બિયારણ અસલી છે કે નકલી- જાણો એકદમ સરળ રીતે…

Share post

હાલમાં દેશનો ખેડૂત એટલે કે ‘જગતનો તાત’ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે, ત્યારે વિવિધ પાકો તેમજ ફળોની ખેતી કરતી વખતે અમુક બાબતો સામે ધ્યાન રાખવું આવશ્યક બની રહેતું હોય છે. હાલમાં અમે આપની માટે એક અગત્યનાં સમાચાર સામે લઈને આવ્યાં છીએ.

હાલમાં નકલી બિયારણનો રાફડો ફાટ્યો છે ત્યારે ખેડૂતોએ નકલી બિયારણની ઓળખ કરવી ખુબ જ જરૂરી બને છે. કારણ કે જો ખેડૂતો બિયારણની ખરીદી કરવામાં જ છેતરાય તો એમની સંપૂર્ણ સીઝન એળે જતી હોય છે. ખેડૂતોએ નકલી બિયારણનું વાવેતર પસ્તાવાનો વારો ન આવે તેની માટે એમણે ઘણી બાબતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી બને છે.

ખેડૂતો જે બિયારણની ખરીદી કરે છે. તે કપાસનું અસલી બિયારણ નિયત પેકિંગમાં હોવું જોઈએ. એના પર બોલગાર્ડનો સરકાર માન્ય સિક્કો હોવો જોઈએ. આની ઉપરાંત મેન્યુફેક્ચર તથા માર્કેટરનું નામ દર્શાવેલ હોવું જોઈએ. લોટ નંબર દર્શાવેલો હોવો જોઈએ. ડેટ ઓફ ટેસ્ટિંગ તેમજ વેલીડિટી ડેટ હોવી જોઈએ તથા અંકુરણની ટકાવારી પણ દર્શાવેલી હોવી જોઈએ.

આની ઉપરાંત ફિઝીકલ ક્યોરિટી દર્શાવેલ હોવી જોઈએ. ગ્રો આઉટ ટેસ્ટ માહિતી દર્શાવેલ હોવી જોઈએ તેમજ રજીસ્ટ્રેશન નંબર પણ દર્શાવેલ હોવી જોઈએ. કારણ કે ડુપ્લિકેટમાં કોઈ પણ જાતનું લખાણ કરેં હોતું નથી. તેઓ પોતાની રીતે વેરાયટી લખી નાંખે છે. એમનાં બિયારણ પેકીંગમાં પણ થેલીનો ઉપયોગ કરવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post