89% લાવનાર આ ખેડુની દીકરી કોલેજની ફી ના ભરી શકી, તો મજબુરીથી કરવી પડી આત્મહત્યા.

Share post

મહારાષ્ટ્ર સોલાપુર માં ગરીબીનો દર્દનાક ચહેરો સામે આવ્યો છે. અહીંયા એક ખેડૂતની 20 વર્ષની બેટી રૂપાલી રામકૃષ્ણ પવાર ને એટલા માટે આત્મહત્યા કરી કારણ કે તેના પરિવાર પાસે સારી કોલેજની ફી ભરવા માટે પૈસા ન હતા. પણ મામા ખૂબ જ હોંશિયાર રૂપાલીએ 24 જુલાઇના રોજ પોતાના ઘરમાં ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી.

જાણકારી મુજબ ખેડૂત પિતાની દીકરી રૂપાલીએ બાયોટેક કરવા માટે કોઇમ્બતુર ના એક કોલેજમાં દાખલા માટે ફોર્મ ભર્યું હતું.બારમા ધોરણમાં સારા માર્ક્સ હોવાને લીધે તેનું કોલેજમાં એડમિશન પણ થઇ ગયું અને ખેડૂત પિતાએ 10,000 રૂપિયા પણ જમા કરાવી દીધા, પરંતુ સીટ કન્ફર્મ થઈ ગયા બાદ કોલેજની ફી 110000 કરવાની વ્યવસ્થા ન થઈ.

ખેડૂત પિતાએ બાકી વધેલા પૈસા માટે ખેતર વેચવાની પણ કોશિશ કરી પરંતુ ખેતરથી મળવા વાળી કિંમત રૂપાલી ની પુરી ભરી શકાય તેમ નહોતી.રૂપાલીએ ઘણી વખત પોતાના પિતાને પૈસાની વ્યવસ્થા ને લઇ ને પૂછ્યું પરંતુ પિતાની દયનીય હાલત તે સહન ન કરી શકી અને ઝેર ખાઈ લીધું.
બારમામાં આવ્યા હતા 89 ટકા માર્કસ.

રુપાલીના પરિવારજનોએ જણાવ્યું કે તે શરૂઆતથી જ ભણવામાં હોશિયાર હતી. આગળ જઈને તે બાયોટેકનોલોજી માં કંઈક નવું કરવા માંગતી હતી. એ જ કારણ હતું કે તેને બારમામાં 89 ટકા માર્કસ આવ્યા હતા. તે કોઈપણ પ્રકારના ટ્યુશન વગર પોતાની જાતે જ ઘરે અભ્યાસ કરતી હતી. જો કે સારા કોલેજમાં ભણવાનું સપનુ લઈ તે હંમેશા માટે ચાલી ગઈ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post