેશભાઈની જેમ આત્મનિર્ભર બનાવવું જોઈએ. જેને કારણે ઉત્પાદનથી લઈને ખર્ચમાં પણ બચત થશે.

કુલ 30% ઉત્પાદનમાં વધારો તથા કુલ 20% ઓછો ખર્ચ:
પાણીને ખેંચી ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી કરીને કુલ 30% વધારે ઉત્પાદન તથા કુલ 20% અન્ય ખર્ચની બચતની કરે છે. આની માટે એમને વર્ષ 2010-’11માં સરકારી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

ઉત્પાદન તથા નફો:
એમણે વર્ષ 2007-08માં હેક્ટરે માત્ર 23,000 રૂપિયાનો ખર્ચ કરીને કુલ 64,000 કિલો દિવેલાનું ઉત્પાદન કર્યું હતું. જેમાં કુલ 41,000 રૂપિયાની કમાણી કરી હતી. વર્ષ 2009-1;0માં દિવેલાની પાછળ હેક્ટરદીઠ ખર્ચમાં ઘટાડો થયો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post